________________
દિdદ્રવ્યનિરૂપણ
179
(મુ.) હવે દિકદ્રવ્યનું નિરૂપણ કરે છે. દૂરત્વ એટલે દૈશિકપરત્વ, અન્તિકત્વ=નજીકપણું એટલે દૈશિકઅપરત્વ. (“આ દૂર છે' “આનજીક છે' એવી) તેની( દૈશિક પરત્વ અને અપરત્વની) બુદ્ધિનું અસાધારણકારણ દિદ્રવ્ય જ છે. દેશિકપરત્વ-અપરત્વના અસમવાયિકારણભૂત સંયોગના અશ્રય તરીકે લાઘવથી એક દિવ્ય સિદ્ધ થાય છે. શંકા જો દિશા એક જ છે તો પૂર્વ-પશ્ચિમ વગેરે વ્યવહાર કેવી રીતે સંગત થશે ? સમાધાન : ઉપાધિભેદે એ સંગત થાય છે. જે પુરુષને ઉદયાચળ તરફ જે દિશા હોય તે દિશા તે પુરુષ માટે પૂર્વદિશા કહેવાય છે. એમ ઉદગગિરિથી દૂરની જે દિશા હોય તે પશ્ચિમ કહેવાય છે. એમ જે પુરુષને સુમેરુ તરફ જે દિશા હોય તે દિશા તે પુરુષ માટે ઉત્તરદિશા કહેવાય છે ને તેની સામેની દિશા દક્ષિણ કહેવાય છે. કારણ કે “મેરુપર્વત દરેક ક્ષેત્રોની ઉત્તરમાં રહ્યો છે' એવો નિયમ છે. '
(વિ.) (૧) “આ દૂર છે', “આ નજીક છે' એવી બુદ્ધિ જ તે તે વસ્તુમાં પરત્વ-અપરત્વ ઉત્પન્ન થયેલા છે એની પ્રતીતિ છે. તે તે વસ્તુ આ પરત્વ-અપરનું સમવાયિકારણ છે. અને તે તે વસ્તુમાં રહેલો કો'ક દ્રવ્યનો સંયોગ એ અસમવાયિકારણ છે. આ દ્રવ્ય તરીકે પૃથ્વી વગેરે અવિભુદ્રવ્ય સંભવી શકતું નથી, કારણ કે પરવાદિના આશ્રય ઘટ-પટાદિ બધાં દ્રવ્યો સાથે એનો સંયોગ સંભવિત નથી. અનંતા જીવાત્માઓમાંથી કયા જીવાત્માને કે આકાશ અને કાળમાંથી કોને આ દ્રવ્ય તરીકે માનવું એમાં કોઈ વિનિગમક ન હોવાથી બધાને માનવાનું ગૌરવ થાય. એટલે એ દ્રવ્ય તરીકે લાઘવથી એક સ્વતંત્ર નિત્ય-વિભુ દિગદ્રવ્ય કલ્પવામાં આવે છે.
(ા.) માલ્મિક્રિયાધિષ્ઠાતા ર દિ સર્ણમ્ II૪૭.
(मु.) आत्मानं निरूपयति - आत्मेन्द्रियाद्यधिष्ठातेति । 'आत्मत्वजातिस्तु सुखदुःखादिसमवायिकारणतावच्छेदकतया सिद्ध्यति। ईश्वरेऽपि सा जातिरस्त्येव, अदृष्टादिरूपकारणाभावान सुखदुःखाद्युत्पत्तिः, नित्यस्य स्वरूपयोग्यस्य फलावश्यम्भावनियम इत्यस्याऽप्रयोजकत्वात् । 'परे तु ईश्वरे सा जाति स्त्येव, प्रमाणाभावात् । न च दशमद्रव्यत्वापत्तिः, ज्ञानवत्त्वेन विभजनादित्याहुः ।
(આત્મનિરૂપણ) (ક.) આત્મા ઇન્દ્રિય વગેરેનો અધિષ્ઠાતા છે. કરણ સકર્તક જ હોય છે.
(મુ) ૪૭મીકારિકાના ઉત્તરાર્ધથી આત્માનું નિરૂપણ કરે છે. આત્મત્વજાતિ સુખ-દુઃખ વગેરેની સમાયિકારણતાનાઅવચ્છેદક તરીકે સિદ્ધ થાય છે. ઈશ્વરમાં પણ તે જાતિ છે જ, પણ અદષ્ટ વગેરે રૂપ (અન્ય) કારણ ન હોવાથી સુખ-દુઃખ વગેરેની ઉત્પત્તિ થતી નથી. “નિત્ય અને સ્વરૂપયોગ્ય હોય છે કારણ અવશ્ય ફળોત્પાદક બને જ' એવો નિયમ અપ્રયોજક છે. બીજાઓ તો એમ કહે છે કે ઈશ્વરમાં તે (=આત્મ7) જાતિ નથી જ, કેમ કે એમાં કોઈ પ્રમાણ નથી. “(તો પછી ઈશ્વરને) દશમું દ્રવ્ય માનવાની આપત્તિ આવશે” (એમ ન કહેવું),કારણ કે (જીવાત્માઓ અને ઈશ્વર આ બધાનું દ્રવ્યના એક જ વિભાગ તરીકે આત્મત્વેન નહીં પણ ) જ્ઞાનવત્ત્વના વિભાજન કરવામાં આવ્યું છે.
(વિ.) (૧) આત્મત્વજાતિમાં ઉપલક્ષણથી આ અનુમાન પ્રમાણ પણ જાણવું - आत्मपदवाच्यता किञ्चिद्धर्मावच्छिन्ना वाच्यतात्वात् 'घट' पदवाच्यतावत्
(૨) (શંકા - ઈશ્વરમાં સુખ-દુઃખ ઉત્પન્ન થતા નથી. અર્થાત્ ઈશ્વરમાં સુખદુઃખની સમવાયિકારણતા નથી. અને તેથી માનવું પડશે કે એ કારણતાના અવચ્છેદકરૂપ “આત્મત્વ' જાતિ ઈશ્વરમાં નથી.)
સમાધાનઃ ઈશ્વરમાં આત્મત્વ જાતિ છે જ. (અને તેથી સુખાદિની સમવાયિકારણતા પણ છે જ.) (શંકા : પણ તો પછી ઈશ્વરમાં સુખાદિ કેમ ઉત્પન્ન થતા નથી ?) સમાધાન : એટલા માટે કે સુખાદિના નિમિત્તકારણભૂત અદષ્ટ વગેરે ત્યાં છે નહીં. (શંકાઃ જે નિત્ય હોય તે સ્વરૂપયોગ્ય હોય એ ક્યારેક તો અવશ્ય ફળોપઘાયક બને જ એવો નિયમ છે.