Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 219
________________ 208 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી રહ્યા હોય જે આશ્રયનું ચક્ષુથી પ્રત્યક્ષ થઈ શકતું હોય. અર્થાત્ આ બધા યોગ્યવૃત્તિ હોય તો જ એનું પ્રત્યક્ષ થઈ શકે છે. તેથી ઘટમાં રહેલા પૃથક્વાદિનું આંખથી પ્રત્યક્ષ થઈ શકે છે, પણ પરમાણુમાં રહેલા તેનું પ્રત્યક્ષ થતું નથી. વળી ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે ઉદ્વરૂપ અને આલોકસંયોગ પણ કારણ છે. તેથી ચક્ષુથી તેનું જ પ્રત્યક્ષ થાય છે જે ચીજ (1) યોગ્ય (ઘટ) હોય કે યોગ્યવૃત્તિ (પૃથક્વાદિ) હોય.... સાક્ષાત્ કે પરંપરાએ (2) આલોકસંયોગવાળી હોય.. (3) ઉતરૂપવાળી હોય. (1) પરમાણુ અને પરમાણુગત પૃથક્વાદિ આલોકસંયોગ અને ઉતરૂપ હોવા છતાં તે ક્રમશઃ યોગ્ય અને યોગ્યવૃત્તિ ન હોવાથી પ્રત્યક્ષ થતા નથી. (2) અંધકારમાં રહેલો ઘડો અને એ ઘડામાં રહેલા રૂપ વગેરે ગુણો આદિ આલોકસંયોગવાળા ન હોવાથી પ્રત્યક્ષ થતા નથી. (3) ગ્રીષ્મોમ્બાદિ યોગ્ય અને આલોકસંયોગવાળા હોવા છતાં ઉદ્ભતરૂપ ન હોવાથી ચાક્ષુષ પ્રત્યક્ષનો વિષય બનતા નથી. હવે, ઉદ્ભતરૂપ અને આલોકસંયોગને ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે કારણ કહ્યા. તો કાર્ય-કારણભાવ શી રીતે બને છે એ વિચારવું જોઈએ. કાર્ય અને કારણ બન્ને એકાધિકરણમાં રહેવા જોઈએ. કાર્ય તો સર્વત્ર ચાક્ષુષપ્રત્યક્ષ છે. એ પોતાના વિષયમાં વિષયતા સંબંધથી રહે છે. (પટઃ એવું પ્રત્યક્ષ થયું. એને એના વિષય ઘડામાં લઈ જવું છે. તેથી રહેનાર જ્ઞાન માટે રાખનાર ઘડો શું છે? વિષય છે. તેથી વિષયતા સંબંધથી પ્રત્યક્ષાત્મક કાર્ય વિષયમાં રહેશે. કાર્યકારણભાવ બનાવવા માટે સર્વત્ર તે તે વિષયમાં આલોકસંયોગ અને ઉત્કૃતરૂપ લાવવા જોઈએ. તો વિષયનિષ્ઠ પ્રયાસત્તિથી કાકા ભાવ નિશ્ચિત થાય.) (૧) ઘટ-પટાદિ દ્રવ્યના પ્રત્યક્ષમાં એ દ્રવ્ય વિષય છે ને એમાં આલોકસંયોગ તથા રૂપ સમવાય-સંબંધથી રહ્યા છે. तेथी विषयतासम्बन्धेन द्रव्यचाक्षुषं प्रति समवायसम्बन्धेन आलोकसंयोगः कारणम् मेम विषयतासम्बन्धेन द्रव्यचाक्षुषं प्रति समवायसम्बन्धेन उद्भूतरूपं कारणम् (૨) દ્રવ્યસમવેત રૂપ વગેરે ગુણો, ગમનાદિ ક્રિયા, દ્રવ્યત્વાદિ જાતિઓ... આ બધાના ચાક્ષુષમાં આ રૂપાદિ વિષય છે, તેથી વિષયતાસંબંધથી એમાં ચાક્ષુષ પ્રત્યક્ષ રહ્યું છે, એટલે એ રૂપાદિમાં, કારણ-આલોકસંયોગ લઈ જવો જોઈએ. સ્વ=આલોકસંયોગ. એનો આશ્રય ઘટાદિદ્રવ્ય... એમાં સમવેત રૂપાદિ. તેથી સ્વાશ્રયસમતત્વ (=સ્વાશ્રયસમવાય) સંબંધમળશે. એટલેદ્રવ્યમવેતવાકુવંતિસ્વાશ્રયસમવાય સમ્બન્ધન માનવસંયોડિનૂતપયોઃ कारणत्वम् (૩) દ્રવ્યસમવેતસમવેત એવા રૂપત્યાદિના પ્રત્યક્ષમાં રૂપલ્વાદિ વિષય છે. તેથી એમાં આલોકસંયોગાદિને લઈ જવા જોઈએ. સ્વ = આલોકસંયોગ, એનો આશ્રય ઘટાદિ દ્રવ્ય.... એમાં સમવેત રૂપાદિ. એમાં સમવેત રૂપસ્વાદિ.

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244