________________
146
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
તેથી જાષાન: થવી, ગવદ્ભવ્યોપાલાનોપારેવત્વાતિ અને જાપાન: વિન થર્વત્થાત્ એ બે અનુમાનોથી પાષાણમાં પણ ગન્ધવન્દ્ર સિદ્ધ થાય છે.
(मु.) नानेति । शुक्लनीलादिभेदेन नानाजातीयं रूपं पृथिव्यामेव वर्तते, न तु जलादौ, तत्र शुक्लस्यैव सत्त्वात्, पथिव्यां त्वेकस्मिन्नपि धर्मिणि पाकवशेन नानारूपसम्भवात् । न च यत्र नानारूपं नोत्पन्नं तत्राव्याप्तिरिति वाच्यम, रूपद्वयवद्वृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात्, रूपनाशवद्वृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य वा वाच्यत्वात् । वैशेषिकनये पृथिवीपरमाणौ रूपनाशस्य रूपान्तरस्य च सत्त्वात्, न्यायनये घटादावपि तत्सत्त्वाल्लक्षणसमन्वयः ।
(નાના રૂપવત્વ) (મુ) શુક્લ - નીલાદિભેદે અનેકવિધ રૂપ પૃથ્વીમાં જ હોય છે, નહીં કે જલાદિમાં, કેમ કે તેમાં (જલાદિમાં) તો શુરૂપ જ હોય છે. પૃથ્વીમાં તો એક જ ઘર્મી = વસ્તુમાં પણ પાકવશાત્ અનેક રૂપ સંભવે છે.
શંકા - જ્યાં અનેક રૂપ ઉત્પન્ન નથી થયા તે પટ વગેરેમાં અવ્યાપ્તિ આવશે.
સમાધાન - આવી શંકા ન કરવી, કારણ કે અહીં ‘નાનારૂપવતં” થી રૂપષ્ક્રયવદ્યુત્તિ દ્રવ્યત્વવ્યાપ્યજાતિમત્ત્વની વિવક્ષા છે. અથવા તો રૂપનાશવવૃત્તિ દ્રવ્યત્વવ્યાપ્ય જાતિમત્ત્વની વિવેક્ષા છે. વૈશેષિક મતે પૃથ્વીના પરમાણુમાં રૂપનાશ અને રૂપાંતર હોય છે. ન્યાયમતે ઘટાદિમાં પણ તે બંને સંભવિત હોવાથી લક્ષણસમન્વય જાણવો.
(વિ.) શુક્લ, નીલ, પીત, રક્ત, હરિત, કપીશ અને ચિત્ર.... આ રૂપો માત્ર પૃથ્વીમાં જ મળે છે. કાળી માટીમાંથી કાળો ઘડો બન્યો. પાક આપતાં એ લાલ થયો. આમ એકના એક ઘડામાં ભિન્ન-ભિન્નકાળે અનેકરૂપ મળે છે માટે એ નાનારૂપવાળો બન્યો. (એક કાળે અનેકરૂપ હોય એવું ન બને એ ખ્યાલમાં રાખવું, કારણ કે રૂપ એ વ્યાપ્યવૃત્તિગુણ છે. અનેકરૂપ દેખાતા હોય એ અનેકરૂપ ન કહેવાય પણ એક જ ‘ચિત્ર' રૂપ કહેવાય.) જેમાં પાકવશાત્ રૂપાંતરોત્પત્તિ નથી થઈ એ પટ વગેરેમાં અવ્યાપ્તિ સ્પષ્ટ છે. તેથી એનું વારણ કરવા રૂપદ્ધયવ. ઇત્યાદિ પરિષ્કાર કર્યો. એનો અર્થ-જેમાં કાળક્રમે બે રૂપ ઉત્પન્ન થયેલા હોય એવી (ઘટાદ) વસ્તુમાંરહેલ દ્રવ્યત્વવ્યાપ્યજાતિ.. તદ્વત્ત્વ. આવી જાતિ તરીકે પૃથ્વીત્વ આવશે જે પટ વગેરેમાં પણ હોવાથી અવ્યાપ્તિનું વારણ થશે.
શંકા - આ પરિષ્કૃત લક્ષણમાં “જાતિ' પદ મૂકવાની શી જરૂર છે? માત્ર ધર્મ લખત તો ચાલી જાત...
સમાધાન - રૂદ્ધયવાનું ઘટ... ઘટમાં રહેલ દ્રવ્યત્વવ્યાપ્યધર્મ પૃથ્વી-જળ અન્યતરત્વ... આ ધર્મ જળમાં પણ હોવાથી અતિવ્યાયિ... તેથી એના વારણ માટે “જાતિ' શબ્દ જોઈએ. પૃથ્વી-જળ અવતરત્વ એ જાતિ ન હોવાથી એ ધર્મ નહીં લઈ શકાય. પૃથ્વીત્વ જ લેવાશે જે જળમાં ન હોવાથી અતિવ્યાપ્તિ નહીં આવે.
શંકા - રૂપદ્ધવાન્ ઘટ એમાં દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ જળત્વ પણ કાલિક સંબંધથી રહેલ છે. તદ્વન્દ્ર જળમાં હોવાથી અતિવ્યાપ્તિતાદવથ્યમ્.
સમાધાન - રૂદ્ધયવાનમાં રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ લેવાની છે તે સમવાયસંબંધથી રહેલ જાતિ જ લેવાની છે. કાલિકાદિ અન્ય સંબંધથી ચહેલ નહીં ને જળત્વ તો ઘટમાં સમવાયસંબંધથી હેલ નથી. એટલે અતિવ્યાપ્તિ નહીં આવે.
શંકા - જો રૂદ્ધવામાં સમવાયસંબંધથી રહેલ ઘર્મ જ લેવાનો હોય તો પૃથ્વી-જળ અવતરત્વ પણ નહીં જ લઈ શકાય. કેમ કે એ તો નીમેતવિશિષ્ટજનમેવાણી , તમેતવત્ત રૂપ હોવાથી સ્વરૂપસંબંધથી રહે છે. એટલે દ્રવ્યત્વવ્યાપ્ય ઘર્મ લખવા છતાં પણ સમવાયસંબંધથી રહેનાર ઘર્મ તરીકે પૃથ્વીત્વ જ લઈ શકાવાથી જળમાં અતિવ્યામિ આવશે નહીં જ. તો પછી “જાતિ' પદ શા માટે ?
સમાધાન-પૃથ્વી - જલસંયોગ, પૃથ્વી-જલોભયત્વ.. આ ઘર્મો ગુણ હોવાથી સમવાયસંબંધથી રહે છે. એટલે રૂપલેવામાં