Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 199
________________ 188 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી न, तदुत्पादकाभावात्, चितामेवोत्पादकत्वे संस्कारानन्त्यप्रसङ्गः । क्षणिकविज्ञानेष्वतिशयविशेषः कल्प्यत इतिचे? ન, “ભાનામાવાન્ પુનાવાત્ | (મુ) અપોહરૂપનીલ—વગેરે વિજ્ઞાનધર્મ છે એવો જવાબ આપવો, કારણકે નીલવગેરે વિરુદ્ધ ધર્મોએક (વિજ્ઞાનમાં) રહી શકતા નથી, ઇતરથા (જો એ એકત્ર રહી જતા હોય તો) વિરોધનું અવધારણ જ દુરુપપાદ થઈ જશે. વળી વાસનાનો સંક્રમ પણ સંભવતો નથી, કારણકે માતા-પુત્રમાં પણ વાસનાનો સંક્રમથવાની આપત્તિ આવે છે. ઉપાદાનોપાદેયભાવ એમાં નિયામક છે, (અર્થાતુ ઉપાદાનની વાસના જ) ઉપાદેયમાં સંક્રમી શકે એવો નિયમ ઉક્ત આપત્તિ નહીં આવવા દે” એમ ન કહેવું. કારણ કે વાસનાનો સંક્રમ સંભવતો નથી. ““ઉત્તરવિજ્ઞાનમાં ઉત્પત્તિ એ જ સંક્રમ છે” એવી માન્યતા પણ યોગ્ય નથી, કારણ કે તેનો કોઈ ઉત્પાદકનથી. વિજ્ઞાનક્ષણોને જ ઉત્પાદકમાનવામાં અનંતસંસ્કાર માનવાનું ગૌરવ થાય છે. “ક્ષણિકવિજ્ઞાનોમાં અતિશયવિશેષ કલ્પવામાં આવે છે” એવી શંકા પણ યોગ્ય નથી. કારણ કે એવા અતિશયવિશેષમાં કોઈ પ્રમાણ નથી, તથા કલ્પનાનું ગૌરવ છે. | (વિ.) (૧) બૌદ્ધ -(પ્રથમક્ષણના વિજ્ઞાનનો સ્વભાવ છે પ્રથમણીયત્વ બીજી ક્ષણના વિજ્ઞાનનો સ્વભાવ છે દ્વિતીયક્ષયત્વ પુત્ર વિરુદ્ધત્વમવિયોરનવસ્થાન”... બે વિરુદ્ધ સ્વભાવ એક વસ્તુમાં રહી શકતા નથી. તેથી મવમેવાતું વસ્તુમે .... એટલે અમે પ્રથમ વિજ્ઞાનક્ષણ કરતાં દ્વિતીયવિજ્ઞાનક્ષણને અલગ માનીએ છીએ ને તેથી તે તે દરેક ક્ષણ એક ક્ષણ જ રહેતી હોવાથી ક્ષણિકવાદ સ્વીકારીએ છીએ. પણ, એક જ જગ્યાએ બે વિરુદ્ધ સ્વભાવ ન રહે એ જે વાત છે તે ભાવાત્મક સ્વભાવદ્વય માટે છે... અભાવાત્મક સ્વભાવય માટે એવો નિયમ નથી. તેથી નીલત્વ-પીતત્વ વગેરેને ભાવાત્મક માનીએ તો એ બે એક વિજ્ઞાનમાં ન રહી શકે એ બરાબર.. પણ એ જો અભાવાત્મક હોય તો એક વિજ્ઞાનમાં ખુશીથી રહી શકે છે. એમાં કોઈદોષ નથી. એટલે) અમે નીલવિજ્ઞાનમાં રહેલનીલત્વને અનીલવ્યાવૃત્તિનીલાપોહ સ્વરૂપમાનીએ છીએ. એમ પીતત્વ= પીતાપોહ અપીતાવ્યાવૃત્તિ. આનીલાપોહ અને પીતાપોહઅભાવાત્મક હોવાથી એક જ સમૂહાલંબનજ્ઞાનમાં રહેવામાં કોઈ વાંધો નથી. (“અનીલવ્યવૃત્તિ' શબ્દને સમજી લઈએ. અનીલ નીલભિન્ન, વ્યાવૃત્તિ = ભેદ. તેથી અનીલવ્યાવૃત્તિ = નીલભિન્નનો ભેદ. નીલભિન્ન છે પીત વગેરે... એ બધાનો ભેદ નીલમાત્રમાં છે. વળી નીલત્વ પણ નીલમાત્રમાં છે. એટલે, જ્યાં જ્યાં નીલત્વ છે ત્યાં ત્યાં નીલભિન્નભેદ છે. ને જ્યાં જ્યાં નીલભિન્નભેદ છે ત્યાં ત્યાં નીલત્વ છે. તેથી નીલત્વ = નીલભિન્નનો ભેદ = અનીલવ્યાવૃત્તિ = નીલાપોહ.) (૨) નૈયાયિક - જ્યાં ઢં ગીત બુદ્ધિ થાય છે ત્યાં વીત બુદ્ધિ થતી નથી, એમ, જ્યાં વં વીતં બુદ્ધિ થાય છે ત્યાં રૂદ્ર નીd બુદ્ધિ થતી નથી, આ અનુભવ જણાવે છે કે નીલત્વ અને પીતત્વ એ બંને પરસ્પર વિરુદ્ધ છે. અને તેથી એ બંનેનો એકત્ર સમાવેશ થઈ શકે જ નહીં. પરસ્પર વિરુદ્ધ ધર્મોનો પણ જો એકત્ર સમાવેશ થઈ શક્તો હોય તો તો વિરોધ જેવી ચીજ જ દુનિયામાં ન રહે. અર્થાત્ જળથી અગ્નિ વિરુદ્ધ છે એમ કહી શકાશે નહીં. પણ વિરુદ્ધ તો છે જ. તેથી પરસ્પર વિરુદ્ધ ધર્મો એકત્ર રડી શકતા ન હોવાથી એક વિજ્ઞાનમાં પરસ્પર વિરુદ્ધ એવા નીલત્વ-પીતત્વાદિ ધર્મો રહેલા માની શકાતા નથી. (વળીએ ખ્યાલમાં રાખવું કે અગ્નિ-જળનો પરસ્પર વિરોઘ વિષય તરીકે નથી, પણ વસ્તુ તરીકે છે. તેથી અગ્નિ-જળ એક જ્ઞાનના વિષય બની શકે છે પણ એ બંને એક જ વિજ્ઞાન બની જાય એવું બની શકતું નથી. એમ નીલ-પીત વગેરે એક (સમૂહાલંબન) વિજ્ઞાનના વિષય બની શકે છે, પણ એક જ વિજ્ઞાનના અભિન્ન આકાર બની શક્તા નથી. એટલે...

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244