________________
વેદાંતમત ખંડના
193
(1) જે માણસ ભ્રષ્ટાચારી છે તે ચંડાળ છે..... (2) જે માણસ સદાચારી છે તે દેવ છે..
(1) આ વાક્ય ભ્રષ્ટાચારી માણસ ખરેખરચંડાળ છે એમ નથી જણાવતું, પણ “ચંડાળ જેવો છે એમ જણાવીનિંદા સૂચવી ભ્રષ્ટાચારનો નિષેધ કરે છે. (2) આ વાક્ય સદાચારી માનવીને ખરેખર દેવ હોવો જણાવતું નથી, પણ દેવ જેવો કહી સ્તુતિ કરે છે ને એ દ્વારા સદાચારનું વિધાન કરે છે.
એમ તત્વમસિ’ એ વાક્ય તે પરમબ્રહ્મ એ જ તું છે એવી વાસ્તવિકતા નથી દર્શાવતું, પણ એ પરમબ્રહ્મસદશ તું છે એમ સ્તવના કરે છે. અર્થાત્ જીવાત્મામાં રહેલા બ્રહ્માભેદને નહીં પણ બ્રહ્મસાટશ્યને જણાવે છે.
વેદાંતીઃ જીવાત્મામાં બ્રહ્મસારશ્ય રહ્યું છે એવું જણાવવાનું પ્રયોજન શું? નૈયાયિક : વૈતન્યત્વેન વં પરમેશ્વર માનીસિ તાત્ મોક્ષાર્થ યત્ન રુ આ પ્રયોજન છે.
જીવ જેમ જેમ વધુ સમર્પણ કરતો જાય તેમ તેમ વધુ ભક્તિ થાય છે. એમ સમર્પણ કરતાં કરતાં છેવટે હું મારી જાતનું સમર્પણ કરું છું એવો ભાવ પ્રગટે છે. ને ત્યારબાદ એમાં પણ આગળ વધતાં હું તું જ છું એવી ઉત્કૃષ્ટ ભાવના પ્રગટે છે. પણ આ અભેદની પણ મેમાનચૈવ રચતિતવ્યમ્' ઇત્યાદિ દ્વારા ભાવના જ કરવાની કહી છે, વાસ્તવિકતામાનવાની નહીં. આ અભેદની ભાવનાથી માયાનાં બંધનો છૂટવા માંડે છે અને આત્મા મુક્ત થવાથી બ્રહ્મામાં લય પામે છે. એટલે કે સર્વસાદયથી મળી જાય છે. (ઈશ્વરથી ભેદ-જુદાઈ-બૂરાઈના કારણે માયાનાં બંધનો છે.)
અભેદ એ વાસ્તવિકતા નથી, માટે જ “બધા આત્માઓ સમર્પિત થયા છે એ વાત સંગત ઠરે.... ભેદ હોય ત્યાં જ સમર્પણ સંભવે, અભેદમાં નહીં.
(मु.) मोक्षदशायामज्ञाननिवृत्तावभेदोजायत इत्यपिन, भेदस्य नित्यत्वेन नाशासम्भवात्,' भेदनाशेऽपि व्यक्तिद्वयं स्थास्यत्येव । न च द्वित्वमपि नश्यतीति वाच्यं, तव निधर्मके ब्रह्मणि सत्यत्वाभावेऽपि सत्यस्वरूपं तदितिवत् द्वित्वाभावेऽपि व्यक्तिद्वयात्मकौताविति सुवचत्वात् । 'मिथ्यात्वाभावोऽधिकरणात्मकस्तत्रसत्यत्वमिति चेत् ? एकत्वाभावो व्यक्तिद्वयात्मको द्वित्वमित्यप्युच्यताम्, "प्रत्येकमेकत्वेऽपि पृथिवीजलयोन गन्ध इतिवदुभयं नैकमित्यस्य सर्वजनસિદ્ધત્વાત્ |
(મુ.) વેદાંતીઃ મોક્ષદશામાં અજ્ઞાન નિવૃત્ત થવાથી અભેદ થઈ જાય છે.
નૈયાયિકઃ એવું પણ નથી, કારણ કે ભેદ નિત્ય હોવાથી એનો નાશ સંભવતો નથી. (કદાચ) ભેદનાશ થાય તો પણ બે વ્યક્તિ તો ઊભી જ રહે છે.
વેદાંતી એ વખતે દ્ધિત્વ પણ નાશ પામે છે.
તૈયાયિક તારા નિર્ધર્મક(=નિર્ગુણ બ્રહામાં સત્યત્વનો અભાવ હોવા છતાં જેમ એ સત્યસ્વરૂપ છે એમ કહેવાય છે તેમ દ્ધિત્વનો અભાવ હોવા છતાં તે બે, બે વ્યક્તિ સ્વરૂપ છે' એમ કહી શકાય છે.
વેદાંતીઃ બ્રહ્મમાં અધિકરણાત્મક જે મિથ્યાત્વાભાવ છે એ જ સત્યત્વ છે... નૈયાયિક વ્યક્તિદ્વયાત્મક જે એકત્વાભાવ છે એને જ દ્ધિત્વ પણ કહો ને...
બે વ્યક્તિ બન્ને એક-એક હોવા છતાં, જેમ “પૃથ્વી-જળ બન્નેમાં ગન્ધ નથી એવું કહી શકાય છે તેમ “એ બન્ને એક નથી' એમ કહી શકાય છે એ સર્વજનસિદ્ધ છે. (આ જ એમાં રહેલ એકત્વાભાવ છે.)
(વિ.) વેદાંતીઃ (૧) સંસારદશામાં જ્ઞાન-અજ્ઞાન, સુખ-દુઃખ વગેરેના કારણે ભલે ભેદ રહ્યો... મોક્ષમાં એ ન હોવાથી ભલે ને અભેદ થઈ જાય...