________________
જ્ઞાનસામાન્યનું કારણ
211 નવ્યઃ બે જુદા જુદા વાયુ વાતા હોવા છતાં વિલક્ષણસંયોગથી એક જેવા થઈને સ્પર્શતા હોવાથી એવું પ્રત્યક્ષ થઈ શકતું નથી. અર્થાત્ આ વિલક્ષણસંયોગ રૂપ દોષના કારણે એનું તથા વાયુના પરિમાણાદિનું પ્રત્યક્ષ થતું નથી એ જાણવું.
(મુક્તાવલીકારે હું કહીને નવ્યોના મતમાં અસ્વરસ વ્યક્ત કરવા દ્વારા દ્રવ્યના બન્ને પ્રત્યક્ષ પ્રત્યે અનુગત કારણ તરીકે રૂપને માનવાનો પોતાનો અભિપ્રાય સૂચિત કર્યો છે.) I/પ૪||
(का.) द्रव्याध्यक्षे त्वचो योगो मनसा ज्ञानकारणम् ।
(मु.) त्वचो योग इति। त्वङ्गनःसंयोगो ज्ञानसामान्ये कारणमित्यर्थः। किन्तत्र प्रमाणम् ? सुषुप्तिकाले त्वचं त्यक्त्वा पुरीतति वर्तमानेन मनसा ज्ञानाजननमिति। ननु सुषुप्तिकाले किं ज्ञानं भविष्यति ? अनुभवरूपं स्मरणरूपं वा ? नाऽऽद्यः, अनुभवसामग्रयभावात्, तथाहि-चाक्षुषादिप्रत्यक्षे चक्षुरादिना सह मनःसंयोगस्य हेतुत्वात् तदभावादेव न चाक्षुषादिप्रत्यक्षम् । ज्ञानादेरभावादेव न मानसं प्रत्यक्षम्, ज्ञानाद्यभावे च आत्मनोऽपि न प्रत्यक्षमिति । व्याप्तिज्ञानाभावादेव नानुमितिः, सादृश्यज्ञानाभावान्नोपमितिः, पदज्ञानाभावान्न शाब्दबोधः, इत्यनुभवसामग्र्यभावानानुभवः उद्बोधकाभावाच्च न स्मरणम्।
(જ્ઞાનસામાન્યનું કારણ) (ક.) ત્વઇન્દ્રિયનો મન સાથે સંયોગ એ જ્ઞાન સામાન્યનું કારણ છે.
(મુ.) (કવ્યાધ્યક્ષે આનો અન્વયે પૂર્વની કારિકામાં રૂપમત્ર રણમ્ સાથે થઈ ગયો છે.) જન્યજ્ઞાન સામાન્ય પ્રત્યે ત્વનઃસંયો એ કારણ છે.
પ્રશ્નઃ એવું માનવામાં શું પ્રમાણ છે?
ઉત્તરઃ સુષુપ્તિકાળમાં ગિન્દ્રિયને છોડીને પુરીતતિ નાડીમાં ગયેલા મનથી કોઈપણ પ્રકારનું જ્ઞાન થતું નથી એ જ એમાં પ્રમાણ છે. (સ્વજન:સંયો નો અભાવ થયો ને જ્ઞાનાભાવ થયો. માટે વજન:સંયોગ જ્ઞાનસામાન્યનું કારણ છે.)
શંકાઃ સુષુમિકાળે જ્ઞાન થાય તો કયું જ્ઞાન થઈ શકે? અનુભવરૂપ કે સ્મરણરૂપ? આધ=અનુભવરૂપ તો નહીં થઈ શકે, કારણ કે અનુભવની સામગ્રીનો અભાવ હોય છે. તે આ રીતે - ચાક્ષુષાદિ પ્રત્યક્ષ પ્રત્યે ચક્ષુ વગેરે ઇન્દ્રિય સાથે મનનો સંયોગ
કારણ છે, અને સુષુપ્તિકાળમાં એનો જ અભાવ હોવાથી ચાક્ષુષપ્રત્યક્ષ નહીં થાય. (પરીતતિનાડીમાં રહેલા મનને જેમ ચક્ષ સાથે સંબંધ નથી એમ સ્પર્શનેન્દ્રિય વગેરે કોઈની સાથે નથી, માટે સ્પાર્શન વગેરે પ્રત્યક્ષ પણ નહીં થાય.) વળી જ્ઞાન વગેરે નથી એટલે જ એ આત્મગુણોનું માનસપ્રત્યક્ષ નહીં થાય, અને એટલે જ આત્માનું પણ માનસપ્રત્યક્ષ નહીં થાય (કારણ કે આત્મવિશેષગુણો હોય તો જ એના યોગે આત્માનું પ્રત્યક્ષ થાય.) તથા, વ્યાતિજ્ઞાન નથી, માટે અનુમિતિ નહીં થાય, સાદૃશ્યજ્ઞાન નથી માટે ઉપમિતિ નહીં થાય, પદજ્ઞાન નથી માટે શાબ્દબોધ નહીં થાય. આમ અનુભવની સામગ્રીનો અભાવ હોવાથી અનુભવ નહીં થાય. વળી ઉદ્ઘોધકનો અભાવ છે. તેથી સ્મરણ પણ નહીં થાય.
(વિ.) સુષુપ્તિકાળે કોઈપણ જ્ઞાન નથી થતું - અર્થાત્ જ્ઞાન સામાન્યાભાવ હોય છે. એની સંગતિ માટે કેટલાક વિદ્વાન્ જ્ઞાનસામાન્યનું કારણ ત્વન:સંયોગ કહી, એના અભાવે જ્ઞાનાભાવ કહે છે. એની સામે શંકાકારનો આશય એ છે કે તે તે જ્ઞાનવિશેષની સામગ્રીનો અભાવ હોવાથી જ્ઞાનવિશેષાભાવકૂટ થાય છે જે જ્ઞાન સામાન્યાભાવની સંગતિ કરી આપે છે. એટલે જ્ઞાન સામાન્ય પ્રત્યે ત્વન:સંયોગને કારણે માનવાની જરૂર નથી. (બાકીનું મુક્તાવલીવત્ જાણી લેવું.)