Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 207
________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી વિશેષ્યવાચક વ્રજ્ઞ પદને અનુસરીને નપુંસકલિંગમાં આવ્યો છે. માટે એ પણ ઈશ્વરને સુખાત્મક નહીં, પણ સુખવાન્ જણાવે છે. (વેદાંતી : પણ આ રીતે તમે ઈશ્વરમાં સુખ માનો છો ?) (૫) મૈયાયિક : આ સુખ પણ જે કહેવાય છે તે વાસ્તવિક સુખ નથી, પણ દુઃખાભાવમાં ઉપચરિત છે. જેમ ભાર હઠાવી લેવા પર હા... આ... શ એમ સુખનો અનુભવ થાય છે એ કાંઈ વાસ્તવિક સુખ નથી હોતું, પણ ભારના દુઃખનો અભાવ જ હોય છે તેમ. (વેદાંતી ઃ તો તો ઘટમાં રહેલા દુઃખાભાવનો પણ સુખ તરીકે ઉપચાર કરો ને ! વળી આનંદ તરીકે દુઃખાભાવ સમજવામાં લક્ષણા કરવાનું ગૌરવ પણ છે.) (૬) નૈયાયિક : તો ભલે ઈશ્વરાત્મામાં આનંદ હોવો સિદ્ધ થતો, પણ એ સ્વયં તો આનંદ સ્વરૂપ નથી જ. કારણ કે બ્રહ્મનું સ્વરૂપ વર્ણવતાં-અનળુ અમહત્ અન્નત્યં અતીર્થં અશરીર અશ્રૂતં અમુä, અવુાં... કહ્યું છે. આમાં ‘અમુä’ કહ્યું છે એ જ જણાવે છે કે એ સુખસ્વરૂપ નથી. વેદાંતી : ન સુવું કૃતિ અનુવમ્... એવો નઋત્પુરુષ ન કરતાં ન વિદ્યતે સુવું યસ્ય.... એવો બહુવ્રીહિ સમાસ કરવો જોઈએ. જેથી એનું સુખ નથી, પણ એ સુખ છે એવો અર્થ થઈ શકશે. 196 (૭) નૈયાયિક : તત્પુરુષને બદલે બહુવ્રીહિ સમાસ કરવામાં ક્લિષ્ટ કલ્પના છે. :: તે પણ (વેદાંતી : બહુવ્રીહિ અન્યપદપ્રધાન હોવાથી એમાં લક્ષણા કરવી પડે છે જેને તમે ક્લિષ્ટકલ્પના કહો છો. પણ એ દોષ તો નઞ તત્પુરુષમાં પણ છે જ. કેમકે એમાં પણ નગ્ની અભાવવામાં લક્ષણા કરવી પડે એટલા માટે કે અનુષં બ્રહ્મ વગેરેના સામાનાધિકરણ્યનો નિર્વાહ કરવા માટે સુલામાવવત્ વ્રહ્મ એવો અર્થ કાઢવા નો અર્થ અભાવવાન્ કરવો આવશ્યક બને છે.) नञ् (૮) નૈયાયિક : અતુલ જેમાં આવે છે એમાં અન્ય જે અશરીર વગેરે શબ્દો છે એ બધામાં નઞ તત્પુરુષ છે. એટલે આમાં એકમાં જ જો બહુવ્રીહિ માનીએ તો પ્રકરણનો વિરોધ થાય છે. વળી બહુવ્રીહિ કરીએ એટલે એનો અર્થ થાય ‘સુખ વિનાના...’ તો તો પછી ‘આનંદવાળા’ એવો અર્થ વિરુદ્ધ થઈ જવાથી આનન્દ્રમ્ શબ્દમાં જે મત્વર્થીય અર્ પ્રત્યય લાગ્યો છે તે અસંગત જ થઈ જાય... માટે ઈશ્વરાત્માને પણ જ્ઞાનમય સુખમય માની શકાતો નથી એ જાણવું. (मु.) एतेन - प्रकृतिः कर्त्री, पुरुषस्तु पुष्करपलाशवन्निर्लेपः, किन्तु चेतनः, 'कार्य-कारणयोरभेदात्कार्यनाशे सति कार्यरूपतया तन्नाशोऽपि न स्यादित्यकारणत्वं तस्य, 'बुद्धिगतचैतन्याभिमानान्यथाऽनुपपत्त्या तत्कल्पनम् । 'बुद्धिश्च प्रकृतेः परिणामः, सैव महत्तत्त्वमन्तःकरणमित्युच्यते, तत्सत्त्वासत्त्वाभ्य पुरुषस्य संसारापवर्गों, 'तस्या एवेन्द्रियप्रणालिकया परिणतिर्ज्ञानरूपा घटादिना सम्बन्धः, 'पुरुषे कर्तृत्वाभिमानो बुद्धौ चैतन्याभिमानश्च भेदाग्रहात् । (સાંખ્યમત) (મુ.) તેન = પુરુષને જ્ઞાનવાન્ સિદ્ધ કર્યો એનાથી (તથા આગળ પણ જે દલીલ આપશે એનાથી) સાંખ્યનો નિમ્નોક્ત મત અપાસ્ત જાણવો. સાંખ્ય ઃ 'પ્રકૃતિ કર્તા છે પુરુષ તો પુષ્કર કમળના પત્રની જેમ નિર્લેપ છે, પણ ચેતન છે. કાર્ય-કારણનો અભેદ હોવાથી કાર્યનાશે એનો પણ કાર્યરૂપે નાશ ન થઈ જાય એ માટે એને અકારણ મનાયો છે. બુદ્ધિમાં જે ચૈતન્યનું અભિમાન થાય છે તે અન્યથા અસંગત રહેતું હોવાથી પુરુષની કલ્પના કરવામાં આવે છે. 'બુદ્ધિ એ પ્રકૃતિનો પરિણામ છે. તે જ મહત્ત્તત્ત્વ-અંતઃકરણ કહેવાય છે. તેની=બુદ્ધિની *તેન નો અન્વય પૃષ્ઠાંક (૧૯૮) પર આવેલા અવાસ્તમ્ સાથે જાણવો.

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244