________________
190
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
નૈયાયિક : તો પછી ભાવી કોઈ વિજ્ઞાનક્ષણમાં સ્મરણ શી રીતે થઈ શકશે ?)
(૭) બૌદ્ધ : જે વિજ્ઞાનક્ષણમાં સ્મરણ થયું તેની પૂર્વવિજ્ઞાનક્ષણમાં એક વિશેષ પ્રકારનો અતિશય માનીએ છીએ. અર્થાત્ આ ઉપાત્ત્વવિજ્ઞાન ક્ષણ, એ પૂર્વની વિજ્ઞાનક્ષણો કરતાં વિશિષ્ટકાર્યજનનની શક્તિરૂપ કંઈક એવી વિશેષતા ધરાવે છે કે જેથી પોતાના પછીની વિજ્ઞાનક્ષણમાં સ્મરણ થઈ શકે.
નિયાયિક ઃ આવું કુર્વદ્રપત્વ તો કોઈપણ ક્ષણમાં ઉત્પન્ન થઈને પછીની ક્ષણમાં સ્મરણ પેદા કરી દેશે...
:
બૌદ્ધઃ ધારો કે ૧૦૦મી વિજ્ઞાનક્ષણમાં સ્મરણ થયું. તો એનું કુર્વદ્નપત્વ ધરાવનાર વિજ્ઞાનક્ષણ માત્ર ૯૯મી ક્ષણ જ છે. એટલે ૯૯મી વિજ્ઞાનક્ષણ પણ પૂર્વની ૯૮ ક્ષણો કરતાં વિશિષ્ટ જ છે. એને આવી વિશિષ્ટ ઉત્પન્ન કરવાનું કુર્વદ્ભૂપત્વ માત્ર ૯૮મી ક્ષણમાં જ છે, પૂર્વની ૯૭ની ક્ષણોમાં નહીં.... એમ પૂર્વ-પૂર્વની ક્ષણોમાં જાણવું. આમ સ્મરણોત્પાદક કુર્વદ્ભૂપત્વ માત્ર ૯૯મી ક્ષણમાં જ ઉત્પન્ન થતું હોઈ પૂર્વની જે તે ક્ષણમાં તે ઉત્પન્ન થવાની આપત્તિ નથી. તેમ જ એ દરેક ક્ષણોમાં સ્મરણોત્પાદક સામગ્રીના બંડલો લઈને ચાલવાની આપત્તિ નથી.]
(૮) નૈયાયિક : અમુક ક્ષણમાં જ કુર્વધૂપત્વ ઉત્પન્ન થાય ને અન્ય ક્ષણોમાં નહીં એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. (બૌદ્ધ : હાર્યોત્પત્તિનેવ પ્રમાળમ્... ાયંવર્ગનાાળ જ્ગ્યતે.... ૧૦૦મી ક્ષણે જ સ્મરણ થયું એ જ જણાવે છે કે ૯૯મી ક્ષણમાં જ કુર્વવ્રૂપત્વ હોવું જોઈ.. ક્ષેત્રપતિત બીજની ઉત્તરક્ષણમાં અંકુરોત્પત્તિરૂપ કાર્યદર્શન છે એનાથી એ ક્ષેત્રપતિત બીજમાં કુર્વદ્નપત્વ ધર્મ સિદ્ધ થઈ જાય છે. જે કુસૂલસ્થ બીજમાં નથી.)
(૯) નૈયાયિક : આમાં કલ્પનાગૌરવ છે. દૃશ્યકારણોથી કાર્યોત્પત્તિનું ઉપપાદન થઈ શકે છે તો વધારામાં (કુર્વવ્રૂપત્વ નામનું) અદૃશ્યકારણ માનવું એમાં ગૌરવ સ્પષ્ટ છે. આશય એ છે કે ક્ષેત્રપતિતબીજથી અંકુરોત્પત્તિ થાય છે, કુસૂલસ્થબીજથી એ થતી નથી. આની સંગતિ કરવા માટે તમે ક્ષેત્રપતિતબીજમાં કુદ્રુપત્વ છે ને કુસૂલસ્થબીજમાં તે નથી એવી કલ્પના કરો છો. પણ આવી કલ્પના વગર પણ આ સંગતિ તો થઈ શકે છે. જેને સહકારીનું સમવધાન હોય એનાથી કાર્યોત્પત્તિ થાય અને જેને સહકારીનું સમવધાન ન હોય એનાથી કાર્યોત્પત્તિ ન થાય. ક્ષેત્રપતિતબીજને ધરણી-સલિલાદિ સહકારીનું સમવધાન હોવાથી અંકુરોત્પત્તિ થાય છે, કુસૂલસ્થબીજને ધરણી-સલિલાદિ સહકારીનું સમવધાન ન હોવાથી અંકુરોત્પત્તિ થતી નથી. તો પછી અતીન્દ્રિય એવું કુર્વદ્મપત્વ કલ્પવાની શી જરૂર છે ? અનન્યથાસિદ્ધ-અવશ્યવૃત કારણ માટે આ નિયમ છે કે તરસનસામગ્રીસત્ત્વપિ તદ્વિતમ્ને જાવિતમ્નઃ કુર્વધૂપત્વના વિલંબે કાર્યવિલંબ કાંઈ દેખાતો નથી કે જેથી એને કારણ માનવું પડે. ઊલટું, કુર્વદ્નપત્વ હોવા છતાં ધરણ-સલિલાદિ ઇતરસામગ્રી ન હોય તો કાર્યવિલંબ દેખાય છે, માટે ધરણિ-સલિલાદિ ઇતરસામગ્રી જ કારણ છે, કુર્વદ્ભૂપત્વ નહીં. બૌદ્ધ : જ્યાં ધરણિ-સલિલાદિ નથી ત્યાં અમે કુર્વધૂપત્વ હોવું ાનતા જ નથી. અને એ ન હોવાથી જ કાર્ય
થતું નથી.
નૈયાયિક : એટલે એનો અર્થ એ થયો કે જ્યાં ઇતરસામગ્રી હોય ત્યાં કુર્વવ્રૂપત્વ આવે ને એનાથી કાર્ય થાય. જ્યાં ઇતરસામગ્રી ન હોય ત્યાં કુદ્રુપત્વ ન આવે ને તેથી કાર્ય ન થાય. આવો તમારો મત છે, વળી, પ્રત્યક્ષથી તો કુર્વદ્નપત્વ હોવું-ન હોવું દેખાતું નથી. પ્રત્યક્ષથી તો ઇતરસામગ્રી છે-કાર્ય થયું.... નથી-તો કાર્ય ન થયું... આટલું જ દેખાય છે. ને એટલાથી જ સંગતિ થઈ જાય છે. તો પછી કુર્વપત્વ નામના ફોગટીયા-વચેટીયાને માનવાની જરૂર જ શી છે ? નાહકનું ગૌરવ કરવું...
(मु.) एतेन क्षणिकशरीरेष्वेव चैतन्यं प्रत्युक्तं, गौरवात्, अतिशये मानाभावाच्च । बीजादावपि सहकारिसमवधानासमवधानाभ्यामेवोपपत्तेः कुर्वद्रूपत्वाकल्पनात् ।