________________
216
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
આશ્રય તો આત્મા પણ હોવાથી એમાં અતિ પણ આત્મા શબ્દતરોદ્ભૂતવિશેષગુણ એવા જ્ઞાનાદિનો આશ્રય છે, અનાશ્રય નહીં.
આત્મમિત્રત્વે સતિ... આટલું જ વિશેષણ લખે તો જેઓ ચર્મમનઃ સંયોગને કારણ માને છે, એના મતે ચર્મમાં અતિ (૩) વિશેષણમાં ‘શબ્વેતર’ ન કહે તો ઉદ્ભૂત વિશેષગુણાનાશ્રયત્વ શ્રોત્રમાં ન હોવાથી અવ્યાપ્તિ થાય. કારણ કે શ્રોત્રમાં ઉદ્ધૃતવિશેષગુણ ‘શબ્દ’ રહેલો છે.
(૪) ‘ઉદ્ભૂત’ ન લખે તો શબ્દેતરવિશેષગુણ એવા રૂપાદિ ચક્ષુ વગેરેમાં હોવાથી એમાં અવ્યાપ્તિ. ચક્ષુ વગેરેમાં ઉદ્ભૂત રૂપ વગેરે હોતા નથી.
(मु.) 'उद्भूतत्वं न जातिः, शुक्लत्वादिना सङ्करात् । न च शुक्लत्वादिव्याप्यं नानैवोद्भूतत्वमिति वाच्यम्, उद्भूतरूपत्वादिना चाक्षुषादौ जनकत्वानुपपत्तेः, किन्तु शुक्लत्वादिव्याप्यं नानैवानुद्भूतत्वं, तदभावकूटश्चोद्भूतत्वम् । तच्च संयोगादावप्यस्ति, तथा च शब्देतरोद्भूतगुणः संयोगादिश्चक्षुरादावप्यस्त्यतो विशेषेति । 'कालादिवारणाय विशेष्यदलम् । 'इन्द्रियावयवविषयसंयोगस्यापि प्राचां मते प्रत्यक्षजनकत्वादिन्द्रियावयववारणाय, "नवीनमते कालादौ रूपाभावप्रत्यक्षे सन्निकर्षघटकतया कारणीभूतचक्षुः संयोगाश्रयस्य कालादेर्वारणाय मनः पदम् । 'ज्ञानकारणमित्यपि तद्वारणायैव । करणमिति । असाधारणं कारणं करणम् । असाधारणत्वं व्यापारवत्त्वम् ॥ ५८ ॥
(મુ.) 'ઉદ્ધૃતત્વ એ જાતિ નથી. કારણ કે શુક્લત્વાદિ સાથે સાંકર્ય છે. શુક્લત્વાદિને વ્યાપ્ય અનેક ઉત્કૃતત્વ જાતિઓ છે. આવું પણ કહી શકાતું નથી, કારણ કે તો પછી ઉદ્ધૃતરૂપત્વેન ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યેની કારણતા અસંગત બની જાય. (તો પછી ઉદ્ભૂતત્વ શું છે ?) *કિન્તુ શુક્લત્વાદિવ્યાપ્ય અનેક અનુભૂતત્વ છે. અને તેના અભાવોનો સમૂહ એ ઉદ્ધૃતત્વ છે. અને તે = આવું ઉદ્ધૃતત્વ તો સંયોગાદિમાં પણ છે. તેથી શબ્દતરોદ્ભૂતગુણ તરીકે સંયોગાદિ પણ મળે જે ચક્ષુવગેરેમાં હોવાથી તેનું આશ્રયત્વ જ આવે, અનાશ્રયત્વ નહીં, તેથી વિશેષ શબ્દ દ્વારા વિશેષગુણ લેવાનું કહ્યું. "કાલાદિમાં લક્ષણ ચાલ્યું ન જાય એ માટે જ્ઞાનવામનઃસંયોગાશ્રયત્ન એવું વિશેષ્યદલ છે. ઇન્દ્રિયાવયવ અને વિષયનો સંયોગ પણ પ્રાચીનમતે પ્રત્યક્ષજનક હોવાથી એના વારણ માટે (મનઃ પદ છે. અને) નવીનમતે કાલાદિમાં રૂપાભાવના થતા પ્રત્યક્ષમાં સંનિકર્ષ ઘટકતયા કારણીભૂત જે ચક્ષુઃસંયોગ તેના આશ્રયભૂત કાલાદિમાં લક્ષણ ન ચાલ્યું જાય એ માટે મનઃપદ છે. જ્ઞાનવાળું આ પણ એના જ વારણ માટે છે. અસાધારણકારણને કરણ કહેવાય છે. અસાધારણત્વ એટલે વ્યાપારવત્ત્વ.
(વિ.) (‘વિશેષ’ પદનું પકૃત્ય દર્શાવવા ઉદ્ભૂતત્વ શું છે ? એની ચર્ચા ઉપાડી છે.
જો ‘વિશેષ’ પદ ન મૂકે તો શબ્દતરોદ્ભૂતગુણાનાશ્રયત્વ આટલું વિશેષણ થાય. શબ્દતરોદ્ભૂતગુણ તરીકે જો ‘સંયોગ’ પકડી શકાય તો એનું અનાશ્રયત્વ ચક્ષુ વગેરેમાં ન હોવાથી દોષ ઊભો થાય. હવે વિચારવાનું રહ્યું કે સંયોગ ઉદ્ભૂત હોય કે નહીં ? અર્થાત્ સંયોગમાં ઉદ્ધૃતત્વ છે કે નહીં ? તેથી વિચારવું પડે કે ઉદ્ભૂતત્વ શું છે ? જો એ જાતિ હોય તો તો સંયોગમાં એ રહી છે એવું માનવામાં કોઈ પ્રમાણ ન હોવાથી ઉદ્ભૂતગુણ તરીકે ‘સંયોગ’ પકડી જ શકાતો ન હોવાથી ‘વિશેષ’ પદ આવશ્યક ન રહે. પણ ઉદ્ધૃતત્વ એ જાતિ નથી, કિન્તુ ઉપાધિ છે.... ને તેથી ‘વિશેષ’ પદ આવશ્યક છે.... એ વાત આ અધિકારમાં સિદ્ધ કરે છે.
-
(૧) ઉદ્ભૂતશ્યામરૂપમાં ઉદ્ધૃતત્વ છે – શુક્લત્વ નથી, અનુબૂત શુક્લરૂપમાં શુક્લત્વ છે, ઉદ્ભૂતત્વ નથી. ને ઉદ્ભૂત શુક્લ રૂપમાં બન્ને છે. માટે શુક્લત્વ સાથે સાંકર્યુ હોવાથી ઉદ્ભૂતત્વ એ જાતિ નથી.
(૨) શંકા : જે ઉદ્ધૃતત્વ શુક્લમાં છે એ જ શ્યામમાં છે એવું માનવાથી સાંકર્ય આવે છે. પણ વસ્તુતઃ એવું નથી, શુક્લનું ઉદ્ધૃતત્વ જુદું છે ને શ્યામનું જુદું છે. આમ શુક્લાદિ તે તે રૂપમાં રહેલ ઉદ્ધૃતત્વ જુદા જુદા હોઈ સાંર્ય આવશે નહીં, ને એ બધા ઉદ્ધૃતત્વ જુદી જુદી જાતિઓ છે. અર્થાત્ શુલમાં રહેલ ઉદ્ભૂતત્વ એ શુક્લત્વવ્યાપ્ય