________________
192
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (मु.) 'सत्यं ज्ञानं-इति तु ब्रह्मपरं, जीवे तु नोपयुज्यते, ज्ञानाज्ञानसुखि(त्वदुःखि)त्वादिभिर्जीवानां भेदसिद्धौ सुतरामीश्वरभेदः सिद्ध्यति । अन्यथा बन्ध-मोक्षव्यवस्थाऽनुपपत्तेः । 'योऽपीश्वराभेदबोधको वेदः सोऽपि तदभेदेन तदीयत्वं प्रतिपादयस्तौति, अभेदभावनयैव यतितव्यमिति वदति । अत एव 'सर्वे आत्मानः समर्पिताः' इति श्रूयते।
(મુ) સત્યજ્ઞાન. ઇત્યાદિ શ્રુતિવાક્ય બ્રહ્મપરક છે, જીવ અંગે એનો કોઈ ઉપયોગ નથી. “જ્ઞાન-અજ્ઞાન, સુખિત્વ-દુઃખિત્વ વગેરેથી જીવોનો ભેદ સિદ્ધ થયે સુતરાં નિર્વિવાદપણે ઈશ્વરનો ભેદ સિદ્ધ થઈ જાય છે. નહીંતર બળે મોક્ષની વ્યવસ્થા અસંગત થઈ જાય. જે ઈશ્વરનો અભેદ દર્શાવનાર વેદવાક્ય છે તે પણ તેનો અભેદ જણાવવાધારા તદીયત્વનું પ્રતિપાદન કરવા સાથે સ્તવના કરે છે, તથા અભેદભાવનાથી જ પ્રવર્તવું એમ જણાવે છે. તેથી જ બધા આત્માઓ સમર્પિત છે વગેરે વાતો સંભળાય છે.
(વિ.) (વેદાંતીઃ તમે વેદને માનો છો. વેદમાં કહ્યું છે કે સત્યં જ્ઞાનં.. આત્મા જ્ઞાન સ્વરૂપ છે...)
(૧) નૈયાયિકઃ આ શ્રુતિ તો બ્રહ્મપરક છે. અર્થાત્ બ્રહ્મનું વર્ણન કરે છે. જીવાત્માનું નહીં. માટે જીવાત્માના સ્વરૂપની વિચારણામાં એનો કોઈ ઉપયોગ નથી.
(વેદાંતીઃ મતીયં બ્રહ..... કહ્યું છે તેનું શું?
નૈયાયિકઃ એનાથી એક બ્રહ્મસદશઅપરબ્રહ્મનો નિષેધ થાય છે. પણ બ્રહ્મથી ભિન્નકોઈજીવાત્મા પણ નથી એવો નિષેધ થતો નથી. તે પણ એટલા માટે કે, જીવાત્માઓ કરતાં ઈશ્વરનો ભેદ સિદ્ધ થઈ જાય છે. તે આ રીતે).
(૨) વિશ્વમાં કોઈક જ્ઞાની-કોઈક અજ્ઞાની, કોઈક સુખી-કોઈક દુઃખી વગેરે જુદા જુદા પ્રકારના જીવો જોવા મળે છે. એનાથી જીવાત્માઓ પરસ્પર જુદા જુદા છે એ સિદ્ધ થાય છે. અને એ સિદ્ધ થવા પર, આવા અનંતા જીવાત્માઓ સાથે એક ઈશ્વરનો અભેદ ઘટતો ન હોવાથી (એકનો અનેક સાથે અભેદ ન સંભવે) ભેદ હોવો પણ સિદ્ધ થઈ જાય છે.
જો ઈશ્વરાત્માનો જીવાત્માઓ જોડે અને જીવાત્માઓનો પરસ્પર ભેદ ન માનો તો બંધ-મોક્ષની વ્યવસ્થા જ ખોરવાઈ જશે. તે આ રીતે -
જો ઈશ્વરાત્મા અનાદિશુદ્ધ-મુક્ત છે તો બધા જીવાત્માઓ અનાદિશુદ્ધ-મુક્ત થઈ જાય. તો પછી એ ક્યારેય બદ્ધ જ ન હોવાથી મુક્ત પણ ન કહેવાય. (બદ્ધ હોય તે મુક્ત થાય.) અને બ્રહ્મ જો બદ્ધ હોય તો એને અનાદિશુદ્ધ નહીં કહેવાય. તથા એ બદ્ધ બ્રહ્મ ક્યારેય મુક્ત નહીં થાય, કારણ કે જે અનેક જીવાત્માઓ સાથે એ અભેદ ધરાવે છે એમાંના કેટલાક મુક્ત થવા છતાં કેટલાક તો બદ્ધ હોય છે જ. આમ બન્ધ-મોક્ષની વ્યવસ્થા અસંગત થઈ જાય છે.
એટલે બ્રહ્મ તો સદાનો શુદ્ધ-બુદ્ધ-મુક્ત છે. જીવાત્મા બદ્ધ છે. તથા બદ્ધ જીવાત્માની મુક્તિ માટે રચાયેલાં શાસ્ત્રો પરથી પણ ઈશ્વરાત્માથી જીવાત્મા જુદો છે એ સિદ્ધ થઈ જાય છે.
(વેદાંતીઃ આ શાસ્ત્રો તો જીવાત્માને બ્રહ્મનું સ્વરૂપ સમજાવવા માટે છે.
નૈયાયિકઃ આવું શાસ્ત્રજ્ઞાન કરે કોણ? તમારા મતે જીવાત્મા તો કોઈ છે નહીં, ને બ્રહ્માને સ્વયં શુદ્ધ હોવાથી આવા શાસ્ત્રજ્ઞાનની જરૂર નથી....
વેદાંતીઃ “તત્વમસિ' “માં બ્રહS’ વગેરે વેદવાક્યો જીવાત્મા અને બ્રહ્મના અભેદને જણાવે છે તેનું શું?)
(૩) નૈયાયિક: આ વેદપંક્તિઓ પણ તમે તત્ તમ્' એવું જણાવવા માટે નથી, પણ તલીય ત્વનું એમ જણાવવા દ્વારા સ્તુતિ કરવા માટે છે. આશય એ છે કે આ સ્તુતિવાક્ય છે, આવા વાક્યો વસ્તુસ્થિતિ નથી બતાવતા, પણ નિંદા-પ્રશંસાદિ કરીને વિધિ-નિષેધનું સૂચન કરનારા હોય છે. જેમ કે,