________________
સાંખ્યમત ખંડના
199
(૨) ઉત્તર બુદ્ધિમાં ચેતના (ચૈતન્ય) માની શકાય નહીં, કારણ કે બુદ્ધિ પરિણામી છે, ચૈતન્ય અપરિણામી છે. (આમ સાંખ્યમતનો પૂર્વપક્ષ પૂર્ણ થયો. રૂતિ મનપસ્તમ્ કહીને ગ્રન્થકારે એનું નિરાકરણ સૂચવ્યું છે.)
(मु.) कृत्यदृष्टभोगानामिव चैतन्यस्यापि सामानाधिकरण्यप्रतीतेः, तद्भिन्ने मानाभावाच्च । 'चेतनोऽहं करोमि' इति प्रतीतिश्चैतन्यांशे भ्रम इति चेत् ? कृत्यंशेऽपि किं नेष्यते ? अन्यथा बुद्धेर्नित्यत्वे मोक्षाभावः, अनित्यत्वे तत्पूर्वमसंसारापत्तिः। नन्वचेतनायाः प्रकृतेः कार्यत्वात् बुद्धेरचेतनत्वं, कार्यकारणयोस्तादात्म्यादिति चेत् ? न, असिद्धेः, 'कर्तुर्जन्यत्वे मानाभावात्, वीतरागजन्मादर्शनादनादित्वं, अनादे शासम्भवान्नित्यत्वम्, तत् किं प्रकृत्यादिकल्पनेन? - ૨ -
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहंकारविमूढात्मा कर्ताऽहमिति मन्यते ॥ (भगवद्गीता ३-२७) इत्यनेन विरोध इति वाच्यं, 'प्रकृतेः अदृष्टस्य गुणैः-अदृष्टजन्यैरिच्छादिभिः, कर्ताऽहमिति-कर्ताऽहमेवेत्यस्य तदर्थत्वात्, "तत्रैवं सति कर्तारमात्मानं केवलंतुयः" (भगवद्गीता) इत्यादि वदता भगवता प्रकटीकृतोऽयमुपरिष्टादाशय इति सक्षेपः ।।
(સાંખ્યમતખંડન) (મુ) (સાંખ્યમત અપાસ્ત જાણવો, કારણ કે) કૃતિ-અદષ્ટ અને ભોગની જેમ ચૈતન્યના પણ સામાનાધિકરણ્યની પ્રતીતિ થતી હોવાથી (એ પણ કર્તાનો જ ધર્મ છે.) વળી તભિન્ન=કભિન્ન ચેતન હોવામાં કોઈ પ્રમાણ પણ નથી. “તનો કોનિ' એવી પ્રતીતિ ચૈતન્યઅંશમાં ભ્રમ છે.” એમ જ કહો છો તો કૃતિઅંશમાં પણ એને ભ્રમ કેમ નથી માનતા? અન્યથા (=કર્તા અને ચેતનને ભિન્ન માનો તો) (કર્તા એવી) બુદ્ધિ નિત્ય હશે તો મોક્ષાભાવ થશે અને અનિત્ય હશે તો બુદ્ધિની ઉત્પત્તિ પૂર્વે અસંસાર હોવાની આપત્તિ આવશે. “અચેતન એવી પ્રકૃતિનું કાર્ય હોવાથી બુદ્ધિ અચેતન છે, કારણ કે કાર્ય-કારણનું તાદાભ્ય હોય છે.” એવી શંકા યોગ્ય નથી, કારણ કે (કર્તા એવી) બુદ્ધિ પ્રકૃતિજન્ય છે એવો હેતુ અસિદ્ધ છે, તે પણ એટલા માટે કે કર્તા જન્ય હોવામાં કોઈ પ્રમાણ નથી. વીતરાગનો જન્મ દેખાતો નથી. (તેથી કત) અનાદિ હોય છે. ને અનાદિ (ભાવ)નો નાશ અસંભવિત હોવાથી એ નિત્ય છે. તેથી પ્રકૃતિ વગેરેની કલ્પનાથી સર્યું. - સાંખ્યઃ ભગવદ્ગીતામાં કહ્યું છે કે - “પ્રકૃતિના (માયાના) ગુણોથી (=સત્ત્વ-રજસ્તમોગુણ વડે) બધા કર્મો કરાય છે. (પણ) અહંકાર વિમૂઢાત્મા હું આ બધાનો કર્તા છું. એમ માને છે.” જો પ્રકૃતિ વગેરે નહીં માનો અને પુરુષને કર્તા માનશો તો આ વચનનો વિરોધ થશે તેનું શું?
કનૈયાયિકઃ (તમે આ શ્લોકનો અર્થ બરાબર કર્યો નથી, માટે વિરોધ ભાસે છે. એનો અર્થ આવો છે-) પ્રકૃતિ અદષ્ટ એના ગુણ = અદષ્ટજન્ય ઇચ્છા વગેરે. તથા એ શ્લોકમાં íડદન એવું જે કહ્યું છે એનો અર્થ વર્નાક્રમેવ એવો છે. તેમાં આવું હોવા છતાં જે માત્ર પોતાની જાતને કર્તા માને છે....' ઇત્યાદિ કહેતા ભગવાને આગળ આવો અભિપ્રાય પ્રકટ કર્યો છે. આ પ્રમાણે સાંખ્યમતના નિરાકરણનો સંક્ષેપ જાણવો. " (વિ.) નૈયાયિક કૃતિ સમવાયસંબંધથી જ્યાં રહી હોય ત્યાં જ અદષ્ટ ઉત્પન્ન કરે છે, ને અદષ્ટ સમવાયસંબંધથી
જ્યાં રહ્યું હોય ત્યાં જ ભોગ ઉત્પન્ન કરે છે. (આમાં ભોગ=સુખ-દુઃખનો સાક્ષાત્કાર) આમ કૃતિ-અષ્ટ-ભોગનું સામાનાધિકરણ્ય તો છે જ. “તનોરં જિ એવી પ્રતીતિ ચૈતન્યનું પણ સામાનાધિકરણ્ય જણાવે છે. માટે જે કર્તા છે એ જ ચેતન પુરુષ છે એમ માનવું આવશ્યક છે. વળી, રેતનો ૬ રોમિ, રેતનોડદંગાનામિ આવી બધી પ્રતીતિઓ જ ચેતન તત્ત્વમાં પ્રમાણભૂત છે. આ બધાને ચૈતન્યાંશમાં ભ્રમાત્મક કહી દેશો તો, “કર્તાથી ભિન્ન હું ચેતન છું' એવી તો કોઈ પ્રતીતિ, કર્નભિન્ન ચેતનને જણાવવા માટે પ્રમાણરૂપ છે નહીં. માટે ચેતનો રોમિ પ્રતીતિને અનુસરીને ચેતનને જ કર્તા માનવો જોઈએ.