________________
વેદવયનોનું રહસ્ય
195
(મુ.) મતદાનીં = મોક્ષાવસ્થામાં અભેદને જણાવનાર જે વેદવચન છે તે પણ નિઃખત્યાદિ રૂપે સામ્યને જણાવે છે જેમ કે સંપત્તિ વધી જાય તો “આ પુરોહિત રાજા બન્યો’ એમ કહેવાય છે. તેથી જ “નિરંજન પરમ સામ્યને પામે છે' વગેરે સાંભળવા મળે છે. ઈશ્વર પણ જ્ઞાનાત્મક કે સુખાત્મક નથી, પણ જ્ઞાનાદિનો આશ્રય છે. “નિત્ય વિજ્ઞાન માનવં બ્રહ” ઇત્યાદિમાં પણ વિજ્ઞાન' શબ્દથી જ્ઞાનનો આશ્રય જ કહ્યો છે, (જ્ઞાનસ્વરૂપ નહીં). આ વાત જે સર્વજ્ઞ છે તે સર્વવિછે' ઇત્યાદિ વચનને અનુસરીને છે. માનવં એવું જે કહ્યું છે એનો “આનંદવા” એવો અર્થ છે. અર્શ આદિમાં સમાવિષ્ટ હોવાથી મત્વર્ગીય અન્ન પ્રત્યય લાગ્યો છે. અન્યથા માનન્દ શબ્દ પુલિંગમાં આવત. “બ્રહ્મમાં આનંદ જે કહેવાય છે તે પણ (વાસ્તવિક નથી હોતો, પણ) દુઃખાભાવમાં " ઉપચારથી કહેવાય છે. જેમ ભાર લઈ લેવાતા હું સુખી થયો એવો અનુભવ થાય છે તેમ. અથવા તેમાં ભલે આનંદ હોય પણ તે પોતે આનંદ નથી, કારણ કે સુરવન એ રીતે કૃતિ છે. “એ શ્રુતિનો જેમાં સુખ નથી તે અસુખમ્ એવો અર્થ શા માટે ન કરવો ?" એવી દલીલ યોગ્ય નથી. કારણ કે એમાં બીફિસમાસ કરવાની ક્લિષ્ટ કલ્પના કરવી પડે થાય છે, અને કાનન્દમ માં મર્થી અત્ પ્રત્યયનો વિરોધ થાય છે. આ પ્રમાણે વેદાંતમતના નિરાકરણનો સંક્ષેપ જાણવો.
(વિ.) (વેદાંતી દ્રવિત્ હોવ મતિ વગેરે પંક્તિ મોક્ષદશામાં અભેદને જણાવે છે તેનું શું?).
(૧) નૈયાયિકઃ જેમ બ્રહ્મમાં દુઃખ નથી એમ હવે મુક્ત થયેલા જીવાત્મામાં પણ દુઃખ નથી હોતું વગેરે રૂપે સામ્યને જણાવવા માટે જ એ પંક્તિ છે.
(વેદાંતીઃ જો સામ્ય દર્શાવવું હોય તો બ્રહ્મ રૂવ” કહેત, બ્રહ્મ વ’ નહીં.)
(૨) નૈયાયિકઃ ઉત્કટ સામ્ય હોય ત્યારે અભેદનું પ્રતિપાદન પણ કરાય છે. પુરોહિત પણ ખૂબ વૈભવસમૃદ્ધિ પામી ગયો હોય તો “જો આ પુરોહિત રાજા બની ગયો...”
(વેદાંતીઃ તમારે દૈતવાદ માનવો છે એટલે જે જે અદ્વૈતસૂચક પંક્તિ આવે એનો મન ફાવે તેમ અર્થ કરો છો. બાકી આ પંક્તિ અદ્વૈતને જ જણાવે છે.).
(૩) તૈયાયિક તમારો રોષ-આક્ષેપ બરાબર નથી, અમારે ચેન ન પ્રવળ દૈત સિદ્ધ કરવું છે માટે અમે અર્થ બદલી નાખીએ છીએ એવું નથી, પણ મુક્તાત્મા અને બ્રહ્મ વચ્ચે અભેદ થઈ જતો નથી માત્ર ઉત્કટ સામ્ય થાય છે એ વસ્તુસ્થિતિ છે, માટે જ આવો અર્થ કરીએ છીએ. એટલે જ તો આવી પણ વેદપંક્તિ મળે છે કે – નિરક્શનઃ પરમં સાગમુપૈતિ.... આમાં અવિદ્યાના લેપ વિનાનો નિરંજન બનેલો મુક્તાત્મા બ્રહ્મ સાથે પરમસામ્ય પામે છે. આવું જણાવ્યું છે, “બ્રહ્મ સાથે અભેદ પામે છે એવું નહીં... (વળી ગુરુ-શિષ્ય, જ્ઞાન-અજ્ઞાન, જ્ઞાતાશેય.... આ બધી તત્ત્વવ્યવસ્થા પણ દૈતવાદમાં જ સંભવે છે, અદ્વૈતવાદમાં નહીં. બ્રહ્મવિદ્ બ્રહ્મ જ બની જાય છે” આવું જે કાંઈ શાસ્ત્રમાં લખાયું છે તે જીવાત્માને મોક્ષાર્થ પ્રવૃત્તિ કરવામાં પ્રોત્સાહન મળે એ માટે છે.)
(વેદાંતીઃ જીવાત્મા ભલે નિત્યવિજ્ઞાનસ્વરૂપ નથી.. પણ નિત્ય વિજ્ઞાનમ્.... ઇત્યાદિ દ્વારા ઈશ્વરાત્મા તો નિત્યવિજ્ઞાન-આનંદ સ્વરૂપ હોવો જણાય જ છે ને....
(૪) નૈયાયિક નહીં, એમાં પણ “વિજ્ઞાન' શબ્દનો અર્થ જ્ઞાનાશ્રય કરવો ઉચિત છે. કેમ કે તો જ યઃ સર્વરઃ સ સર્વવિત્' આ પંક્તિનો અર્થ સંગત ઠરે. આમાં ઈશ્વરાત્માને સર્વના જાણકાર (=સર્વના જ્ઞાનવાળા) કહ્યા છે. પણ સર્વજ્ઞાનમય નહીં. (જે સર્વવિષયક વિશેષજ્ઞાનવાનું છે તે સર્વવિષયક સામાન્યજ્ઞાનવાનું છે - આવો એ પંક્તિનો અર્થ છે.) એટલે આ પંક્તિથી ઈશ્વર જ્ઞાનવા સિદ્ધ થતો હોવાથી નિત્યં વિજ્ઞાનનું વગેરે પંક્તિમાં પણ વિજ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાનવાનું (જ્ઞાનાશ્રય) કરવો જ યોગ્ય છે. તેથી ઈશ્વર જ્ઞાનાત્મક નથી. એમ માનન્દમ્ જે કહ્યું છે એનો અર્થ પણ માનન્દવાન્ કરવો પડે છે. કારણ કે મૂળ માનન્દ શબ્દ તો પુલિંગ છે, એ નપુંસકલિંગમાં આવે નહીં. પણ અમોડર્ એ પાણિનીય સૂત્રાનુસારે એને મવર્ગીય મ પ્રત્યય લાગ્યો છે ને તેથી એ વિશેષણ બનવાથી