________________
ઇન્દ્રિયનું લક્ષણ
215 ન હોવાથી જ્ઞાનમાં ઘટત્વવિશિષ્ટઘટના વૈશિષ્ટયનું ભાન પણ સંભવતું નથી.
અને જેમાં ઘટત્યાદિ કોઈ પ્રકાર ન હોય એવું તો ઘટાદિવિશિષ્ટજ્ઞાન સંભવતું નથી, કારણ કે જાતિ અને અખંડોપાધિથી ભિન્ન પદાર્થનું જ્ઞાન કોક ને કોક ધર્મને પ્રકાર કરીને જ થતું હોય છે.
આમ ટૂંકમાં, અનુવ્યવસાય થવા માટે ઘટાદિનું વિશિષ્ટજ્ઞાન જ જોઈએ. એ વિશિષ્ટજ્ઞાન માટે કો'ક ધર્મ તો પ્રકાર બનવો જ જોઈએ.
નિર્વિકલ્પકમાં કોઈ ધર્મ પ્રકાર બનતો ન હોવાથી વિશિષ્ટજ્ઞાન ન હોવાના કારણે અનુવ્યવસાય થતો નથી. માટે નિર્વિકલ્પક જ્ઞાન અતીન્દ્રિય હોય છે. •
(વ.) મહત્ત્વ વિશે દેતુઃ શિં રખાં મત{ ૧૮ છે.
(मु.) महत्त्वमिति । द्रव्यप्रत्यक्षे महत्त्वं समवायसम्बन्धेन कारणम् । द्रव्यसमवेतानां गुणकर्मसामान्यानां प्रत्यक्षे स्वाश्रयसमवायसम्बन्धेन, द्रव्यसमवेतसमवेतानां गुणत्व-कर्मत्वादीनां प्रत्यक्षे स्वाश्रयसमवेतसमवायसम्बन्धेन कारणमिति।
(ક.) પવિધ પ્રત્યક્ષમાં મહત્ત્વ કારણ છે અને ઇન્દ્રિય કરણ મનાયેલી છે.
(મુ.) દ્રવ્યના પ્રત્યક્ષમાં મહત્ત્વ સમવાય સંબંધથી કારણ છે. દ્રવ્યસમવેત એવા ગુણ-કર્મ-સામાન્યના પ્રત્યક્ષમાં સ્વાશ્રયસમવાયસંબંધથી અને દ્રવ્યસમવેતસમવેત એવા ગુણત્વ-કર્મત્વ વગેરેના પ્રત્યક્ષમાં સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી એ કારણ છે.
(વિ.) પરમાણુનું પ્રત્યક્ષ થતું નથી. માટે દ્રવ્યગત મહત્ત્વ (=મહત્પરિમાણ)ને પ્રત્યક્ષનું કારણ મનાયું છે. સર્વત્ર વિષયનિષ્ઠપ્રત્યાસત્તિથી કારણતાનો વિચાર છે. એટલે દ્રવ્યપ્રત્યક્ષમાં દ્રવ્ય એ વિષય છે જેમાં સમવાય સંબંધથી મહત્પરિમાણ રહ્યું છે. શેષ બે માટે આલોકસંયોગની જેમ સ્વાશ્રયસમવાય અને સ્વાશ્રયસમવેતસમવાય સંબંધ વિચારી લેવા.
(मु.) इन्द्रियमिति । अत्रापि षड्विधे इत्यनुषज्यते । इन्द्रियत्वं न जातिः, 'पृथिवीत्वादिना साङ्कर्यात्, किन्तु शब्देतरोद्भूतविशेषगुणानाश्रयत्वेसति ज्ञानकारणमनःसंयोगाश्रयत्वमिन्द्रियत्वम्। आत्मादिवारणाय सत्यन्तम्। 'उद्भूतविशेषगुणस्य शब्दस्य श्रोत्रे सत्त्वाच्छब्देतरेति। "विशेषगुणस्य रूपादेश्चक्षुरादावपि सत्त्वादुद्भूतेति।।
(ઇન્દ્રિયનું લક્ષણ) | (મુ.) અહીં પણ ‘ષદ્વિધ’ શબ્દનો સંબંધ જાણવો. (અર્થાત્ ઇન્દ્રિય પવિઘ પ્રત્યક્ષમાં કરણ છે.) છએ ઇન્દ્રિયોમાં રહેલ ઇન્દિયત્વ એ જાતિ નથી, કારણ કે પૃથ્વીત્યાદિ સાથે સાંક્ય થાય છે. કિન્તુ શબ્દભિન્ન જે ઉદ્ભતવિશેષગુણ તેનો અનાશ્રય હોવા સાથે જે જ્ઞાનકારણભૂત મનઃ સંયોગનો આશ્રય હોય તે ઇન્દ્રિય આવું ઇન્દ્રિયનું લક્ષણ જાણવું. ‘આત્મા વગેરેમાં લક્ષણ ચાલ્યું ન જાય એ માટે સત્યન્ત દલ છે. ઉદ્ભતવિશેષગુણ શ્રોત્રમાં હોવાથી શબ્દતર કહ્યું છે. વિશેષગુણ એવા રૂપ વગેરે ચક્ષુવગેરેમાં પણ હોવાથી ‘ઉદ્ભૂત” કહ્યું છે.
(વિ.) (૧) રસનામાં ઇન્દ્રિયત્ન છે, પૃથ્વીત્વ નથી; ઘડામાં પૃથ્વીત્વ છે, ઇન્દ્રિયત્વ નથી; ને ધ્રાણેન્દ્રિયમાં ઇન્દ્રિયત્ન-પૃથ્વીત્વ બન્ને છે. માટે, પૃથ્વીત્વ સાથે સાંક્યું હોવાથી ઇન્દ્રિયત્વ એ જાતિ નથી. આ શબ્દભિન્ન જે ઉદ્ભૂતવિશેષગુણો (રૂપ-રસ-જ્ઞાનાદિ) તેનો જે અનાશ્રય હોય અને જ્ઞાનકારણભૂત મનઃસંયોગનો જે આશ્રય હોય તે ઇન્દ્રિય કહેવાય. (ઇન્દ્રિયોમાં રૂપ વગેરે વિશેષગુણો છે પણ તે અનુદ્ધત છે.)
પદકૃત્ય (૨) શબ્દતરોહૂતવિશેષગુણાનાશ્રયત્ન' આટલું વિશેષણનમૂકે તો જ્ઞાનકારણભૂતમનઃ સંયોગનો