________________
152
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(૨) હવે આ નિરવયવ અવયવ નિત્ય છે કે અનિત્ય?
જો અનિત્ય હોય તો એને કાર્યરૂપ માનવો પડે. દ્રવ્યાત્મક કાર્ય પોતાના અવયવોમાં સમવેત હોય છે. પણ આના તો કોઈ અવયવો છે નહીં. તેથી અસમવેત ભાવકાર્ય ઉત્પન્ન થયું એવું માનવું પડે અથવા અનિત્ય પરમાણુઓનો ક્યારેક સર્વથા નાશ થવાથી સમાયિકારણનો અભાવ થઈ જશે -ને તેથી પછીણુકાદિ ભાવકાર્યસમાયિકારણ વિના જ ગમે ત્યાં ઉત્પન્ન થઈ જશે એવું માનવું પડશે, જે અનુચિત છે. (માત્ર ધ્વંસાત્મક કાર્ય જ અસમવેત હોય છે.) તેથી એ વિશ્રામ સ્થાનને નિત્ય માનવામાં આવે છે.
(૩) પ્રશ્નઃ હવે આ નિત્ય ચરમ અવયવનું પરિમાણ કેવું માનવું?
ઉત્તરઃ ચણુક, ચતુરણક, પંચાણુક વગેરે ક્રમે વધતાં વધતાં મહત્ પરિમાણ છેવટે પરમમહત્ પરિમાણમાં વિશ્રામ પામે છે, એટલે કે એનાથી વધારે મોટું કોઈ પરિમાણ નથી. તેમ અણુ પરિમાણનો (સૂક્ષ્મ પરિમાણની સૂક્ષ્મતા તરફ) પણ કોઈ વિશ્રામ હોવો જોઈએ. આ વિશ્રામવાળું પરમ અણુ પરિમાણ એ જ પરમાણુ પરિમાણ થયું.
(૪) શંકા- અવયવધારાની વિશ્રાંતિ પરમાણુમાં માની છે એના કરતાં ત્રસરેણુમાં જ માની લ્યો ને એટલે કે વ્યણુકને જ નિરવયવ માની લ્યો ને ! તેથી પરમાણુ અને યણુકની કલ્પના નહીં કરવી પડવાનું લાઘવ થશે.
સમાધાન - ત્રસરેણુ પ્રત્યક્ષ છે એના આધારે એવા અનુમાન થાય છે જેથી કચણુક અને પરમાણુ સિદ્ધ થાય
છે.
(1) ત્રસરેyઃ સવિયવ, વાશુપદ્રવ્યત્વત, વટવર્
ચક્ષજન્યપ્રત્યક્ષનો જે વિષય હોય તે “ચાક્ષુષ' કહેવાય. તેથી રૂપ વગેરે પણ “ચાક્ષુષ” છે. એમાં વ્યભિચારના વારણ માટે ‘દ્રવ્યત્વ” લખ્યું. આત્મા પણ માનસપ્રત્યક્ષનો વિષય બને છે, એમાં વ્યભિચાર રોકવા ચાક્ષુષ લખ્યું.
આ રીતે ત્રસરેણુના જે અવયવો (યણુક) સિદ્ધ થયા તે પણ સાવયવ હોય છે એ હવે સિદ્ધ કરે છે. (2) त्रसरेणोरवयवाः सावयवाः, महदारम्भकत्वात्, कपालवत्
ચણક મહત્ છે, ચણુક એ મહત્ના જનક - મહદારંભક છે, માટે કયણુક સાવયવ હોવા જોઈએ. જેમ કે મહત્ એવા ઘટના આરંભક કપાલ.
આમ ચણકના અવયવ તરીકે પરમાણુ સિદ્ધ થાય છે. વસ્તુતઃ ત્રસરેyઃ સાવયવદ્રવ્યાપક, વાશુપદ્રવ્યત્વત્ પટવદ્ આ એક જ અનુમાનથી સાધ્યસિદ્ધિ શક્ય છે.
પ્રશ્ન: એમ તો હજુ પણ અનુમાન થશે કે – परमाणुः सावयवः महदारम्भकारम्भकत्वात् कपालिकावत् ।
જેમ, ઘડો-મહતું, કપાલ-મહદારંભક, કપાલિકા મતદારંભકારંભ..ને છતાં સાવયવ છે, તેમ ચણક-મહતું, લયણુક-મહદારંભક, પરમાણુ-મહદારંભકારંભક.
માટે પરમાણુ પણ સાવયવ છે એમ સિદ્ધ થશે. &તરઃ તમારું અનુમાન અપ્રયોજક હોવાથી પરમાણુ સાવયવ સિદ્ધ થતા નથી. પ્રશ્નઃ એમ તો તમારું અનુમાન પણ અપ્રયોજક છે. ઉત્તરઃ ના, કારણ કે અપકૃષ્ટમહત્ત્વ પ્રત્યે અનેકદ્રવ્યવસ્વ એ પ્રયોજક છે. એટલે અનેકદ્રવ્યવન્દ્ર જો માનવામાં