________________
200
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
સાંખ્ય એ પ્રતીતિ તો. ‘શર્વત્વાશ્રયન વેતન, કન્યધર્માશ્રયતિ, ઘટવ એવા અનુમાનથી બાધિત હોવાથી ચૈતન્યાંશમાં ભ્રમરૂપ છે.
નૈયાયિકઃ એના કરતાં વૃદ્ધિ કર્તુત્વાભાવવતી, નચર્યાશ્રયત્નાત, ઘટવદ્ એવા અનુમાનથી બાધિત માનીને એ પ્રતીતિને કૃતિઅંશમાં ભ્રમરૂપ કેમ નથી માનતા?
એટલે વસ્તુતઃ એ પ્રતીતિ બેમાંથી એકે અંશમાં ભ્રમરૂપ ન હોવાથી જે કર્તા છે એ જ ચેતન છે એ સ્પષ્ટ છે. છતાં, તમારે બુદ્ધિને જ કર્તા માનવી હોય તો અમારો પ્રશ્ન છે કે આ બુદ્ધિ નિત્ય છે કે અનિત્ય?
જો નિત્ય હશે તો પુરુષનો ક્યારેય મોક્ષ નહીં થાય. (કારણ કે તમારા મતે બુદ્ધિની હાજરીથી જ પુરુષનો સંસાર છે.) જો અનિત્ય હશે તો (બુદ્ધિને જન્ય માનવાની હોવાથી એની ઉત્પત્તિ) પૂર્વે પુરુષનો સંસાર હતો નહીં એમ માનવું પડશે. (ને તો પછી, ક્યારેય પુરુષનો સંસાર માની શકાશે નહીં, કારણ કે એવા શુદ્ધ જીવને-મુક્તજીવની જેમ ક્યારેય બુદ્ધિ વગેરે ઉત્પન્ન થઈ શકતા નથી.)
સાંખ્ય વૃદ્ધિ મતના, મવેતનપ્રતિકાત્વાત, પરવત્ આ અનુમાન જણાવે છે કે કર્તા એવી બુદ્ધિમાં ચૈતન્ય સંભવે નહીં.
નૈયાયિકઃ આ અનુમાનનો હેતુ અસિદ્ધ છે. (સાંખ્યઃ અમે એ હેતુ સિદ્ધ કરી આપીએ.
કુદ્ધિ ના વિવિસ્વાત્... કૃતિ વગેરે પરિણામો જન્ય છે, માટે બુદ્ધિ પણ જન્ય છે. હવે જો એ જન્ય છે તો એનું કોઈ કાયમી કારણ જોઈએ. જે પ્રકૃતિ છે. એટલે બુદ્ધિમાં પ્રકૃતિજન્યત્વ હેતુ સિદ્ધ થઈ ગયો.)
(૧) નૈયાયિકઃ જો બુદ્ધિ કર્યા હોય તો એને જન્ય માની જ ન શકાય. કારણ કે કર્તા જન્ય હોવામાં કોઈ પ્રમાણ નથી. (ઉપરથી કર્તાને અનાદિ સિદ્ધ કરી આપે એવો તર્ક છે. તે આ રીતે) વીતરાગન્માતના આ ન્યાયસૂત્ર છે. એનો અર્થ છે સરાગનો જ જન્મ થાય છે. (આત્માને કૃતિ વગેરે પરિણામ થવા પર રાગ થાય છે, રાગના કારણે અદષ્ટ પેદા થાય છે, અદષ્ટના કારણે જન્મ મળે છે. માટે જન્મ સરાગનો જ હોય છે, વીતરાગનો નહીં.) સરાગજીવ સ્તનપાનની પ્રવૃત્તિ કરે છે એની સંગતિ માટે પૂર્વે જણાવી ગયા મુજબ ઇષ્ટસાધનતાના સ્મરણ-સંસ્કારપૂર્વઅનુભવ. આ બધા માટે અનાદિકાલીન જન્મપરંપરા માનવી પડે છે. આમ કર્તા અનાદિ હોવો સિદ્ધ થાય છે. વળી અનાદિ ભાવનો નાશ હોતો નથી, તેથી એ અનંત સિદ્ધ થવાથી નિત્ય સિદ્ધ થાય છે. તેથી કર્તૃત્વ નિત્ય એવા આત્મામાં જ માની શકાય, જન્ય એવી બુદ્ધિમાં નહીં. તેથી પ્રકૃતિ વગેરેની કલ્પના નકામી છે.
સાંખ્યઃ પણ તો પછી, “પ્રકૃતિના ગુણોથી કર્મો કરાય છે, પણ અહંકાર વિમૂઢાત્મા હું કર્તા છું' એમ માને છે.” આવું ભગવદ્ગીતામાં જે કહ્યું છે તેનો વિરોધ થશે તેનું શું?
(૨) નૈયાયિક એ શ્લોકનો વાસ્તવિકાર્થ આવો છે - અદષ્ટના સ્વજન્ય) ઇચ્છા વગેરે ગુણોથી કર્મો કરાય છે. પણ અહંકારવિમૂઢાત્મા હું જ આ બધાનો કર્તા છું.” એમ માને છે. અર્થાત્ હું કર્તા છું એવું માનવામાં મૂઢતા નથી, પણ હું જ કર્તા છું. એવું માનવામાં મૂઢતા છે.
(સાંખ્યઃ એ શ્લોકમાં તો વ કાર છે નહીં, તમે ક્યાંથી ઉપાડી લાવ્યા?)
નૈયાયિક વ કાર છે નહીં, પણ છતાં આવું જ જણાવવાનો ભગવાનનો આશય છે. આ આશય ભગવાને આગળ સ્વયં પ્રકટ કર્યો છે.
अधिष्ठानन्तथा कर्ता कारणश्च पृथग्विधम् ।। विविधाश्च पृथक् चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥ भगवद्गीता ॥