________________
વાસનાસંક્રમ અસંભવિત
189
(1) નીલત્વાદિ ધર્મવાળા પદાર્થોને વિજ્ઞાનથી ભિન્ન એવા વિષય માનવા જોઈએ.
(2) જ્ઞાનને સવિષયક માનવું જોઈએ, અને તેથી સુષુપ્તિ અવસ્થામાં વિષય ન હોવાથી વિજ્ઞાનસ્વરૂપ આત્મા સંભવી શકે નહીં....
(3) માટે વિજ્ઞાનાતિરિક્ત આત્મા માનવો જોઈએ.)
(“સમૂહાલંબનમાં અમે નીલાકાર કે પીતાકાર એકે નહીં માનીએ, એક સ્વતંત્ર ચિત્રાકાર જ માનીશું, તેથી વિરોધ વગેરેનો કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય..બૌદ્ધ આવો બચાવ કરી શકે છે. એટલે હવે તૈયાયિક, સ્મરણની સંગતિ માટે બૌદ્ધ જે વાસનાસંક્રમની વાત કરે છે એને જ મુખ્યતયા દૂષિત ઠેરવે છે...)
(૩) નૈયાયિક – ક્ષણિકવિજ્ઞાનમતમાં અસનાનો સંક્રમ સંભવતો નથી. તમે આપેલું, કસ્તુરીની વાસનાના કપડાંના પડોમાં થતા સંક્રમનું દૃષ્ટાંત અહીં બંધબેસતું નથી. કારણ કે કસ્તુરી હોય તો તો એની વાસના (=સુગંધ) નો સંક્રમ થાય, પણ કસ્તુરી જ ન હોય તો? પૂર્વનું વિજ્ઞાન ઉત્તરક્ષણે વાસના સહિત તદ્દન નષ્ટભ્રષ્ટ છે તો એ, એ (ઉત્તર) ક્ષણે ઉત્પન્ન થતા વિજ્ઞાનમાં વાસનાને સંક્રમાવી શી રીતે શકે?
(બૌદ્ધ - જુઓ, ક્ષણિક વિજ્ઞાન વાસનાને શી રીતે સંક્રમાવે છે... એ રીતની પંચાતમાં નહીં પડવાનું.. એણે જે રીતે સંક્રમાવવું હોય એ રીતે સંક્રમાવે.. પણ સંક્રમાવે છે એ વાત ચોક્કસ કારણ કે કાળાંતરે સ્મરણ થાય છે. વળી વિજ્ઞાન દીર્ઘકાળ ઊભું રહીને એ કેમ ન સંક્રમાવે ? એમ કહી શકાતું નથી, કારણ કે સ્વભાવમેલાત્ વસ્તુમેઢઃ હોવાથી પ્રથમક્ષણીયને દ્વિતીયક્ષણીય વસ્તુ અલગ-અલગ હોવાના કારણે ક્ષણિકત્વમાનવું જ પડે છે. તેથી પૂર્વેક્ષણઉત્તરક્ષણ વચ્ચે કાકા ભાવ છે અને તેથી પૂર્વેક્ષણની વાસના ઉત્તરક્ષણમાં સંક્રમે છે એમ માનવું જ પડે છે.)
(૪) નૈયાયિક- તો તો પછી માતાની વાસનાનો પુત્રમાં સંક્રમ માનવો પડશે. કારણ કે માતૃવિજ્ઞાન પુત્રવિજ્ઞાનનું કારણ છે. અને તો પછી ધર્મિષ્ઠમાતાનો પુત્ર અધર્મી હોય એવું દુનિયામાં જોવા મળવું ન જોઈએ.... ને માતાએ કરેલા અનુભવોનું પુત્રને સ્મરણ થતું હોય એવું જોવા મળવું જોઈએ.
(૫) બૌદ્ધઃ અરે ભગાભાઈ! અમારું કહેવાનું તો સમજો. ગમે તે કારણની વાસના કાર્યમાં સંક્રમે એવું અમે કહેતાં જ નથી. અમે તો કહીએ છીએ કે ઉપાદાનકારણની વાસના ઉપાદેયમાં સંક્રમે છે. માતા કાંઈ પુત્રવિજ્ઞાનનું ઉપાદાન કારણ નથી કે જેથી તમે કહેલી આપત્તિઓ આવે.
નેયાયિક- (ઉપાદાનની) વાસનાનો (ઉપાદેયમાં) સંક્રમ (પણ) સંભવતો નથી. કારણકે વાસના (=સંસ્કાર) એ ગુણ છે. ગુણ નિષ્ક્રિય હોવાથી બીજે જવાની ક્રિયા કરી શકતો નથી. વળી વિજ્ઞાનની જેમ વાસના પણ ક્ષણિક હોવાથી એ ક્ષણતરમાં રહી જ નથી, તો જાય શી રીતે ?
(૬) બૌદ્ધઃ અરે! વાસનાનો સંક્રમ એટલે વાસનાને એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવાનું એવું અમે કહેતાં જ નથી કે જેથી એ સંક્રમ અસંભવિત બને. પૂર્વ વિજ્ઞાનના સંસ્કાર ઉત્તર વિજ્ઞાનમાં ઉત્પન્ન થઈ જવા એ જ એનો સંક્રમ છે.
નૈયાયિકઃ એમ એ ઉત્પન્ન થઈ શકતા નથી, કારણ કે એનો કોઈ ઉત્પાદક નથી. (તે પણ એટલા માટે કે સંસ્કાર પ્રતિ સંસ્કાર હેતુ બની શકતા નથી. ને બીજું કોઈ ઉત્પાદક કારણ છે નહીં.)
બૌદ્ધઃ અરે, ક્ષણિકવિજ્ઞાન તાદશસંસ્કાર વિશિષ્ટ ઉત્તરવિજ્ઞાનને ઉત્પન્ન કરતું હોવાથી સંસ્કારનું ઉત્પાદક પણ એ જ છે.)
નેયાયિકઃ જ્ઞાન તો પ્રતિક્ષણ ભિન્ન હોઈ અનંત છે. તેથી સંસ્કારો પણ અનંત માનવાનું મહાગૌરવ થશે. (બૌદ્ધઃ વચલી ક્ષણોમાં સંસ્કાર ઉત્પન્ન જ થતા નથી. એટલે અનંત માનવા પડતા નથી....