________________
170
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(વાયુનાં અનુમાનો)
(કા.) આ વાયુ તિર્કી ગતિ કરવાવાળો હોય છે ને સ્પર્શોદિલૈિંગક છે.
(મુ.) આ વાયુ સ્પર્શોદિલિંગક છે. વાયુ સ્પર્શ-શબ્દ-ધૃતિ અને કંપથી અનુમાન કરાય છે, કારણ કે વિજાતીયસ્પર્શ, વિલક્ષણશબ્દ, તણખલાં વગેરેની ધૃતિ અને ૪શાખા વગેરેનું કંપન... આ બધાથી વાયુનું અનુમાન થાય છે. જે કારણસર ‘વાયુ પ્રત્યક્ષ નથી’ તે કારણ આગળ કહેવાશે.
(વિ.) પવનનું પ્રત્યક્ષ ન હોવાથી પવન વાય રહ્યો છે - હવા આવી રહી છે આ બધી વાતો અનુમાનથી જણાય છે. એવા ચાર અનુમાન પ્રયોગો જાણવા.
(૧) વાયુનો સ્પર્શ વિજાતીય હોય છે. એ જ્યારે અનુભવાય છે ત્યારે ત્યાં કોઈ રૂપવાન્ દ્રવ્ય તો દેખાતું નથી. એટલે કે એ સ્પર્શ રૂપવાન્ દ્રવ્યમાં સમવેત હોતો નથી. તેથી આવો અનુમાનપ્રયોગ જાણવો -
अयं रूपवद्द्रव्याऽसमवेतः स्पर्शः क्वचिदाश्रितः, स्पर्शत्वात्, पृथिवीसमवेतस्पर्शवत्
પૃથ્વી વગેરેનો સ્પર્શ તો પૃથ્વીમાં આશ્રિત હોવો સિદ્ધ જ છે. તેથી સિદ્ધસાધન દોષ ન આવે એ માટે ‘રૂપ દ્રવ્યાસમવેત’ લખ્યું છે. રૂપવદ્રવ્યમાં અસમવેત છે, માટે સિદ્ધ થતું આશ્રયદ્રવ્ય પૃથ્વી-જળ-તેજ તો નથી જ. અને આકાશાદિમાં સ્પર્શ નથી. માટે વાયુની સિદ્ધિ થાય છે.
(૨) જ્યારે વાંસ ફાટે છે ત્યારે અવાજ થાય છે. એમ આ રીતે અવયવોનો વિભાગ ન થતો હોય ત્યારે પણ કોઈક પત્થર જે વા દ્રવ્યના અભિઘાત સંયોગથી પણ અવાજ થતો હોય છે. પણ ક્યારેક આ બેમાંનું એકેય ન હોય ત્યારે પણ પાંદડામાં ખડખડ અવાજ થતો હોય છે જે વાયુનું અનુમાન કરાવે છે. અનુમાનપ્રયોગ આવો જાણવોअसति रूपवद्द्रव्याभिधगते योऽयं पर्णादिषु शब्दसन्तानः स स्पर्शवद्वेगवद्द्रव्यसंयोगजन्यः, अविभज्यमानावयवद्रैव्यसम्बन्धिशब्दसन्तानत्वात्, दण्डाभिहतभेरीशब्दसन्तानवत्
અવિભજ્યમાન છે અવયવો જેના એવા દ્રવ્ય સંબંધી શબ્દ સંતાનની હેતુમાં વાત કરી છે તેથી વ્યભિચારનું વારણ થાય છે. નહીંતર ખાલી રાસન્તાન~ાત્ એટલો જ હેતુ મૂકવામાં આવે તો વાંસ ફાટવાના અવાજમાં એ હેતુ છે, પણ સ્પર્શવર્..... સંયોળનન્યત્વ એવું સાધ્ય નથી. તેથી વ્યભિચાર આવે.
પત્થર મારવાથી થયેલો અવાજ તાઃવ્યસંયોગજન્ય છે એ સિદ્ધ જ છે. તેથી સિદ્ધસાધનદોષવારણ માટે અસતિ રૂપવદ્રવ્યામિષાતે એમ પક્ષમાં વિશેષણ છે.
સાધ્યમાં જે દ્રવ્યના સંયોગની વાત છે તે ગમે તે દ્રવ્ય ન હોય શકે. કારણ કે જે વેગવદ્ ન હોય તેવા દ્રવ્યનો સંયોગ તો શબ્દજનન કરી શકતો નથી. એટલે અહીં વેગવદ્ભવ્ય સિદ્ધ થાય છે. એટલે આ દ્રવ્ય આકાશાદિ પાંચમાંનું નથી. વળી પક્ષમાં રૂપવદ્રવ્યના અભિઘાતનો નિષેધ કર્યો છે. તેથી એ પૃથ્વી-અપ્ કે તેજસ્ પણ નથી. એટલે એ દ્રવ્ય વાયુ તરીકે સિદ્ધ થાય છે. આમ, જો કે વાયુની સિદ્ધિ માટે વેવલૢ વિશેષણથી જ કામ પતી જાય છે, છતાં સ્પર્શવત્ એવું વિશેષણ, વાયુની સિદ્ધિ સાથે જ એના સ્પર્શની પણ સિદ્ધિ થઈ જાય એ માટે જાણવું. શંકા - - પણ એ વ્યર્થ વિશેષણ બનવાથી દોષ નહીં કહેવાય ?
=
સમાધાન – સાઘ્યમાં વ્યર્થવિશેષણ એ દોષરૂપ નથી. (ઉપરથી આવા સ્થળે તો એ ગુણરૂપ છે, કારણ કે સ્પર્શની સિદ્ધિ માટે એક અલગ અનુમાન કરવાનું ટળવાથી લાઘવ થાય છે.)
(३) नभसि तृणादीनां धृतिः स्पर्शवद्वेगवद्द्रव्यसंयोगहेतुका, जन्यप्रयत्नाजन्यधृतित्वात्, नौकाधृतिवत् પાણીમાં તણખલાની ધૃતિમાં સિદ્ધસાધનદોષ વારવા નમત્તિ લખ્યું છે. અપણે જે વસ્તુને પકડી રાખી હોય