Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 197
________________ 186 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (નૈયાયિકઃ સુષુમિમાં તો મયં પટઃ વગેરે કોઈ આકારવાળા જ્ઞાનનો અનુભવ ન હોવાથી એ વખતે આત્માનો અભાવ માનવો પડશે...) (૫) બૌદ્ધ એ વખતે પ્રવૃત્તિવિજ્ઞાનધારા ન હોવા છતાં, અર્થાત્ આકારો લય પામી ગયા હોવા છતાં, ‘મદ ‘માં’ એવી આલયવિજ્ઞાનધારા હોય જ છે જે આત્મા છે. ઉંઘમાં પણ અનુભવ છે માટે તો કહેવાય છે કે “આજે મને બહુ સારી ઉંઘ આવી.' એટલે અહંત્વાકાર તો ઊભો જ રહે છે. આ આલયવિજ્ઞાનધારા હોવાથી બીજા આકારો અવ્યક્તપણે અંદર પડેલા હોય છે જે જાગ્રત અવસ્થામાં વ્યક્ત થાય છે. (નૈયાયિકઃ વિજ્ઞાનજન્ય સંસ્કારોને જો તમે અક્ષણિક માનો તો તમારી ય સત્તત ક્ષવિમ્ એવી વ્યાપ્તિનો ભંગ થઈ જાય. એટલે તમારે એને પણ વિજ્ઞાનની જેમક્ષણિક જ માનવા પડશે. ને એજ ક્ષણિક છે તો ઉત્તરવિજ્ઞાનક્ષણને સંસ્કારો ન મળવાથી સ્મરણ નહીં થઈ શકે.) (૬) બૌદ્ધઃ કપડાંના અનેક પડ કરી નીચે કસ્તુરી મૂકો તો ધીમે ધીમે ઠેઠ ઉપલા પડ સુધી એની વાસ પહોંચી જાય છે. ત્યાં જેમ વાસનાનું સંક્રમણ થાય છે એમ અહીં પણ પૂર્વપૂર્વ વિજ્ઞાનમાં રહેલા સંસ્કારનું ઉત્તરઉત્તર વિજ્ઞાનમાં સંક્રમણ થાય છે. ને તેથી સ્મરણાદિની અનુપપત્તિ નથી. (मु.) न, 'तस्य जगद्विषयकत्वे सर्वज्ञत्वापत्तिः, यत्किञ्चिद्विषयकत्वे विनिगमनाविरहः, 'सुषुप्तावपि विषयावभासप्रसङ्गाच्च, ज्ञानस्य सविषयत्वात् । तदानीं निराकारा चित्सन्ततिरनुवर्तत इति चेत् ? न, "तस्याः प्रकाशत्वे प्रमाणाभावात्, अन्यथा घटादीनामपि ज्ञानत्वापत्तिः । 'न चेष्टापत्तिः, विज्ञान-व्यतिरिक्तवस्तुनोऽभावादिति वाच्यम् घटादेरनुभूयमानस्यापलपितुमशक्यत्वात् । आकारविशेष एवायं विज्ञानस्येति चेत् ? न, किमयमाकारोऽतिरिच्यते विज्ञानात् ? तर्हि समायातं विज्ञानव्यतिरिक्तेन । नातिरिच्यते चेत् ? तर्हि समूहालम्बने नीलाकारोऽपि पीताकारः स्यात्, स्वरूपतो विज्ञानस्याविशेषात् । (નૈયાયિકનો ઉત્તરપક્ષ) (મુ.) ક્ષણિકવિજ્ઞાનને આત્મા માનવાનો બૌદ્ધમત બરાબર નથી, કારણ કે તે ( વિજ્ઞાન સ્વરૂપ આત્મા) જગવિષયક હશે તો સર્વજ્ઞ બની જવાની આપત્તિ, યત્કિંચિવિષયક હોવામાં (વિંવિષય હોય? એ બાબતમાં) વિગિમનાવિરહ થશે. વળી સુષુપ્તિમાં પણ વિષયનો અવભાસ થવાની આપત્તિ આવશે, કારણ કે જ્ઞાન સવિષયક હોય છે. ત્યારે નિરાકાર ચિસંતતિ હોય છે.” એવો બચાવ પણ યોગ્ય નથી, કારણ કે તે પ્રકાશ સ્વરૂપ હોવામાં કોઈ પ્રમાણ નથી. અન્યથા ઘટાદિને પણ જ્ઞાનસ્વરૂપ માનવા પડશે. “એ તો અમને ઇષ્ટ જ છે, કારણ કે વિજ્ઞાનથી ભિન્ન કોઈ વસ્તુ આ વિશ્વમાં છે જ નહીં” એમ ન કહેવું, કારણ કે અનભયમાન એવા ઘટાદિનો અપલાપ કરી શકાતો નથી. “એ તો વિજ્ઞાનના જ આકારવિશેષ છે' એવું કહેવું પણ બરાબર નથી, કારણ કે એ આકાર શું વિજ્ઞાનથી ભિન્ન છે? જો હા, તો વિજ્ઞાનભિન્ન વસ્તુ સિદ્ધ થઈ જ ગઈ. ને જો અભિન્ન છે? તો સમૂહાલંબનજ્ઞાનમાં નીલાકાર પણ પીતાકાર થઈ જશે, કારણકે સ્વરૂપે વિજ્ઞાન એક જ છે. (વિ) (૧) નૈયાયિક – જે વિજ્ઞાન હોય તે સવિષયક જ હોય છે. એટલે તમારું આત્મા તરીકે મનાયેલું જે ક્ષણિક વિજ્ઞાન છે તે જગવિષયક છે કે યત્કિંચિવિષયક છે? જો એને જગવિષયક માનશો તો આત્મા સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવશે. તેથી જો એને યશ્ચિવિષય માનશો તો ઘટવિષયક માનવું કે પટવિષયક કે કટવિષયક? આમાં વિનિગમનાવિરહ રહેશે. (બૌદ્ધ - ના, વિનિગમનાવિરહની આપત્તિ નથી. અનંતકાળ સુધી એક જ આત્મા રહે છે એવું અમે માનતા નથી કે જેથી કોઈ એક વિષય એનો નિશ્ચિત કરવો પડે ને એમાં વિનિગમકાભાવની આપત્તિ આવે. અમે તો ક્ષણેક્ષણે આત્માને જુદો માનીએ છીએ. એટલે જ્યારે ઘટનો અનુભવ હોય ત્યારે એ ઘટવિષયક છે, જ્યારે પટનો અનુભવ

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244