________________
ક્ષણિક વિજ્ઞાનવાદ '
185
ઘટપટાદિબાહ્યપદાર્થોને પણ માનનારસૌત્રાનિક અને પ્રત્યક્ષ એવા ઘટપટાદિ બાહ્યપદાર્થોને પણ માનનાર વૈભાષિક.
આમાંનો ક્ષણિક વિજ્ઞાનવાદી યોગાચાર પૂર્વપક્ષ કરે છે -)
બૌદ્ધઃ ક્ષણિક વિજ્ઞાન જ આત્મા છે. (જો કે બૌદ્ધ મતે વિજ્ઞાનત્વ એ પ્રમેયત્વને વ્યાપક છે. અર્થાત્ જે કોઈ પ્રમેય છે તે બધા વિજ્ઞાનસ્વરૂપ છે એવું બૌદ્ધો કહે છે. (નૈયાયિક આવી વ્યાપકતાને નિષેધે છે.) છતાં પ્રસ્તુતમાં આત્માનું નિરૂપણ ચાલતું હોવાથી આત્માને ક્ષણિક વિજ્ઞાનરૂપે માનવાનો પૂર્વપક્ષ ઉઠાવાઈ રહ્યો છે. વિજ્ઞાન પણ બે પ્રકારનું છે. ‘યં પટઃ વગેરે આકારવાળું સવિષયક જ્ઞાન એ પ્રવૃત્તિવિજ્ઞાન છે. ને ‘આ’–‘અહં આવું જે ઘટાદિ વિષયશૂન્યજ્ઞાન હોય છે તે આલયવિજ્ઞાન કહેવાય છે. આ બન્ને વિજ્ઞાનાત્મક આત્મા છે.]
(નૈયાયિક : વિજ્ઞાન એટલે બુદ્ધિ... એ તો જડ છે. તો એમાં ચૈતન્ય શી રીતે ? વળી તમારા મતે દ્વિતીયક્ષાવૃત્તિāસપ્રતિયોતિં ક્ષત્વિ હોવાથી એ બીજી જ ક્ષણે નાશ પામી જતું હોવાના કારણે એના જ્ઞાનસુખાદિ ગુણોનું પ્રત્યક્ષ પણ વિનશ્યઘંટની જેમ નહીં થઈ શકે.) .
(૧) બૌદ્ધઃ વિજ્ઞાન સ્વતઃ પ્રકાશ રૂપ છે. એટલે કે સ્વ-પરવ્યવહારમાં અને બીજા જ્ઞાનની અપેક્ષા નથી.... એટલે એ જડનથી. પણ ચેતન છે. વળી જે પરપ્રકાશી હોય એના પ્રત્યક્ષ માટે ક્ષણવિલંબ થાય છે. પણ જે સ્વપ્રકાશી હોય તેના પ્રત્યક્ષ માટે ક્ષણવિલંબ હોતો નથી જેમ કે દીવો.
(નૈયાયિકઃ ઘટોત્પત્તિ બાદ બીજી ક્ષણે એમાં રૂપ વગેરે ગુણો ઉત્પન્ન થાય છે. એમ આ વિજ્ઞાનને પણ એમાં જ્ઞાનસુખાદિ ગુણો ઉત્પન્ન થાય એ માટે બીજી ક્ષણે તો ટકવું જોઈએ ને ?)
(૨) બૌદ્ધઃ જેમ ઘડાનો આકાર તો ઘટની સાથે જ ઉત્પન્ન થઈ જાય છે, એમ જ્ઞાન-સુખાદિ પણ આ ક્ષણિક વિજ્ઞાનના આકારવિશેષરૂપ જ હોવાથી એની સાથે જ ઉત્પન્ન થઈ જાય છે. (અર્થાત્ એવા આકારવાળું જ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે.) (તેથી બીજી ક્ષણ રહેવાની જરૂર પડતી નથી.)
(નૈયાયિકઃ જ્ઞાન-સુખાદિ જો વિજ્ઞાનના જ આકારો છે તો વિજ્ઞાનાત્મક આત્માના આ વિકારો-પરિણામો થવાથી એ અનિત્ય બની જશે.)
(૩) બૌદ્ધઃ એ અમને ઈષ્ટ જ છે. ज्ञानसुखादयः क्षणिकाः भावत्वात्, दीपशिखावत् ।
(નૈયાયિક માં સુતી વગેર આકારોનો અનુભવ દીર્ઘકાળ ચાલતો જણાય છે. જો એ ક્ષણિક હોય તો એવું કેમ બને ?).
(૪) બૌદ્ધઃ પૂર્વપૂર્વનું વિજ્ઞાન ઉત્તરોત્તર વિજ્ઞાનનું કારણ છે ને એ સ્વસટશ આકાર વાળા ઉત્તરવિજ્ઞાનને ઉત્પન્ન કરે છે, તેથી એક સરખો આકાર અનુભવાય છે. દીવાની જ્યોત ક્ષણે ક્ષણે ભિન્ન હોવા છતાં સાટશ્યના કારણે જેમ તદેવ એવી પ્રતીતિ થાય છે એમ આમાં પણ સમજવું.
(નૈયાયિકઃ પૂર્વ પૂર્વ વિજ્ઞાન ઉત્તર ઉત્તર વિજ્ઞાનનું કારણ શી રીતે બની શકે? કારણ કે ઉત્તર વિજ્ઞાનકાળે પૂર્વવિજ્ઞાનનું તો નામનિશાન ન હોવાથી કાર્ય-કારણનો એકાધિકરણ નિયમ જળવાતો નથી.
બૌદ્ધઃ અમારા મતે કાર્ય-કારણનો એકાધિકરણ નિયમ નથી. કારણ અવ્યવહિત પૂર્વવર્તી જોઈએ એટલો જ નિયમ છે. ઘટોત્પત્તિની અવ્યવહિત પૂર્વવર્તી ક્ષણ એ ઉપાદાન ક્ષણ. પછી ઘટની સંતતિ ચાલે એમાં ઉત્તર-ઉત્તર ક્ષણના ઘટ માટે પૂર્વ-પૂર્વ ક્ષણનો ઘટ એ જ ઉપાદાન...)