________________
હિમ-કરામાં લત્વસિદ્ધિ
163
(ક.) નિત્યતા વગેરે પ્રકાર પ્રથમ (=પૃથ્વી) વત્ જાણવા. પણ (જલીય) દેહ અયોનિજ હોય છે. ઇન્દ્રિય રસના છે. અને સિંધુ-ડિમ વગેરે વિષયો જાણવા.
(મુ.) પ્રથમવત્ = પૃથ્વીની જેમ. તે આ રીતે - જળ બે પ્રકારે છે - નિત્ય અને અનિત્ય. પરમાણુરૂપ (જળ) નિત્ય છે, યણુક વગેરે બધું (જળ) અનિત્ય છે ને અવયવોમાં સમવેત હોય છે. અનિત્ય (જળ) પણ ત્રણ પ્રકારનું છે. શરીર, ઇન્દ્રિય અને વિષય. પૃથ્વી કરતાં જે વિશેષતા છે તે જણાવે છે. જલીય દેહ માત્ર અયોનિજ જ હોય છે. આવું અયોનિજ જલીય શરીર વરુણલોકમાં હોવું પ્રસિદ્ધ છે. રસના એ જલીય ઇન્દ્રિય છે. તેની સિદ્ધિ આ રીતે -
રસનેન્દ્રિય જલીય છે, કારણ કે ગંધાદિની અવ્યંજક હોવા સાથે રસની વ્યંજક છે, જેમ કે સક્તના સ્વાદનું અભિવ્યંજક પાણી. (રસનેન્દ્રિયસંનિકર્ષ પણ માત્ર રસનો જ અભિવ્યંજક છે ને છતાં એ જલીય નથી. તેથી) રસનેન્દ્રિયસંનિકર્ષમાં આવતા વ્યભિચારના વારણ માટે ‘દ્રવ્યત્વ' એવું વિશેષણ જોડવું. (એટલે કે દ્રવ્યત્વે સત ન્યાખ્યત્વે સતિ સામિડ એવો હેતુ થશે.)
(.) વિષયં વર્શતિ - સિક્યુરિતિ 1 સિધુ = સમુદ્ર, હિમ = તુષારં:, મહિપતત્િ સરાસરાતિઃ सर्वोऽपि ग्राह्यः । न च हिमकरकयोः कठिनत्वात्पार्थिवत्वमिति वाच्यम्, 'उष्मणा विलीनस्य तस्य जलत्वस्य प्रत्यक्षसिद्धत्वात.यद द्रव्यं यदद्रव्यध्वंसजन्यमिति व्याप्तेर्जलोपादानोपादेयत्वसिद्धेः । अदष्टविशेषेण द्रवत्वप्रतिरोधात करकायां काठिन्यप्रत्ययस्य भ्रान्तित्वात् ॥४०॥
(ડિમ-કરામાં જલત્વસિદ્ધિ) (મુ.) જળનો વિષય દર્શાવે છે-સિંધુ=સમુદ્ર હિમ-તુષાર. આદિ શબ્દથી નદી, તળાવ, કરા વગેરે બધાનું પણ વિષય તરીકે) ગ્રહણ કરવું.
શંકા - હિમ અને કરામાં તો કઠિનતા અનુભવાય છે. (જે પૃથ્વીનો ધર્મ છે.) તેથી તે બન્નેને પાર્થિવ માનવા જોઈએ. (તમે જલીયવિષય તરીકે શા માટે કહો છો ?)
સમાધાન - ના, (એ પાર્થિવ નથી.) કારણ કે ગરમીથી વિલીન થયેલા તેમાં જલત્વ હોવું પ્રત્યક્ષસિદ્ધ છે. યદ્ભવ્યું યદ્રવ્યધ્વંસજન્ય... ઇત્યાદિ વ્યાતિથી જલના ઉપાદાનનું ઉપાદેયત્વ સિદ્ધ થાય છે. અષ્ટવિશેષથીદ્રવત્વનો પ્રતિરોધથયો હોવાના કારણે કરકામાં કાઠિન્યની પ્રતીતિ ભ્રાંતિરૂપ જાણવી.
(વિ.) (૧) ગરમીથી વિલીનતા જે થાય છે એ દ્રવત્વરૂપ છે. ને આ દ્રવત્વ જ એમાં રહેલા જલત્વને જણાવે
(શંકા - વિલીનતા દ્રવત્વ રૂપ છે. પણ એ ગરમીથી થયેલ છે. માટે એ નૈમિત્તિક દ્રવત્વ હોવાથી જલત્વનું સૂચન શી રીતે કરી શકે? જો વિલીનતાનો અર્થ “નાશ કરો... તો એવું સિદ્ધ થાય કે કરાનો નાશ થયા પછીદ્રવ્યાંતર ઉત્પન્ન થાય છે ને તેમાં દ્રવત્વ-જલત્વ જણાય છે. તો આનો અર્થ એ થયો કે એ પાછળથી ઉત્પન્ન થયેલ દ્રવ્યાંતર જળ” છે પણ પૂર્વે જે કરાદિ હતા તે “જળ' છે એમ ક્યાં સિદ્ધ થયું ?)
સમાધાન - યદ્ભવ્યું... ઇત્યાદિ વ્યાપ્તિથી જણાય છે કે પાછળથી ઉત્પન્ન થયેલું જળ જો કરાના ધ્વંસ જન્ય છે તો બંનેનું ઉપાદાન એક જ હોય. ને પાણીના ઉપાદાન તો જલીય પરમાણુ જ છે. માટે કરાના ઉપાદાન પણ જલીય પરમાણુ જ હોવાથી કરા જલીય જ છે.
| (શંકા - હિમ-કરા ભલે જલીય હો. પણ એ બેમાં કઠિનતાની પ્રતીતિ થાય છે એનું શું?) ' સમાધાન - એ પ્રતીતિ ભ્રાંત છે. અવયવી સ્વરૂપ કરા દ્રવ્યનષ્ટ ન થયું હોય તો એનું સાંસિદ્ધિકદ્રવત્વ નષ્ટ થઈ શકે નહીં. એટલે સાંસિદ્ધિકદ્રવત્વ ઊભું તો છે જ. છતાં કઠિનતા જણાય છે, માટે એ ભ્રાંતિ છે.