________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(મુ.) ચક્ષુઃ સંયોગાદિ થયા પછી તરત ‘ઘટઃ’ એવું ઘટત્વાદિવિશિષ્ટ વિષયક જ્ઞાન સંભવતું નથી, કારણ કે એની પૂર્વક્ષણે વિશેષણભૂત ઘટત્વાદિનું જ્ઞાન હોતું નથી. વિશિષ્ટ બુદ્ધિમાં વિશેષણજ્ઞાન કારણ છે. એટલે પહેલાં ઘટ-ઘટત્વના વૈશિષ્ટયનું (=સંબંધનું) અનવગાહી (=અવિષયક) જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ નિર્વિકલ્પક છે. એ પ્રત્યક્ષ હોતું નથી. તે આ રીતે – વૈશિષ્ટય અનવગાહી જ્ઞાનનું પ્રત્યક્ષ સંભવતું નથી, કારણ કે ‘ઘટમ ૢ જ્ઞાનામિ' એવી પ્રતીતિ થાય છે. તેમાં આત્મામાં જ્ઞાન પ્રકાર બનીને ભાસે છે. જ્ઞાનમાં ઘટ અને ઘટમાં ઘટત્વ (પ્રકાર તરીકે ભાસે છે). જે પ્રકાર હોય છે તે જ વિશેષણ કહેવાય છે. વિશેષણમાં જે વિશેષણ હોય છે તે વિશેષણતાવચ્છેદક કહેવાય છે. વિશેષણતાવચ્છેદક પ્રકારક જ્ઞાન વિશિષ્ટવૈશિષ્ટયજ્ઞાનમાં કારણ છે. અને નિર્વિકલ્પકમાં ઘટત્વાદિ પ્રકાર હોતા નથી. તેથી ઘટત્વાદિવિશિષ્ટ ઘટાદિવૈશિષ્ટ્યભાન જ્ઞાનમાં સંભવતું નથી. ઘટત્વાદિ જેમાં પ્રકારરૂપે ન હોય એવું ઘટાદિનું વિશિષ્ટ જ્ઞાન સંભવતું નથી, કારણ કે જાતિ અને અખંડોપાધિથી ભિન્ન પદાર્થનું જ્ઞાન કિંચિદ્ધર્મ-પ્રકારક જ હોય એવો નિયમ છે.
214
(વિ.) પ્રત્યક્ષના બે પ્રકાર છે. નિર્વિકલ્પક અને સવિકલ્પક... જેમાં કોઈ વિષય વિશેષણ, વિશેષ્ય કે સંસર્ગરૂપે વિષય ન બનતો હોય તે નિર્વિકલ્પક જ્ઞાન કહેવાય છે. આવું જ્ઞાન અતીન્દ્રિય હોવાથી અનુમાન દ્વારા એની સિદ્ધિ કરાય છે. ન્યાયભૂમિકા રૃ. (૪૨) પરથી એ જોઈ લેવી.
નિર્વિકલ્પકજ્ઞાન અતીન્દ્રિય છે એની સિદ્ધિ - જ્ઞાનનું જે કાંઈ જ્ઞાન થાય છે તે સવિકલ્પકનું જ થાય છે એમ સિદ્ધ કરવામાં આવે તો નિર્વિકલ્પકજ્ઞાન અતીન્દ્રિય હોવું સિદ્ધ થઈ જાય. એટલે એ રીતે એ સિદ્ધિ કરાય છે.
ઘડાનું જ્ઞાન જુદી જુદી રીતે થઈ શકે છે - જેમ કે (૬) અયં પટઃ (૨) યં પૃથિવી (૨) તું દ્રવ્યમ્.... (૧) આમાં ઘટત્વ પ્રકાર છે, (૨) આમાં પૃથ્વીત્વ ને (૩) આમાં દ્રવ્યત્વ... આ જ રીતે ઘડાનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ થાય છે જેમાં કોઈ પ્રકાર હોતો નથી. અને તેથી ઘડાનો કોઈ રીતે ઉલ્લેખ પણ હોતો નથી. આ જ્ઞાનોનું જે જ્ઞાન થાય તે અનુવ્યવસાય કહેવાય છે. એ અંગે આપણો એવો અનુભવ છે કે (૧) જ્ઞાન માટે, ઘટજ્ઞાનવાનહમ્, જ્ઞાતો મયા પટઃ મયિ ઘટજ્ઞાનમ્ વગેરે રીતે જ અનુવ્યવસાય થાય છે. એ જ રીતે (૨) અને (૩) માટે પૃથિવીજ્ઞાનવાનમ્ વગેરે ને દ્રવ્યજ્ઞાનવાનમ્ વગેરે જ્ઞાન થાય છે. પણ ઘડાનો કોઈ જ ધર્મને આગળ કરીને ઉલ્લેખ થયો ન હોય ને છતાં ઘડાના જ જ્ઞાનને (=નિર્વિકલ્પકજ્ઞાનને) જણાવે એ રીતે ખાલી ‘જ્ઞાનવાનમ્’” આવો અનુવ્યવસાય આપણને ક્યારેય થતો નથી. એટલે નિશ્ચિત થાય છે કે જે જ્ઞાનમાં ઘડો ઘટત્વ વગેરે કોઈ જ ધર્મને પ્રકાર બનાવ્યા વિના ભાસ્યો છે એ નિર્વિકલ્પક જ્ઞાનનો અનુવ્યવસાય (=જ્ઞાનનું જ્ઞાન) થતો નથી. તેથી સિદ્ધ થાય છે કે નિર્વિકલ્પકજ્ઞાન અતીન્દ્રિય હોય છે.
હવે ઘટજ્ઞાનવાનમ્ એવા અનુવ્યવસાયનો વિચાર કરીએ. આમાં હું(=આત્મા) વિશેષ્ય છે. એમાં જ્ઞાન એ વિશેષણ છે. જ્ઞાનમાં ઘડો વિશેષણ છે. ને ઘડામાં ઘટત્વ વિશેષ છે. જે વિશેષણ હોય છે એ જ પ્રકાર કહેવાય છે. આમાં જે જ્ઞાન ભાસી રહ્યું છે તે ‘અયં ઘટઃ' એવા આકારવાળું છે જે ઘટત્વવિશિષ્ટઘટને જણાવતું હોવાથી વિશિષ્ટજ્ઞાન કહેવાય છે. એનું વૈશિષ્ટ્ય આત્મામાં રહ્યું છે. એટલે ઘટજ્ઞાનવાનહમ્ એવા અનુવ્યવસાયને વિશિષ્ટવૈશિષ્ટ્યાવગાહી જ્ઞાન કહે છે. એમાં અન્ય ઘટઃ વગેરે રૂપ વિશેષણતાવચ્છેદક પ્રકારક (=વિશેષણતાવચ્છેદક છે પ્રકાર જેમાં એવું) જ્ઞાન કારણરૂપ છે. જે વિશેષણનું વિશેષણ હોય તે વિશેષણતાવચ્છેદક બને. અયં ઘટઃ એવા જ્ઞાનનું ઘટ એ વિશેષણ છે ને ઘટત્વ એનું (ઘટનું) વિશેષણ છે. તેથી ઘટત્વ એ વિશેષણતાવચ્છેદક છે. ને એ જ અર્થ ઘટઃ જ્ઞાનમાં પ્રકાર છે. માટે અયં ઘટઃ એવું જ્ઞાન વિશેષણતાવચ્છેદક પ્રકારક હોવાથી ઘટજ્ઞાનવાનહમ્ એવા અનુવ્યવસાયનું કારણ હોવાથી એને ઉત્પન્ન કરી શકે છે.
પણ નિર્વિકલ્પકજ્ઞાનમાં ઘટત્વાદિ કોઈ ધર્મ પ્રકાર રૂપે ભાસતો હોતો નથી. (તેથી એ જ્ઞાન વિશેષણતાવચ્છેદકપ્રકારક ન હોવાથી અનુવ્યવસાયને પેદા કરી શકતું નથી.) તેથી નિર્વિકલ્પકમાં ઘટત્વવિશિષ્ટ તરીકે ઘટ જ ભાસતો