________________
210
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
નવીનઃ કશું જ નહીં. અથવા આત્મામાં નહીં રહેલ જે શબ્દભિન્ન વિશેષ ગુણ તદ્વત્ત્વને પ્રયોજક માનો. પ્રાચીનઃ રૂપને કારણ માનવમાં લાઘવ થશે. નવીન : તો પછી વાયુનું ત્વગિન્દ્રિયથી પ્રત્યક્ષ નહીં થવાની આપત્તિ આવશે. પ્રાચીનઃ આ તો ઇષ્ટાપત્તિ છે.
નવીનઃ ઉદ્ભતસ્પર્શને જ લાઘવથી કારણ માનો ને! પ્રભાના અપ્રત્યક્ષની જે આપત્તિ આવે એને ઈષ્ટાપત્તિ જ કેમ નથી માનતા? તેથી પ્રભાને જોઉ છું' એની જેમ “વાયને સ્પર્શ છું' એવી પ્રતીતિ પણ વિદ્યમાન હોવાથી વાયુનું પ્રત્યક્ષ પણ સંભવે જ છે. માટે બહિરિન્દ્રિયજન્યદ્રવ્ય પ્રત્યક્ષમાત્રમાં ન રૂપ કે ન સ્પર્શ કારણ છે. વાયુ અને પ્રભાના એકત્વનું ગ્રહણ થાય જ છે. ક્યારેક દ્વિવાદિનું પણ થાય છે. ક્યારેક સંખ્યા-પરિમાણાદિનું ગ્રહણ જે નથી થતું તે દોષના કારણે જાણવું. આ પ્રમાણે નવ્યો કહે છે.
(વિ.) પ્રાચીનો વાયુના સ્પર્શનું પ્રત્યક્ષ માને છે, પણ વાયુનું પ્રત્યક્ષ માનતા નથી, જ્યારે નવ્યનૈયાયિકો વાયુનું પણ પ્રત્યક્ષ માને છે જેમાં રૂપ છે નહીં. એટલે બહિરિન્દ્રિયજન્ય દ્રવ્યપ્રત્યક્ષમાત્ર પ્રત્યે તેઓ રૂપને કારણે માની શકતા નથી. માટે આ ચર્ચા આવી છે. નવ્ય : સત્વે વાસુષપ્રત્યક્ષ, રૂપમાવે વાસુષપ્રત્યક્ષામાવઃ
स्पर्शसत्त्वे स्पार्शनप्रत्यक्षं स्पर्शाभावे स्पार्शनप्रत्यक्षाभावः આવા અન્વયવ્યતિરેક હોવાથી ચાક્ષુષ પ્રત્યે રૂપ ને સ્પાર્શન પ્રત્યે સ્પર્શને કારણે માનવો એ ઉચિત છે. કોઈ પણ બહિરિન્દ્રિયથી જન્ય દ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે કોઈ એક સમાન કારણ માનવું જ જોઈએ એવી જરૂર નથી. અને છતાં એ માનવું હોય તો એટલે કે દ્રવ્યના ચાક્ષુષ અને ત્વાચ બન્ને પ્રત્યક્ષ પ્રત્યે કોઈ અનુગત કારણ માનવું હોય તો આત્મવૃત્તિશમિત્રવિશેષાવત્વ માનો... (આવા ગુણ તરીકે રૂપ અને સ્પર્શ બન્ને આવી શકે છે.)
પ્રાચીન પણ એના કરતાં રૂપને એવું કારણ માનવામાં શરીરકૃત લાઘવ છે ને... નવ્યઃ તો પછી વાયુમાં રૂપ ન હોવાથી એનું ત્વાચપ્રત્યક્ષ નહીં થઈ શકે. પ્રાચીનઃ ઇષ્ટપત્તિ.... વાયુ પ્રત્યક્ષ છે જ નહીં, અનુમેય છે.
નવ્યઃ લાઘવ કરવા રૂપને અનુગત કારણ માનો છો તો એના કરતાં સ્પર્શને જ કારણ માનો ને... એમાં પણ લાઘવ તો છે જ.... ને વાયુનું પ્રત્યક્ષ પણ અસંગત નહીં રહે....
પ્રાચીનઃ પણ તો પછી પ્રભાનું ચાક્ષુષપ્રત્યક્ષ નહીં થાય... કારણ કે એમાં ઉદ્ભતસ્પર્શ નથી. નવ્યઃ વાયુના અપ્રત્યક્ષને ઇષ્ટાપત્તિ માનો છો આના અપ્રત્યક્ષને પણ ઇષ્ટાપત્તિ જ માનો ને ! પ્રાચીનઃ પ્રમાં પશ્યામિ એવી પ્રતીતિ થાય છે તેનું શું? .
નવ્યઃ એમ તો વાયુ શનિ એવી પ્રતીતિ પણ થાય જ છે. એટલે બન્નેનું પ્રત્યક્ષ થતું હોવાથી રૂપકે સ્પર્શ બેમાંથી એકેયને બહિરિન્દ્રિયજન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે અનુગત કારણ તરીકે માની શકાય નહીં.
વળી વાયુનું પણ પ્રત્યક્ષ થાય છે એ જણાવનાર બીજી પણ એક યુક્તિ છે - જેમ, “આ એક (સૂર્યની) પ્રભા છે' એવું પ્રભાગત એકત્વનું પ્રત્યક્ષ થાય છે, એમ “આ એક (પશ્ચિમનો) વાયુ છે. એવું વાયુગત એત્વનું પણ પ્રત્યક્ષ થાય છે. એટલે પ્રજાના પ્રત્યક્ષની જેમ વાયુનું પ્રત્યક્ષ પણ માનવું જોઈએ.
પ્રાચીનઃ તો પછી વાયુગત દ્વિવાદિનું પ્રત્યક્ષ કેમ નથી થતું? નવ્ય : ક્યારેક એ પણ થાય છે જ. પ્રાચીન : મોટે ભાગે તો એ થતું જણાતું નથી.