________________
150
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી.
સમાધાન - જેમ ધાન્યનો ઢગલો ર્યો હોય તો ત્યાં કોઈ એક અવયવી ન હોવા છતાં ને અનેક નાના નાના દાણા જ હોવા છતાં “એક મોટો ઢગલો આવી બુદ્ધિ થાય છે એ રીતે જ પ્રસ્તુતમાં પણ સમજવું.
(मु.) मैवम्, परमाणोरतीन्द्रियत्वेन तत्समूहस्यापि प्रत्यक्षत्वाऽयोगात्, दूरस्थकेशस्तु नातीन्द्रियः, सन्निधाने तस्यैव प्रत्यक्षत्वात् । न च तदानीं दृश्यपरमाणुपुञ्जस्योत्पन्नत्वान्न प्रत्यक्षत्वेऽपि विरोध इति वाच्यम्, अदृश्यस्य दृश्यानुपादत्वात्, अन्यथा चक्षुरुष्मादिसन्ततेः कदाचिद् दृश्यत्वप्रसङ्गात् । न चातितप्ततैलादौ कथमदृश्यदहनसन्ततेदृश्यदहनोत्पत्तिरिति वाच्यम्, तत्र तदन्तःपातिभिर्दृश्यदहनावयवैः स्थूलदहनोत्पत्तेरुपगमात् । न चाऽदृश्येन व्यणुकेन कथं दृश्यत्रसरेणोरुत्पत्तिरिति वाच्यम्, 'यतो न दृश्यत्वमदृश्यत्वं वा कस्यचित्स्वभावादाचक्ष्महे, किन्तु महत्त्वोद्भूतरूपादिकारणसमुदायवतो दृश्यत्वं, तदभावे चादृश्यत्वम् । तथा च त्रसरेणोर्महत्त्वात्प्रत्यक्षत्वं, न तु द्व्यणुकादेः, तदभावात् । न हि त्वन्मतेऽपि सम्भवतीदं, परमाणौ महत्त्वाभावात् ।
(નૈયાયિકનો ઉત્તરપક્ષ) (મુ.) બૌદ્ધ કરેલો પૂર્વપક્ષ બરાબર નથી. કારણ કે પરમાણુ અતીન્દ્રિય હોવાથી એનો સમૂહ પણ પ્રત્યક્ષને અયોગ્ય જ રહે છે. (દૂરસ્થકેશનું દષ્ટાંત અનુચિત છે, કારણ કે દાર્ટાબ્લિક પરમાણુ અતીન્દ્રિય છે.) દૂરસ્થકેશ કાંઈ અતીન્દ્રિય નથી, કેમ કે એ જ કેશ નજીકમાં દેખાય છે. (એક પરમાણુને ગમે એટલો નજીક લાવો, એ ન દેખાય તે ન જ દેખાય.)
બૌદ્ધ - તદાન = પૂર્વે અદશ્ય એવા પણ ક્ષણિક પરમાણુઓથી ઘટાદિપ્રત્યક્ષની પૂર્વેક્ષણે જ દશ્યપરમાણુપુંજ ઉત્પન્ન થયો હોવાથી એ પ્રત્યક્ષ હોવામાં કોઈ વિરોધ નથી.
નૈયાયિક - આવી દલીલ ન કરવી, કારણ કે અદશ્ય (એવા પરમાણુઓ) દશ્ય (પરમાણુઓના પુંજનું) ઉપાદાન કારણ બની શકે નહીં. નહીંતર તો ક્યારેક ચક્ષ-ઉષ્મા વગેરેની સંતતિ પણ (દશ્યક્ષણને ઉત્પન્ન કરી) દશ્ય બની જવી જોઈએ.
બૌદ્ધ - અતિતસતેલમાં (અગ્નિ હોવા છતાં દેખાતો નથી. પણ એના પર પાણી છાંટતા તરત ભડકો થાય છે. તો) અદશ્યદહન સન્તતિમાંથી દશ્યદેહનની ઉત્પત્તિ થઈ ને! (માટે અદશ્ય એ દશ્યનું ઉપાદાન ન હોય એવી વાત બરાબર નથી.)
નૈયાયિક - (અતિતતતેલમાં અદશ્ય દહન હોય છે આ જ તમારી મોટી ભ્રમણા છે. કારણ કે ત્યાં તો ચૂલામાં રહેલા અગ્નિના દશ્ય કણ જે) તે અતિતતતેલમાં અંતઃપ્રવિષ્ટ હોય છે એ દશ્યદહન અવયવોથી જ સ્કૂલદહન ઉત્પન્ન થાય છે. (એટલે અદશ્યદહન દશ્યદહનનું ઉપાદાન બન્યું એવું કાંઈ છે નહીં, ને તેથી “અદશ્યમાંથી દશ્ય ઉત્પન્ન ન જ થાય' એવો નિયમ માનવો જ પડશે.)
બૌદ્ધ - (તો પછી) અદશ્ય ચણકમાંથી દશ્ય ત્રસરેણુ (=વ્યણુક) શી રીતે ઉત્પન્ન થાય છે?
નૈયાયિક - 'અમે કોઈ વસ્તુને સ્વભાવથી દશ્ય નથી કહેતાં, કિંતુ મહત્ત્વ, ઉદ્ભૂતરૂપ વગેરે કારણસમુદાય હોય તો દશ્ય, ને ન હોય તો અદશ્ય. એમ કહીએ છીએ. ત્રસરેણુમાં મહત્ત્વ હોવાથી પ્રત્યક્ષત્વ છે. લયણુકાશિમાં પ્રત્યક્ષત્વ નથી, કારણ કે ત મહત્ત્વ નથી. પણ તમારા મતે આવી સંગતિ સંભવતી નથી, કારણ કે પરમાણુમાં મહત્ત્વ હોતું નથી.
(વિ.) (૧) એટલે અદશ્ય સ્વભાવવાળા કણકમાંથી દશ્યસ્વભાવવાળા ચણક ઉત્પન્ન થાય છે એવું અમે કહેતા જ નથી. જેમાં મહત્ત્વ ને ઉભૃતરૂપ બંને હોય તે દશ્ય ને જેમાં એ બેમાંથી એકાદ પણ ન હોય તે અદશ્ય.
ઉમામાં મહત્ત્વ છે પણ ઉભૂત રૂપ નથી, માટે અદશ્ય... લયણુકમાં ઉભૂત રૂપ છે, પણ મહત્ત્વ નથી, માટે અદશ્ય..
ચણુકમાં બંને છે, માટે દશ્ય. (બૌદ્ધ -આનો અર્થ એ થયો કે યણુક હતા ત્યાં સુધી મહત્ત્વ ન હોવાથી અદશ્ય, ને ચણુક બન્યા એટલે મહત્ત્વ આવી જવાથી દશ્ય. તો આ રીતે અમે પણ કહીશું કે પરમાણુ સ્વતંત્ર હોય ત્યાં સુધી મહત્ત્વ ન હોવાથી