Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 213
________________ 202 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલ गच्छन् रथः सारथ्यधिष्ठितः, गतिमत्त्वात्) અR =ઝ૬ એવી પ્રતીતિ, એનો આશ્રય = વિષય. અર્થાત્ મર્દ એવી પ્રતીતિનો વિષય આત્મા છે, નહીં કે શરીરાદિ. (વળી એ મનોમાત્રનો વિષય છે એટલે કે) મનોભિન્ન ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો અવિષય છે અને માનસપ્રત્યક્ષનો વિષય છે, કારણ કે (આત્મામાં) રૂપ વગેરેનો અભાવ હોવાથી એ અન્ય (ચક્ષુ વગેરે) ઇન્દ્રિયને અયોગ્ય છે. ૫olી આત્મા વિભુ છે એટલે કે પરમહત્પરિમાણવાળો છે. આ વાત પૂર્વે કહેવાઈ ગઈ હોવા છતાં સ્પષ્ટતા માટે અહીં કહી છે. બુદ્ધિ વગેરે ગુણોવાળો છે. “બુદ્ધિ વગેરે એટલે બુદ્ધિ-સુખ-દુઃખ-ઇચ્છા વગેરે પૂર્વે કહેલા ૧૪ ગુણો જાણવા. () મનુભૂતિઃ સ્મૃતિશ ચાનુભૂતિશતુર્વિથા ૧૨ प्रत्यक्षमप्यनुमितिस्तथोपमितिशब्दजे । (मु.) अत्रैव प्रसङ्गात्कतिपयं बुद्धेः प्रपञ्चं दर्शयति-बुद्धिस्त्विति। द्वैविध्यं व्युत्पादयति-अनुभूतिरिति। एतासां चतसृणां करणानि चत्वारि प्रत्यक्षानुमानोपमानशब्दाः प्रमाणानि' (१-१-३) इति सूत्रोक्तानि वेदितव्यानि। 'इन्द्रियजन्यं ज्ञानं प्रत्यक्षम् । यद्यपि मनोरूपेन्द्रियजन्यं सर्वमेव ज्ञानं, तथाऽपीन्द्रियत्वेन रूपेणेन्द्रियाणां यत्रज्ञाने करणत्वंतत्प्रत्यक्षमिति विवक्षितम्। ईश्वरप्रत्यक्षं तु न लक्ष्यम् 'इन्द्रियार्थसनिकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम्' (न्यायसूत्र - १-१-४) इति सूत्रे तथैवोक्तत्वात्। 'अथवा ज्ञानाकरणकं ज्ञानं प्रत्यक्षम्। अनुमितौ व्याप्तिज्ञानस्य, उपमितौ सादृश्यज्ञानस्य, शाब्दबोधे पदज्ञानस्य, स्मृतावनुभवस्य करणत्वात्तत्र तत्र नातिव्याप्तिः। इदं लक्षणमीश्वरप्रत्यक्षसाधारणम्। (બુદ્ધિનું નિરૂપણ) | (ક) (બુદ્ધિના બે પ્રકાર) અનુભૂતિ અને સ્મૃતિ છે. અનુભૂતિચાર પ્રકારે છે. પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શાબ્દબોધ. () અહીંજપ્રસંગવશાત્ બુદ્ધિનું કંઈક નિરૂપણ કરે છે. બુદ્ધિની દ્વિવિધતાદશવિ છે-અનુભૂતિ અને સ્મૃતિ, એમાં અનુભૂતિના જે ચાર પ્રકાર છે એના ચાર કરણો પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન અને શબ્દ પ્રમાણ છે એ સૂત્રમાં કહેલાં (પ્રત્યક્ષ વગેરે પ્રમાણો) જાણવા. ઇન્દ્રિયજન્યજ્ઞાન પ્રત્યક્ષ છે. જો કે બધું જ્ઞાન મનોરૂપ ઇન્દ્રિયજન્ય હોય છે, તો પણ ઇન્દ્રિયરૂપે ઇન્દ્રિયો જે જ્ઞાનમાં કરણ બની હોય તે પ્રત્યક્ષ.... એવી વિવક્ષા જાણવી. ઈશ્વપ્રત્યક્ષ આ લક્ષણનું લક્ષ્ય નથી. કારણ કે ઇન્દ્રિયાર્થ...' ઇત્યાદિ સૂત્રમાં પણ એ રીતે જ (ઈશ્વપ્રત્યક્ષભિન્ન પ્રત્યક્ષનું જ) લક્ષણ કહ્યું છે. અથવા “જ્ઞાનાકરણક જ્ઞાન પ્રત્યક્ષ' આવું લક્ષણ જાણવું. અનુમિતિમાં વ્યાતિજ્ઞાન, ઉપમિતિમાં સાશ્યજ્ઞાન, શાબ્દબોધમાં પદજ્ઞાન અને સ્મૃતિમાં અનુભવ કરણ હોવાથી તે બધામાં અતિવ્યાપ્તિ નથી. આ લક્ષણ ઈશ્વરપ્રત્યક્ષને પણ આવરી લે છે. ' (વિ.) (આત્મનિરૂપણ પૂર્ણ થયા પછી મનનું નિરૂપણ કરવું જોઈએ. છતાં આત્માના બુદ્ધિ વગેરે ગુણો કહ્યા એટલે બુદ્ધિનું સ્મરણ થયું. તેથી મૃતપેલાડનરંવં પ્રત્વ' આવા પ્રસંગવશાત્ બુદ્ધિનું કંઈક (બધું નહીં, કારણ કે આગળ પણ થોડું કરવાના છે.) નિરૂપણ કરે છે. ભિન્ન-ભિન્નદર્શનકારો અનુભૂતિના અલગ-અલગ પ્રકારો માને છે. ચાર્વાક : પ્રત્યક્ષ. વૈશેષિક, બૌદ્ધ : પ્રત્યક્ષ + અનુમિતિ. નૈયાયિક (એકદેશીય): પ્રત્યક્ષ + અનુમિતિ + ઉપમિતિ. નૈયાયિક : પ્રત્યક્ષ + અનુમિતિ + ઉપમિતિ + શાબ્દબોધ. પ્રભાકર : પ્રત્યક્ષ + અનુમિતિ + ઉપમિતિ + શાબ્દબોધ + અર્થાપતિ

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244