________________
ક્ષણિકવિજ્ઞાનવાદ ખંડન
હોય ત્યારે પટવિષયક છે...)
(૨) નૈયાયિક – એમ ? તો પછી સુષુપ્તિઅવસ્થામાં પણ વિજ્ઞાનસ્વરૂપ આત્મા વિદ્યમાન હોવાથી એના ઘટપટાદિ કો’ક વિષયનો અવભાસ પણ માનવો જ પડશે, કારણ કે જ્ઞાન સવિષયક હોય છે.
187
(૩) બૌદ્ધ – જેમ તમે નિર્વિકલ્પકજ્ઞાન માન્યું છે તેમ અમે નિરાકારચિત્સંતતિ માની છે. અર્થાત્ સુષુપ્તિઅવસ્થામાં નિરાકારચિત્સંતતિ ચાલતી હોવાથી કોઈ વિષયનો અવભાસ થવાની આપત્તિ નથી.
નૈયાયિક - (તમે જે આ નિરાકાર ચિત્સત્તુતિ કહો છો તે સવિષયક છે કે નિર્વિષયક ? જો એ સવિષયક છે તો એનો વિષય આખું જગત્ છે કે જગત્માં રહેલો કોઈ એક પદાર્થ ? પ્રથમવિકલ્પમાં સર્વજ્ઞત્વાપત્તિ ને બીજા વિકલ્પમાં વિનિગમનાવિરહ. અહીં કોઈ વિષય ભાસતો ન હોવાથી જે ભાસતો હોય તે એનો વિષય એ રીતે કહી શકાતું નથી. આમ ઉભયપક્ષે આપત્તિ હોવાથી એને સવિષયક ન માની શકાય. તેથી એને નિર્વિષયક જ માનવાનું બાકી રહે છે.
અહીં એ ખ્યાલમાં લેવા જેવું છે કે નૈયાયિકના મતે વિકલ્પ અને વિષય અલગ અલગ છે. વિકલ્પ એ જ્ઞાનનો આકાર છે, અને બાહ્ય ઘટાદિ પદાર્થ એનો વિષય છે. ‘અયં ઘટઃ’ વગેરે આકારવાળું જ્ઞાન એ સવિકલ્પકજ્ઞાન છે. આવા જ્ઞાન પૂર્વે જે ઘટ-ઘટત્વનું નિરાકાર જ્ઞાન થાય છે તે નિર્વિકલ્પકજ્ઞાન છે. છતાં એ નિર્વિકલ્પક જ્ઞાનનાં પણ ઘટ-ઘટત્વાદિ વિષય હોવાથી એ સવિષયક તો હોય જ છે. બૌદ્ધે આકાર અને વિષયને એક જ માનેલા છે. એટલે એનું નિરાકારજ્ઞાન નિર્વિષયક જ હોય છે, તેથી એની સામે નૈયાયિક કહે છે -)
(૪) નૈયાયિક - સુષુપ્તિઅવસ્થામાં તમે માનેલી આ નિરાકાર ચિત્સંતતિ નિર્વિષયક હોવા છતાં જ્ઞાનમય હોય એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. (કારણ કે જે જ્ઞાન હોય તે સવિષયક જ હોય એવી વ્યાપ્તિ છે.) અન્યથા=નિર્વિષયક હોવા છતાં જો એ જ્ઞાનસ્વરૂપ હોય તો તો ઘટાદિ પણ (ભલે ને નિર્વિષયક હોય,) જ્ઞાનસ્વરૂપ બની જશે.
(૫) બૌદ્ધ - અમને તો આ ઇષ્ટાપત્તિ જ છે, કારણ કે જગત્માં જે કાંઈ છે તે બધું વિજ્ઞાનસ્વરૂપ જ છે, વિજ્ઞાનભિન્ન કોઈ વસ્તુ નથી. તું સર્વ વિજ્ઞાનાત્મ, પ્રતીયમાનત્વાત, સ્વપ્નદૃષ્ટવવાર્થવત્ સ્વપ્નમાં જે ભાસે છે તે માત્ર સ્વાપનીક જ્ઞાન જ હોય છે, બીજું કશું નહીં, તેમ જાગ્રતદશામાં જે કાંઈ દેખાય છે તે પણ બધું જ્ઞાન જ ભાસે છે, અન્ય કાંઇ નહીં.
(૬) નૈયાયિક - જ્ઞાન એ અનુભવ છે. ને ઘટાદિ અનુભૂયમાન (=અનુભવના વિષય) છે. આવા બાહ્યપદાર્થ તરીકે અનુભૂયમાન ઘટાદિનો અપલાપ કરી શકાતો નથી.
(૭) બૌદ્ધ - બાહ્યપદાર્થ તરીકે જે અનુભવાય છે તે વસ્તુતઃ કોઈ બાહ્ય ચીજ નથી હોતી, પણ વિજ્ઞાનના આકારવિશેષ જ હોય છે. પણ સંવૃત્તિ (=અવિદ્યા) ના કારણે તમે એને બાહ્યસ્વરૂપ આપી દો છો.
-
(૮) નૈયાયિક - વિજ્ઞાનના આ આકાર વિજ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન કહેશો તો એ જ વસ્તુ વિજ્ઞાનભિન્ન વસ્તુ તરીકે સિદ્ધ થઈ જવાથી વિજ્ઞાનભિન્ન કોઈ વસ્તુ આ વિશ્વમાં નથી એવો તમારો સિદ્ધાંત ઊડી જશે. આકારને જો વિજ્ઞાનથી અભિન્ન માનશો તો, (વં નીત, તું પીત) રૂમે નીતપીતે આવા સમૂહાલંબનવિજ્ઞાનમાં ભાસતા નીલાકાર અને પીતાકાર એક જ થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે ઇમે નીલપીતે આ એક જ જ્ઞાન છે જેનાથી એના સ્વરૂપભૂત નીલાકાર-પીતાકાર બંને અભિન્ન છે.
(मु.) 'अपोहरूपो नीलत्वादिर्विज्ञानधर्म इति चेत् ? `न, नीलत्वादीनां विरुद्धानामेकस्मिन्नसमावेशात्, इतरथा विरोधावधारणस्यैव दुरुपपादत्वात् । `न च वासनासङ्क्रमः संभवति, 'मातृपुत्रयोरपि वासनासङ्क्रमप्रसङ्गात् । 'न चोपादानोपादेयभावो नियामक इति वाच्यम्, वासनायाः सङ्क्रमासंभवात् । 'उत्तरस्मिन्नुत्पत्तिरेव सङ्क्रम इति चेत् ।