Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 214
________________ પ્રત્યક્ષાદિનાં લક્ષણ 203 * * * * વેદાંતી-ભાટુ .: ઉપરોક્ત પાંચ + અનુપલબ્ધિ પૌરાણિક : ઉપરોક્ત છ + સંભવ + ઐતિહ્ય * હૃષ્ટપુષ્ટ દેવદત્ત દિવસે ખાતો નથી એવું જાણવા પર એની હૃષ્ટપુષ્ટતાની ઉપપત્તિ કરવા માટે જે કલ્પના કરાય કે એ રાત્રે ખાય છે. આ અર્થપત્તિ છે. * પ્રતિયોગી ન જણાતો હોવાથી એના અભાવનો જે બોધ કરવામાં આવે તે અનુપલબ્ધિ. * “આની પાસે 100 રૂ. છે' એવું જાણવા પર “એની પાસે ૫૦ રૂ. તો છે જ આવું જ જણાય છે તે સંભવ. * “આ વડલામાં ભૂત વસે છે' વગેરે અજ્ઞાતમૂળવક્તાવાળી કિંવદન્તીઓ એ ઐતિહ્ય. નૈયાયિક આમાંથી પ્રત્યક્ષાદિ ૪ જ માને છે. શેષનો આ ચારમાં જ અન્તર્ભાવ જાણી લેવો.) (પ્રત્યક્ષનું લક્ષણ) (૧) ઇન્દ્રિયજન્ય જ્ઞાન એ પ્રત્યક્ષ છે. [પદત્ય ભૂમિકામાંથી (પૃ. ૪૦) જોઈ લેવું.]. શંકાઃ અનુમિતિ વગેરે જ્ઞાન પણ મન ઇન્દ્રિયથી જન્ય છે. કારણ કે કોઈપણ જ્ઞાન આત્મમઃ સંયોગ વિના આત્મામાં પેદા થઈ શકતું નથી. તેથી આ લક્ષણ અનુમિતિ વગેરેમાં અતિવ્યાપ્ત છે. સમાધાન ઇન્દ્રિય જેમાં ઇન્દ્રિયત્વેન રૂપેણ કરણ બને.... અર્થાત્ યિત્વચ્છિન્નતા હોય એ પ્રત્યક્ષ કહેવાય આવી વિવેક્ષા છે. એટલે કે લક્ષણ આવું જાણવું. ક્રિયત્નાવચ્છિન્નરપતનિરૂપિત નચતાવતું જ્ઞાન પ્રત્યક્ષ... જ્ઞાનત્વચ્છિન્નશાન (બધાં જ્ઞાન) પ્રત્યે મન મનસ્વેન કારણ છે, ઇન્દ્રિયત્વેન નહીં. માત્ર પ્રત્યક્ષ પ્રત્યેજ તે ઇન્દ્રિયત્વેન કરણ છે. (પ્રશ્નઃ ઈશ્વરપ્રત્યક્ષ નિત્ય હોવાથી એમાં આ લક્ષણની અવ્યાપ્તિ થશે.) ઉત્તરઃ એ આ લક્ષણનું લક્ષ્ય જ નથી. (જીવાત્માઓનું જન્યપ્રત્યક્ષ જ લક્ષ્ય છે.) માટે અવ્યાપ્તિ નથી. ન્યાયસૂત્રમાં પણ ક્રિયાર્થવિત્પન્ન... કહીને જન્યજ્ઞાનને જ લક્ષ્ય બનાવ્યું છે. એ સૂત્રમાં, ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થયેલું અવ્યભિચારિજ્ઞાન પ્રત્યક્ષ છે આટલું લક્ષણ જાણવું. ભ્રમાત્મક જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણ ન કહેવાય માટે “અવ્યભિચારિ’ પદ મૂક્યું છે. અવ્યપદેશ્ય (=નિર્વિકલ્પક) અને વ્યવસાયાત્મક (=સવિકલ્પક) આ બે શબ્દો પ્રત્યક્ષના બે પ્રકાર દર્શાવે છે એ જાણવું. (૨) જીવેશ્વરસાધારણ એવું પ્રત્યક્ષનું લક્ષણ - જ્ઞાન જેનું કરણ નથી એવું જ્ઞાન તે પ્રત્યક્ષ. અનુમિતિ વગેરે જ્ઞાનોમાં ક્રમશઃ વ્યાતિજ્ઞાન, સાટશ્યજ્ઞાન, પદજ્ઞાન, અનુભવજ્ઞાન એ કરણભૂત હોવાથી એ સિવાયનું જ્ઞાન પ્રત્યક્ષ' તરીકે મળી જાય છે. . (मु.) परामर्शजन्यं ज्ञानमनुमितिः । यद्यपि परामर्शप्रत्यक्षादिकं परामर्शजन्यं, तथाऽपि परामर्शजन्यं हेत्वविषयकं यत् ज्ञानं तदेवानुमितिः। न च कादाचित्कहेतुविषयकानुमितावव्याप्तिरिति वाच्यम्, तादृशज्ञानवृत्त्यनुभवत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात्। (અનુમિતિનું લક્ષણ) (મુ) પરામર્શજન્યજ્ઞાન અનુમિતિ છે. જોકે પરામર્શપ્રત્યક્ષાદિ પરામર્શજન્ય છે, તો પણ પરામર્શજન્ય અને હેતુઅવિષયક જે જ્ઞાન તે જ અનુમિતિ આવું લક્ષણ જાણવું.

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244