________________
156
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
કલ્પભેદે નૃસિંહ અનેક હોવાથી નૃસિંહત્વ જ તેવી જાતિ તરીકે લઈ શકાવાથી દોષ રહેતો નથી.
અહીં, અન્યાવયવિત્વે સતિ વેણાશ્રયમ્ આવું જે લક્ષણ કર્યું હતું એમાં આખા લક્ષણના વિચારમાં પ્રત્યાવયવિત્વ નો અર્થ દ્રવ્યનરમ્ભદ્રવ્યત્વ કે સમવાયેન વ્યવમિત્રત્વ (અર્થાત દ્રવ્યનું આરંભક ન હોય એવું દ્રવ્ય, કે સમવાયથી દ્રવ્યવાળું જે હોય એનાથી ભિન્ન વસ્તુ અન્યાવયવી કહેવાય) એવો કરવામાં વાંધો નહીં આવે. પણ માત્ર અભ્યાવયવીના લક્ષણ તરીકે તો આ બંને લક્ષણો આકાશાદિ વિભદ્રવ્યોમાં અતિવ્યાપ્ત જાણવા. કારણ કે આકાશ પણ કોઈ જ દ્રવ્યનું આરંભક નથી કે સમવાયેન દ્રવ્યવાનું નથી... કારણ કે અવયવભૂત (કપાલાદિ) દ્રવ્ય જ (ઘટાદિ) અવયવી દ્રવ્યનું આરંભક હોય છે કે સમવાયેન દ્રવ્યવાનું હોય છે. આકાશાદિ કોઈના અવયવભૂત નથી. એટલે અત્યાવયવીના લક્ષણ તરીકે તો અવયવમિત્રત્વે સતિ અવયવત્વ આ લક્ષણ જ ઉચિત કહેવાય. છતાં, આકાશાદિમાં ચેષ્ટાશ્રયત્ન ન હોવાથી શરીરના લક્ષણના અતિ તો થવાની નથી જ એ જાણવું.
(मु.) इन्द्रियमिति। घ्राणेन्द्रियं पार्थिवमित्यर्थः । पार्थिवत्वं कथम् ? इति चेद् ? इत्थं-घ्राणेन्द्रियं पार्थिवं, रूपादिषु मध्ये गन्धस्यैवाभिव्यञ्जकत्वात्, कुंकुमगंधाभिव्यञ्जक(गो)घृतवत् । न च दृष्टांते स्वीयरूपादिव्यञ्जकत्वादसिद्धिरिति वाच्यम्, 'परकीयरूपाद्यव्यञ्जकत्वस्य तदर्थकत्वात् । नच नवशराव(गत)गन्धव्यञ्जकजलेऽनैकान्तिकत्वमिति वाच्यम्, तस्य सक्तुरसाभिव्यञ्जकत्वात् । यद्वा परकीयेति न देयं, वायूपनीतसुरभिभागानां दृष्टान्तत्वसम्भवात्। न च घ्राणेन्द्रियसन्निकर्षस्य गन्धमात्राभिव्यञ्जकत्वात्तत्र व्यभिचार इति वाच्यम्, द्रव्यत्वे सतीति विशेषणात् ।
(ધ્રાણેન્દ્રિયમાં પાર્થિવત્વસિદ્ધિ) (મુ.) ધ્રાણેન્દ્રિયપાર્થિવ છે. ધ્રાણેન્દ્રિયમાં પાર્થિવત્વશી રીતે (સિદ્ધ થાય છે?-) ધ્રાણેન્દ્રિય પાર્થિવ છે, કારણકે રૂપાદિમાંથી માત્ર ગંધની જ અભિવ્યંજક છે, જેમકે કંકની ગંધનું અભિવ્યંજકગાયનું ઘી. (રૂપ-રસ-ગંધ-સ્પર્શમાંથી જે માત્ર ગંધનું અભિવ્યંજક હોય તે પાર્થિવ હોય આવી વ્યાતિ જાણવી.)
શંકા-ગોધૃત તો પોતના રૂપાદિનું પણ અભિવ્યંજક હોવાથી માત્ર ગંધનું અભિવ્યંજકત્વ સ્વરૂપ હેતુ એ દષ્ટાંતમાં અસિદ્ધ છે. (એટલે કે દષ્ટાંત સાધનવિકલ છે.)
સમાધાન - તો પછી અમે પરકીય' એવું વિશેષણ જોડીશું. અર્થાત્ જે પરકીય રૂપાદિમાંથી માત્ર ગંધનું અભિવ્યંજક હોય તે પાર્થિવ હોય.
શંકા- નવા કોડિયામાં પાણી નાખવાથી ગંધ આવે છે. માટે પાણી એની ગંધનું અભિવ્યંજક બનવાથી અને એમાં પાર્થિવત્વ ન હોવાથી વ્યભિચાર.
સમાધાન - ના, કારણ કે પાણી તો સાથવાના સ્વાદનું પણ અભિવ્યંજક છે. માટે માત્ર ગંધાભિવ્યંજત્વન હોવાથી એમાં હેતુ જ નથી રહ્યો, તો વ્યભિચાર ક્યાંથી આવે?
અથવા, પરકીય એવું વિશેષણ ન લગાડવું. પણ વાયુપનીત સુરભિભાને દૃષ્ટાંત તરીકે લેવું. શંકા - ધ્રાણેન્દ્રિયસન્નિકર્ષ માત્ર ગંધાભિવ્યંજક હોવાથી એમાં વ્યભિચાર આવશે. સમાધાન - દ્રવ્યત્વે સતિ એવું વિશેષણ જોડી એનું વારણ કરીશું. (વિ.) (૧) એટલે અનુમાન પ્રયોગ આવો થશેघ्राणेन्द्रियं पार्थिव परकीयरूपादिषु मध्ये गन्धस्यैवाभिव्यञ्जकत्वात्, कुंकुमगन्धाभिव्यञ्जकगोघृतवत् (૨) અનુમાન પ્રયોગ - પ્રાદ્રિયંર્થિર્વ, પતિપુ મધ્યે થઐવામિત્રજ્ઞાત, વાયૂપનીતકુમકાવત્ (૩) અનુમાન પ્રયોગ - घ्राणेन्द्रियं पार्थिवं, द्रव्यत्वे सति रूपादिषु मध्ये गन्धस्यैवाभिव्यञ्जकत्वात्, वायूपनीतसुरभिभागवत्
ધ્રાણેન્દ્રિય સંનિકર્ષ દ્રવ્ય' ન હોવાથી વ્યભિચારનું વારણ થઈ જાય છે. (સર્વત્ર - ગંધની અભિવ્યક્તિનુંપ્રત્યક્ષનું જે કારણ બને એ બધા ગંધાભિવ્યંજક કહેવાય... ઇત્યાદિ જાણવું.)