________________
પરમાણુ સિદ્ધિ
151
અદશ્ય, ને એનો પુંજ થયો એટલે મહત્ત્વ આવી જવાથી દશ્ય.)
(૨) નૈયાયિક - અમારે ત્યણુક એટલે એક નવું સ્વતંત્ર અવયવી દ્રવ્ય છે જેમાં મહત્ત્વ આવી શકે છે. તમારે તો આવું કોઈ એક નવું સ્વતંત્ર અવયવી દ્રવ્ય માનવાનું નથી. માત્ર પરમાણુઓ જ માનવાના છે. એમાંથી કશું નવું બનેલું માનવાનું નથી. ને પરમાણુઓમાં તો મહત્ત્વ છે નહીં. એટલે એમાં દશ્યત્વ ઘટાવી શકાય નહીં.
એટલે ઘટ વગેરે જે પ્રત્યક્ષથી જ દેખાય છે એ જ અવયવીને માનવામાં પ્રમાણ છે એ જાણવું.
(मु.) इत्थं चावयविसिद्धौ तेषामुत्पादविनाशयोः प्रत्यक्षसिद्धत्वादनित्यत्वम् । तेषां चावयवावयवधाराया अनन्तत्वे मेरुसर्षपयोरपि साम्यप्रसङ्गः, अतः क्वचिद्विश्रामो वाच्यः, यत्र तु विश्रामस्तस्यानित्यत्वेऽसमवेत (भाव) कार्योत्पत्तिप्रसङ्गात् तस्य नित्यत्वम् । महत्परिमाणतारतम्यस्य गगनादौ विश्रान्तत्वमिवाऽणुपरिमाणतारतम्यस्यापि क्वचिद्विश्रान्तत्वमस्तीति तस्य परमाणुत्वसिद्धिः । न च त्रसरेणावेव विश्रामोऽस्त्विति वाच्यम्, 'त्रसरेणुः सावयवः, चाक्षुषद्रव्यत्वात्, घटवद्' इत्यनुमानेन तदवयवसिद्धौ, 'त्रसरेणोरवयवाः सावयवाः, महदारम्भकत्वात्, कपालवद्' इत्यनुमानेन तदवयवसिद्धेः । न चेदमप्रयोजकं, अपकृष्टमहत्त्वं प्रत्यनेकद्रव्यवत्त्वस्य प्रयोजकत्वात् । न चैवंक्रमेण तदवयवधाराऽपि सिद्धयेदिति वाच्यं, अनवस्थाभयेन तदसिद्धेरिति ।
(પરમાણુ સિદ્ધિ) (મ.) આમ ઘટાદિ અવયવી સિદ્ધ થવા પર (અને) એના ઉત્પાદ-વિનાશ પ્રત્યક્ષસિદ્ધ હોવાથી એ અનિત્ય હોવા સિદ્ધ થાય છે. તે અવયવીઓના અવયવ, એના અવયવ. એમ અવયવની ધારાને જો અંત વિનાની અનંત માનવાની હોય તો મેરુ અને સરસવ... બંને એક સરખા થઈ જવાની આપત્તિ આવે. (એ ન આવે એ) માટે ક્યાંક અવયવધારાનો અંત માનવો જોઈએ. (અર્થાત્ આગળ અવયવ હોતા નથી એમ માનવું જોઈએ.) જ્યાં વિશ્રામ આવે તેને અનિત્ય માનવામાં અસમતભાવકાર્યની ઉત્પત્તિ માનવાની આપત્તિ આવતી હોવાથી એને નિત્ય માનવામાં આવે છે. મહત્પરિમાણનું તારતમ્ય જેમ ગગનાદિમાં વિશ્રાંત થયું છે એમ અણુપરિમાણના તારતમ્યને પણ ક્યાંક વિશ્રાંત થયેલું માનવું જોઈએ. તેથી એ પરમ-અણુ-પરમાણુ તરીકે સિદ્ધ થાય છે. “ત્રસરેણુમાં જ અવયવધારાનો વિશ્રામ માની લ્યો ને!” એમ ન કહેવું, કારણ કે “ત્રસરેણુ, સાવયવ હોય છે, કારણ કે ચાક્ષુષદ્રવ્ય છે, જેમ કે ઘડો” એવા અનુમાનથી ત્રસરેણુના અવયવ સિદ્ધ થવા પર, “ત્રસરેણુના અવયવો સાવયવ હોય છે, કારણ કે મહદારંભક હોય છે, જેમ કે કપાલ એવા અનુમાનથી એના અવયવની સિદ્ધિ થાય છે. આ અપ્રયોજક પણ નથી, કારણ કે અપકષ્ટમહત્ત્વ પ્રત્યે અનેકદ્રવ્યવસ્વ પ્રયોજક છે. “આ રીતે તો તે અંતિમ અવયવોની પણ અવયવઘારા સિદ્ધ થશે' એમ ન કહેવું, કારણ કે અનવસ્થાનો ભય હોવાથી એ સિદ્ધ થતી નથી.
(વિ.) (૧) ઘટના અવયવ કપાલ, કપાલના અવયવ કપાલિકા.. એમ ચણકના અવયવ કયણુક, યણુકના અવયવ પરમાણુ.. પરમાણુના અવયવ કોણ? જો હજુ આગળ એના અવયવ, એના અવયવ. એમ અંત વિનાની ધારા જ માન્યા કરવાની હોય તો મેરુના પણ અનંત અવયવ ને સરસવના પણ અનંત અવયવ... બંને સરખા જ થઈ જાય ને! (જેના અવયવો ઓછા... અર્થાત્ જલ્દી પૂરા થઈ જાય-અંત આવી જાય એ નાનું, ને જેના અવયવો વધારે... અર્થાત્ જલ્દી પૂરા ન થાય-જલ્દી અંત ન આવે એ મોટું... એમ કહી શકાય. પણ હવે તો કોઈના પૂરા જ નથી થતા... માટે કોઈને નાનું-મોટું ન કહી શકાવાથી સરખા કહેવા પડે.)
પણ એ બંને સરખા નથી એ તો પ્રત્યક્ષસિદ્ધ છે માટે અવયવધારાનો ક્યાંક વિશ્રામ માનવો પડે. અર્થાત્ છેલ્લો અવયવ એવો માનવાનો કે હવે એના કોઈ અવયવ નથી, એ નિરવયવ છે.