________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
160
પૃથ્વીત્વ થવાથી પૃથ્વીમાં અતિ
‘અ’ ને ‘ઇતર’ એમ બે નગ્ ન લખે તો ભાસ્વરશુક્લરૂપવદવૃત્તિ એમ થાય. પૃથ્વીત્વ પણ એવી જાતિ હોવાથી પૃથ્વીમાં અતિ
અમાસ્વર અને અસમાના૰ એ બેમાં રહેલા નગ્ન લખે તો માવજીવોતરૂપસમાન ધિરળ... થવાથી પૃથ્વીમાં અતિવ્યાપ્તિ થાય. તાર અને અસમાના૰ માં નો નગ્ ન લખે તો અમાસ્વરશુક્તરૂપસમાન ધિરળ થવાથી પૃથ્વીમાં અતિ રૂપવવૃત્તિ ન લખે તો વાયુ વગેરેમાં અતિવ્યાપ્તિ થાય.
તથા, સાક્ષાત્ શબ્દ ન લખે તો અભાસ્વરશુક્લેતરરૂપ=ભાસ્વરશુક્લરૂપ... તેમાં અવૃત્તિ દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તરીકે કાર્પસત્વ પણ આવી જાય ને તેથી કપાસમાં અતિ
જો કે નૈમિત્તિકદ્રવત્વ...ઇત્યાદિ સાધર્મ્સ જે આપ્યું તેમાં, મૂળમાં શુક્લરૂપની વાત હોવાથી નૈમિત્તિકદ્રવત્વની ઉપસ્થિતિ થવી કઠિન કહેવાય. તેમ છતાં, જો એ કરવાની જ હોય તો પછી વત્વ ઉપસ્થિત થયું હોવાથી, એ જ સાધર્મ્સમાં વાયુ વગેરેમાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે જે ‘રૂપવવૃત્તિ' વિશેષણ વાપર્યું છે એના બદલે ‘વત્વવવૃત્તિ’ વિશેષણ વાપરવું જ યોગ્ય કહેવાય. એમ કરવાથી વાયુ વગેરેમાં અતિનું વારણ પણ થઈ જાય છે. ને વળી પછી તો પટત્વાદિ પણ લઈ ન શકાવાથી ‘દ્રવ્યત્વસાક્ષાવ્યાપ્ય’ એવું લખવાની પણ જરૂર ન અેવાથી લાઘવ પણ થાય. પણ એમ કરવાથી નૈમિત્તિકદ્રવત્વવૃત્તિ-દ્રવત્વવવૃત્તિ-જાતિમત્ત્વ આવું સાધર્મ્સ થાય જેમાં મૂળગત શુક્લરૂપનું તો નામનિશાન પણ ન રહે. તેથી એ લક્ષણ ઉક્ષર કહેવાય. આવું બધું ન થાય એ માટે અભાસ્વર... ઇત્યાદિ બીજો પરિષ્કાર દેખાડ્યો છે.
(મુ.) રસ-સ્પર્શવિતિ । નલક્ષ્ય મધુર વ રસઃ । શીત વ સ્પર્શઃ । તિરસવવવૃત્તિમવવૃત્તિ-દ્રવ્યત્વसाक्षाद्व्याप्य-जातिमत्त्वं तदर्थः । तेन शर्करादौ नातिव्याप्तिः । शीतेतरस्पर्शवदवृत्तिस्पर्शवद्वृत्ति-द्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वं तदर्थः । ननु शुक्लरूपमेवेति कुतः ? कालिन्दीजलादौ नीलिमोपलब्धेरिति चेत् ? न, नीलजनकतावच्छेदिकायाः पृथिवीत्वजातेरभावाज्जले नीलरूपासम्भवात्, कालिन्दीजले नीलत्वप्रतीतिस्त्वाश्रयौपाधिकी', अत एव वियति विक्षेपे धवलिमोपलब्धिः ।
(મુ.) જળનો મધુર રસ જ હોય છે અને શીતસ્પર્શ જ હોય છે. (જો કે મધુર સ્વાદ પૃથ્વીમાં પણ છે. તેથી પરિષ્કૃત લક્ષણ આપે છે) તિક્તરસવામાં અવૃત્તિ અને મધુરરસવામાં વૃત્તિ એવી જે દ્રવ્યત્વસાક્ષાત્ વ્યાપ્ય જાતિ, તત્ત્વ એ લક્ષણાર્થ જાણવો. તેથી શર્કરા વગેરેમાં અતિવ્યાપ્તિ નહીં થાય. (શીતસ્પર્શવત્વ પણ ઉત્પત્તિકાલીન જળમાં અવ્યાપ્ત હોવાથી પરિષ્કૃત લક્ષણ આવું જાણવું) (શીતેતરસ્પર્શવામાં અવૃત્તિ-સ્પર્શવામાં વૃત્તિ એવી દ્રવ્યત્વસાક્ષાત્ર્યાપ્ય જે જાતિ, તત્ત્વ...)
શંકા - જળમાં એકલું શુક્લ રૂપ જ હોય છે આવું કેમ કહો છો ? યમુનાનું પાણી તો લીલું દેખાય છે... સમાધાન – ના, પાણીમાં નીલરૂપ સંભવતું નથી. કારણ કે નીલવર્ણની કારણતાના અવચ્છેદક તરીકે સિદ્ધ થયેલી પૃથ્વીત્વજાતિનો (જળમાં) અભાવ હોવાથી (જળમાં એની સમવાયિકારણતા ન હોવાના કારણે) નીલરૂપ (ઉત્પન્ન થવું) સંભવતું નથી. યમુનાના જળમાં નીલવર્ણની જે પ્રતીતિ થાય છે તે આશ્રયૌપાધિકી' હોય છે. એટલે જ જ્યારે એ પાણીને આકાશમાં ઉછાળવામાં આવે છે ત્યારે પાણીમાં ઘવલતા જ જણાય છે (નીલિમા નહીં).
(વિ.) (૧) જ્યારે જે વસ્તુના સ્વાભાવિક રૂપ વગેરેના બદલે તે વસ્તુમાં અસંભવિત એવા ભિન્ન પ્રકારના રૂપ વગેરેની પ્રતીતિ થતી હોય ત્યારે તે ભિન્ન પ્રકારના રૂપ વગેરે ધરાવનાર કોઈ તત્ત્વ અંદર ભળેલું છે, એમ નાછુટકે પણ માનવું જ પડે છે. આ તત્ત્વને ‘ઉપાધિ’ કહેવાય છે. જેમ કે સ્ફટિકમાં લાલ વર્ણ સંભવિત નથી. છતાં, એની પાછળ લાલ કપડું લાવવામાં આવે તો સ્ફટિક લાલ દેખાય છે. તો આ કપડું ઉપાધિ કહેવાય છે અને રક્તવર્ણની પ્રતીતિ રક્તપૌપાધિકી કહેવાય છે. પ્રસ્તુતમાં, આકાશમાં ઉછાળેલા યમુનાજળમાં લીલાશ જણાતી નથી એ જણાવે