________________
ચાર્વાકમત મંડન-ખંડન
181
છે. પણ આત્માને ન માનનાર નાસ્તિકને આસમજાવી શકાતું ન હોવાથી અનુમાન પ્રમાણ અપાય છે. અનુમાનપ્રયોગ આવો જાણવો -
इन्द्रियाणि कधिष्ठितानि,करणत्वात्, वास्यादिवत् (का.) शरीरस्य न चैतन्यं मृतेषु व्यभिचारतः ।
(मु.) ननु शरीरस्य कर्तृत्वमस्त्वत आह - शरीरस्येति । ननु चैतन्यं ज्ञानादिकमेव, मुक्तात्मनां त्वन्मत इव मृतशरीराणामपि तदभावेका क्षतिः ? प्राणाभावेन ज्ञानाभवस्य सिद्धेरिति चेत् ? न, शरीरस्य चैतन्ये बाल्ये विलोकितस्य स्थाविरे स्मरणानुपपत्तेः, शरीराणामवयवोपच्यापचयैरुत्पादविनाशशालित्वात् । न च पूर्वशरीरोत्पन्नसंस्कारेण द्वितीयशरीरे संस्कार उत्पाद्यत इति वाच्यम, अनन्तसंस्कारकल्पने गौरवात ।
(ચાર્વાકમત મંડન-ખંડન) (કા.) શરીરમાં ચૈતન્ય નથી, કારણ કે મૃતશરીરોમાં વ્યભિચાર છે. (મુ.) શંકા : શરીરમાં જ (જ્ઞાનાદિનું) કર્તુત્વ માનો. (સમાધાનઃ ના, કારણ કે મૃતશરીરમાં વ્યભિચાર છે.)
શંકાઃ ચૈતન્ય એટલે જ્ઞાનાદિ જ. તારા મતે મુક્તાત્માઓની જેમ (મારા - નાસ્તિકના મતે) મૃતશરીરમાં તેનો (જ્ઞાનાદિનો) અભાવ હોય તો શું વાંધો છે? પ્રાણાભાવથી જ્ઞાનાભાવ સિદ્ધ થઈ શકે છે.
સમાધાનઃ ના, શરીરમાં ચૈતન્ય માનવામાં આવે તો બાલ્યવયમાં જોયેલ વસ્તુનું સ્થાવિરવયમાં જે સ્મરણ થાય છે તે અસંગત ઠરી જાય, કારણ કે શરીરો અવયવના ઉપચય - અપચય (થયા કરવાના કારણે) ઉત્પાદવિનાશશીલ હોય છે.(એટલે સ્મર્તા શરીર સાવ નવું હોવાના કારણે સંસ્કારશૂન્ય હોવાથી સ્મરણ શી રીતે થઈ શકે ?)
શંકાઃ પૂર્વ (પર્વના) શરીરમાં ઉત્પન્ન થયેલા સંસ્કારથી દ્વિતીયશરીરમાં (ઉત્તરોત્તર શરીરમાં) સંસ્કાર ઉત્પન્ન કરાય છે. (ને તેથી એ સંસ્કાર દ્વારા સ્મરણ થાય છે.)
સમાધાનઃ (આ રીતે અનંતશરીરમાં) અનંત સંસ્કારની કલ્પના કરવામાં ગૌરવ હોવાથી એવું માનવું યોગ્ય નથી.
(વિ.) ચાર્વાકઃ તમે સમવાયેન જ્ઞાના પ્રતિ તાલિાન્ટેન માત્મા ા૨ ઇત્યાદિ જે કાર્ય-કારણ ભાવ માનો છો એના બદલે સમવાયેન જ્ઞાન પ્રતિ તાલીચેના શરીરં રમ્ એવો કાક ભાવ માનવો જોઈએ. તેથી એક અદશ્ય એવા આત્મદ્રવ્યની કલ્પના કરવાની ન રહેવાથી લાઘવ થાય છે.
નૈયાયિકઃ મૃતશરીર પણ શરીર તો છે જ. છતાં એમાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એટલે શરીરને જો કારણ માનવામાં આવે તો એમાં અન્વયવ્યભિચાર આવે.
ચાર્વાક એમ તો મુક્તાત્મા પણ આત્મા તો છે જ. તમારા મતે એમાં પણ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એટલે આત્માને કારણ માનવામાં પણ વ્યભિચાર આવે છે.
નૈયાયિકઃ મુક્તાત્મામાં જ્ઞાન ઉત્પન્ન નથી થતું એ તો એટલા માટે કે ઇન્દ્રિયાત્મક કરણ (નિમિત્તકારણ) હાજર નથી.
ચાર્વાકઃ એમ તો અમારા મતે પણ પ્રાણાત્મક જ્ઞાનકરણ મૃતશરીરમાં ન હોવાથી એમાં જ્ઞાનોત્પત્તિ થતી નથી. એટલે શરીરને જ્ઞાનનું સમવાયિકારણ માનવામાં કોઈ દોષ રહેતો નથી.
નૈયાયિકઃ અનુભવ દ્વારા જેમાં સંસ્કાર ઊભા થયા હોય એ જ કાલાન્તરે સ્મરણ કરી શકે છે. વળી એક અવયવ પણ ઓછોવત્તો થાય એટલે અવયવી બદલાઈ જાય છે. શરીરમાં તો પ્રતિક્ષણ ચયાપચય હોવાથી પરિવર્તન ચાલુ જ છે. તો બાલ્યવયમાં અનુભૂત કંદુકક્રીડાં વગેરેનું સ્થવિરાવસ્થામાં સ્મરણ શી રીતે થઈ શકશે? કારણ કે