________________
ઇન્દ્રિયના વિષયો
જ નિરૂપણ અહીં કરવાનું છે. તે પણ એટલા માટે કે રૂન્દ્રિયાર્થ... ઇત્યાદિ સૂત્રને અનુસરીને આ નિરૂપણ છે.
ઘ્રાણેન્દ્રિયનો ગોચર = વિષય એટલે કે ગ્રાહ્ય. ગન્ધત્વાદિ.... ‘આમાં ‘આદિ’ પદથી સુરભિત્વ વગેરેનો સમાવેશ જાણવો. ગન્ધ પ્રત્યક્ષ હોવાથી તેમાં રહેલી જાતિ પણ પ્રત્યક્ષ જાણવી. ગન્ધના આશ્રયભૂત દ્રવ્યનું ગ્રહણ કરવામાં ઘ્રાણનું સામર્થ્ય નથી એ જાણવું. રસનેન્દ્રિયનો વિષય રસ છે. તે પણ રસત્વાદિ સહિત જાણવો. તથા શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ પણ શબ્દત્વાદિ સહિત જાણવો. ગન્ધ અને રસ આ બન્ને ઉદ્ભૂત જાણવા.
(વિ.) (૧) ઘ્રાણેન્દ્રિયનો વિષય ઃ ગન્ધ, ગન્ધત્વ, ગન્ધાભાવ, સુરભિત્વ, અસુરભિત્વ, સુરભિત્વાભાવ... વગેરે. જે ઇન્દ્રિય જેનું પ્રત્યક્ષ કરે તેમાં રહેલી જાતિ અને તેના અભાવનું પણ તે ઇન્દ્રિય પ્રત્યક્ષ કરે છે.
207
ઘ્રાણેન્દ્રિય ગન્ધના આશ્રયનું પ્રત્યક્ષ કરતી નથી.
પ્રશ્ન ઃ ઘ્રાણેન્દ્રિયથી ‘આ ગુલાબ છે’ એવું જણાય તો છે.... આ ગન્ધાશ્રય-દ્રવ્યનું જ પ્રત્યક્ષ છે ને... ઉત્તર ઃ એ પ્રત્યક્ષ નથી હોતું, પણ સુગંધ પરથી કરેલું ગુલાબનું અનુમાન હોય છે.
પ્રશ્ન ઃ આવું શાના પરથી કહો છો ?
ઉત્તર ઃ પ્રત્યક્ષથી જે જણાય તે વિશેષ રીતે સ્પષ્ટ જણાય છે જ્યારે અનુમાનાદિ પરોક્ષજ્ઞાનથી જે જણાય તે સામાન્ય રીતે જણાય છે. પ્રત્યક્ષૠષ્ટ અગ્નિની જ્વાલાનો રંગ વગેરે ઘણું જણાય છે, ધૂમથી પર્વત પર કરેલા અગ્નિના અનુમાનમાં એવું કશું જણાતું નથી. પ્રસ્તુતમાં પણ ગુલાબનો એની આકાર-રંગ-સાઇઝ વગેરે વિશેષતાઓ વિના સામાન્યબોધ થાય છે, માટે એ પરોક્ષજ્ઞાન છે, પ્રત્યક્ષ નહીં.
રસનેન્દ્રિયવિષય : રસ, રસત્વ, મધુરત્વ, કટુત્વ, રસત્વાભાવ, મધુરત્વાભાવ શ્રોત્રેન્દ્રિયવિષય : શબ્દ, ક, ખ, શબ્દત્વ, કત્વ, ખત્વ, શબ્દાભાવ વગેરે....
ઘ્રાણેન્દ્રિય અને રસનેન્દ્રિય ઉદ્ભૂત ગન્ધ અને રસનું જ ગ્રહણ કરે છે, અનુદ્ભૂત ગન્ધાદિનું નહીં તે જાણવું.
(मु.) उद्भूतरूपमिति । ग्रीष्मोष्मादावनुद्भूतं रूपमिति न तत्प्रत्यक्षम् । तद्वन्ति=उद्भूतरूपवन्ति । योग्येति । पृथक्त्वादिकमपि योग्यव्यक्तिवृत्तितया बोध्यम् । तादृशः = योग्यव्यक्तिवृत्तिरित्यर्थः । चक्षुर्योग्यत्वमेव कथम् ? तदाह-गृह्णातीति । आलोकसंयोग उद्भूतरूपं च चाक्षुषप्रत्यक्षे कारणम् । 'तत्र द्रव्यचाक्षुषं प्रति तयोः समवायसम्बन्धेन कारणत्वं, 'द्रव्यसमवेतरूपादिप्रत्यक्षे स्वाश्रयसमवायसम्बन्धेन, 'द्रव्यसमवेतसमवेतस्य रूपत्वादेः प्रत्यक्षे स्वाश्रयसमवेतसमवायસમ્બન્ધનેતિ।। ૧૪॥ ૬॥
(મુ.) ગીષ્મોષ્માદિમાં અનુર્ભૂત રૂપ હોય છે, માટે એનું પ્રત્યક્ષ થતું નથી. તદ્દન્તિ = ઉદ્ધૃતરૂપવાળાં (દ્રવ્યો પણ ચક્ષુના વિષય છે.) પૃથક્ત્વવગેરે પણ યોગ્ય વ્યક્તિવૃત્તિ હોવા રૂપે વિષય જાણવા. તાદશ = યોગ્યવ્યક્તિમાં રહેલ (સમવાયને આંખ જાણે છે.) (પૃથ વગેરે) ચક્ષુયોગ્ય (=ચક્ષુગ્રાહ્ય) શી રીતે બને છે ? તો કે-આલોકસંયોગ અને ઉદ્ધૃત રૂપ ચાક્ષુષપ્રત્યક્ષમાં કારણ છે. તેમાં દ્રવ્યચાક્ષુષ પ્રત્યે તે બે સમવાયસંબંધથી, દ્રવ્યસમવેત રૂપાદિના પ્રત્યક્ષ પ્રત્યે સ્વાશ્રયસમવાયસંબંધથી અને દ્રવ્યસમવેતસમવેત રૂપત્યાદિના પ્રત્યક્ષ પ્રત્યે સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી કારણ બને છે.
(વિ.) ચક્ષુના વિષયો ઃ (૧) ઉદ્ધૃતરૂપ, ઉદ્ધૃત શુક્લ, રૂપત્વ, શુક્લત્વ, રૂપાભાવ, શુક્લાભાવ, રૂપત્વાભાવ, શુક્લત્વાભાવ.... વગેરે.
(૨) ઉદ્ધૃતરૂપવાળાં દ્રવ્યો....
(૩) પૃથક્ક્સ, સંખ્યા, વિભાગ, સંયોગ, પરત્વાપરત્વ, સ્નેહ, દ્રવત્વ, પરિમાણ, ક્રિયા, સમવાય, પૃથક્ત્વાદિ જાતિઓ અને તેના અભાવ. આ બધાનું ચક્ષુઇન્દ્રિયથી ત્યારે જ પ્રત્યક્ષ થાય છે જ્યારે એ બધા એવા આશ્રયમાં