________________
કાળનિરૂપણ
177
(ક.) (કાળ) પરાપરત્વબુદ્ધિનો હેતુ છે અને (એના) ક્ષણાદિ (ભેદો, ઉપાધિથી થાય છે.
(મુ.) (કાળ દ્રવ્યની સિદ્ધિ માટે) બીજું પ્રમાણ દર્શાવે છે. પરત્વ-અપરત્વ વગેરે બુદ્ધિનું અસાધારણ નિમિત્ત કાળ જ છે. પરત્વ-અપરત્વના અસમવાયિકારણ સંયોગના આશ્રય (તરીકે) લાઘવતર્કબળે અતિરિક્ત એવો કાળ જ કલ્પવામાં આવે છે. એવો અભિપ્રાય જાણવો. “લાઘવથી એક જ કાળદ્રવ્ય સિદ્ધ થયે એના ક્ષણ-દિન-માસ-વર્ષ વગેરે સમયોનો ભેદ નહીં રહે' એવી શંકાના સમાધાન માટે “ક્ષણ વગેરે ઉપાધિથી થાય છે એમ કહ્યું છે.(અર્થાત્ કાળ એક જ હોવા છતાં ઉપાધિભેદે ક્ષણાદિવ્યવહારનો વિષય બને છે. એમાં ઉપાધિસ્વજન્યવિભાગપ્રાગભાવાવચ્છિન્નકર્મ, પૂર્વસંયોગાવચ્છિન્નવિભાગ, પૂર્વસંયોગનાશાવચ્છિન્નોત્તરસંયોગપ્રાગભાવ કે ઉત્તરસંયોગાવચ્છિન્ન કર્મ... છે.
“ઉત્તરસંયોગ થયા બાદ ક્ષણવ્યવહાર નહીં થાય' એવી શંકા ન કરવી, કારણ કે એ વખતે બીજી ક્રિયા વિદ્યમાન હોય છે. મહાપ્રલયમાં જો ક્ષણાદિવ્યવહાર હોય તો એની સંગતિ ધ્વસથી જ કરવી. દિન વગેરેના વ્યવહારની તે તે ક્ષણોના સમૂહથી (સંગતિ કરવી.)
(વિ.) આ ઘડો નવો (અપર) છે, આ જૂનો(પર) છે. આવી પરાપરત્વની બુદ્ધિકાળ દ્રવ્યના કારણે છે. આશય એ છે કે ઘડામાં જે પરત્વકે અપરત્વ પેદા થાય છે એનું અસમવાય કારણ કોણ? પરત્વ ગુણ હોવાથી સમવાધિકારણ તો ઘટાદિ પિંડ સ્વયં છે. આ પિંડનો કો'ક દ્રવ્ય સાથેનો સંયોગ એ અસમવાયિકારણ છે. આ સંયોગનો એક આશ્રય તો ઘટાદિ પિંડ સ્વયં છે. પણ અન્ય આશ્રયભૂત જે દ્રવ્ય છે તે “કાળ' છે.
શંકા - એ અન્ય આશ્રયભૂત દ્રવ્ય તરીકે આકાશ, દિક કે આત્મદ્રવ્યને જ માની લ્યો ને? એક નવું કાળ દ્રવ્ય માનવાની શી જરૂર છે ?
સમાધાન - એ આશ્રય તરીકે આકાશાદિમાંથી કયું દ્રવ્ય માનવું? એમાં કોઈ વિનિગમક ન હોવાથી એ બધાને માનવા પડે. તેથી અનેક અસમવાયિકારણ માનવાનું ગૌરવ થાય. તેથી એના કરતાં લાઘવા એક અતિરિક્ત કાળદ્રવ્ય માનવું ઉચિત છે.
શંકા- આમાં તો તમે પરાપરત્વના અસમાયિકારણના (ઘટ-કાળ સંયોગના) ઘટક તરીકે કાળદ્રવ્યની સિદ્ધિ કરી. તો મૂળમાં “પરાપરત્વહેતુઃ” એમ જ કહેવું જોઈએ ને, “પરાપરત્વધીહેતુઃ” એમ શા માટે કહ્યું?
સમાધાન - (કાલિક) પરત્વ-અપરત્વમાં પ્રમાણ દર્શાવવા માટે એમ કહ્યું છે. એટલે કે આ નવા-જૂનાની જે બુદ્ધિ થાય છે એ જ ઘટાદિમાં પરત્વ-અપરત્વની વિદ્યમાનતા જણાવે છે. ને સિદ્ધ થયેલા આ પરત્વાદિ ભાવકાર્યરૂપ હોવાથી એનું અસમવાયિકારણ પણ કો'ક હોવું જ જોઈએ, જેના ઘટક તરીકે “કાળ' ની સિદ્ધિ થાય છે.
શંકા - લાઘવતર્કથી આ કાળદ્રવ્ય જો એક છે, તો ક્ષણ, મુહર્ત વગેરે વ્યવહાર શી રીતે થશે ? સમાધાન - આ બધો વ્યવહાર ઉપાધિભેદે થાય છે.
ન્યાયમતે નીચે મુજબ પ્રક્રિયા છે - કોઈપણ પરમાણુ આદિમાં પ્રથમક્ષણે કર્મ (=ક્રિયા) ઉત્પન્ન થાય છે. બીજી ક્ષણે આ ક્રિયાજન્ય વિભાગ ઉત્પન્ન થાય છે. ત્રીજી ક્ષણે આ વિભાગના કારણે પૂર્વસંયોગનાશ (=પૂવદેશ સાથેના સંયોગનો નાશ) થાય છે. આ પૂર્વસંયોગનાશ એ ઉત્તરસંયોગનું કારણ છે. તેથી ચોથી ક્ષણે ઉત્તરસંયોગ (ઉત્તર દેશ સાથે સંયોગ) થાય છે. પાંચમી ક્ષણે કર્મનાશ થાય છે. કારણ કે ઉત્તરસંયોગ કર્મનો નાશક છે.
(૧) આ પ્રક્રિયાનો વિચાર કરીએ તો જણાય છે કે પ્રથમ ક્ષણે ક્રિયા પણ છે ને સ્વ ( એ ક્રિયા) જન્યવિભાગ પેદા થયો ન હોવાથી એ વિભાગનો પ્રાગભાવ પણ છે. આ પ્રાગભાવ અનાદિ હોવાથી એ પ્રથમ ક્ષણની પૂર્વે પણ હતો જ, પણ એ વખતે ક્રિયા નહોતી. (કારણ કે ક્રિયા તો પ્રથમ ક્ષણે ઉત્પન્ન થઈ છે.) વળી ક્રિયા દ્વિતીયાદિ ક્ષણે પણ છે જ, છતાં એ વખતે આ વિભાગનો પ્રાગભાવ નથી રહેતો, (કારણ કે એ વખતે તો વિભાગ ઉત્પન્ન થઈ