________________
શરીરત્વ વિચાર
શંકા - જે શરીરમાં ચેષ્ટા થઈ જ નથી એમાં અવ્યાપ્તિ આવશે.
-
155
સમાધાન – શરીર હોય ને ચેષ્ટા ન થઈ હોય એમાં કોઈ પ્રમાણ નથી. અથવા, પેટાવવન્ત્યાવયવિવૃત્તિદ્રવ્યત્વ-વ્યાપ્યઞાતિમત્ત્વ કે અન્ત્યાવયવિમાત્રવૃત્તિ - ચેષ્ટાવવૃત્તિ-જ્ઞાતિમત્ત્વ એવું લક્ષણ કરશું. માનુષત્વ, ચૈત્રત્વ વગેરે જાતિઓને (એવી જાતિ તરીકે) લઈ લક્ષણસમન્વય કરવો.
શંકા – નૃસિંહશરીરમાં શી રીતે લક્ષણસમન્વય કરશો ? કારણ કે નૃસિંહત્વ તો એકવ્યક્તિવૃત્તિ હોવાથી જાતિ નથી, જલીયતૈજસશરીરવૃત્તિ હોવાથી (સાંકર્ય થતું હોવાથી) દેવત્વ પણ જાતિ નથી.
સમાધાન – કલ્પભેદે નૃસિંહશરીર પણ અનેક હોવાથી (નૃસિંહત્વ એ જાતિ છે. ને તેથી એ) નૃસિંહત્વજાતિ લઈને લક્ષણસમન્વય થઈ જાય છે.
(વિ.) (વં શરીર - વં શરીર એવો અનુગતવ્યવહાર છે. વળી, વળાવિનિકાળતાનિરૂપિતસમવાયસમ્બન્ધાવચ્છિન્નાર્યતા વિચિધર્માવચ્છિન્ના ાર્યતાત્વાત્, ષટનિષ્ઠાવાર્યતાવત્ ઇત્યાદિ અનુમાનથી કરચરણાદિમાં રહેલી સમવાયિકારણતાના કાર્યતાવચ્છેદક તરીકે લાઘવતર્કની સહાયથી શરીરત્વ જાતિની સિદ્ધિ થઈ શકે છે. છતાં, સાંકર્યનામનો જાતિબાધક હોવાથી શરીરત્વ એ જાતિ નથી.) ઘટમાં પૃથ્વીત્વ છે, શરીરત્વ નથી, જલીયશરીરમાં શરીરત્વ છે, પૃથ્વીત્વ નથી, ને પાર્થિવશરીરમાં પૃથવીત્વ-શરીરત્વ બન્ને છે. માટે પૃથ્વીત્વાદિ સાથે સાંકર્ય હોવાથી શરીરત્વ એ જાતિ નથી. કિન્તુ શરીરત્વ એ ચેષ્ટાશ્રયત્વરૂપ છે – આમાં ચેષ્ટા એટલે હિતાહિતપ્રાપ્તિપરિહારાનુ ક્રિયા। (જેનાથી હિતપ્રાપ્તિ અથવા અહિતપરિહાર થાય એવી ક્રિયા એ ચેષ્ટા છે.) અથવા, રૂ∞ાદ્વેષપ્રયુક્ત્ત-æાનિટ્ટોપાયવિષયપ્રવૃત્તિનિવૃત્તિરૂપયિાત્વ ચેષ્ટાત્વ... ઇષ્ટ છે સુગંધ, એનો ઉપાય છે પુષ્પ... સુગંધની ઇચ્છાથી પ્રયુક્ત છે પુષ્પવિષયક પ્રવૃત્તિ (પુષ્પને ચૂંટવું - હાથમાં લેવું - સૂંઘવું વગેરે) એ, અથવા અનિષ્ટ છે પીડા, એનો ઉપાય છે કાંટો... પીડાના દ્વેષથી કાંટાવિષયક નિવૃત્તિ (કાંટાથી દૂર જવું વગેરે) એ... ચેષ્ટા છે.
(૨) હાથ અન્ત્યાવયવી ન હોવાથી અતિવ્યાપ્તિનું વારણ થાય છે. જે પોતે કોઈનો અવયવ ન હોય, માત્ર અવયવી જ હોય તે અન્ત્યાવયવી કહેવાય. જેમ કે ઘડો. અવયમિન્નત્વે સતિ અવયવિત્વ અન્ત્યાવવિત્વમ્ ।
(૩) સુષુપ્ત શરીરમાં પણ નિદ્રાગ્રહણાદિરૂપ હિતાનુકૂલક્રિયા હોવાથી ચેષ્ટા છે જ. તેથી ચેષ્ટા ન હોવામાં કોઈ પ્રમાણ નથી. છતાં આદ્યક્ષણાવચ્છિન્ન શરીર તો નિષ્ક્રિય હોવાથી એમાં અવ્યાપ્તિ આવે જ. એના વારણ માટે જાતિઘટિત લક્ષણ આપ્યું છે. તેથી
ચેષ્ટાવાળા અન્ત્યઅવયવીમાં રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તત્ત્વ એવું લક્ષણ થયું. હસ્તાદિમાં અતિના વારણ માટે અન્ત્યાવયિત્વ... ઘટાદિમાં અતિના વારણ માટે ચેષ્ટાવવું... શરીરત્વ એ જાતિ નથી. તેથી આવી જાતિ તરીકે મનુષ્યત્વ, બ્રાહ્મણત્વ, ચૈત્રત્વ વગેરે આવશે જે ઉત્પત્તિકાલીન શરીરમાં પણ હોવાથી અવ્યાપ્તિ નહીં રહે.
(ચેષ્ટાવદન્ત્યાવયવી જે શરીર છે એમાં પૃથ્વીત્વ જાતિ પણ છે જે ઘટાદિમાં હોવાથી અતિ આવે છે. એનો પરિહાર કરવા બીજું લક્ષણ આપે છે -)
અન્ત્યાવયવીમાત્રમાં રહેલી એવી ચેષ્ટાવક્ર્માં રહેલી જે જાતિ તત્ત્વ એવું લક્ષણ જાણવું. પૃથ્વીત્વ તો જે
અન્ત્યાવયવી નથી તેવા કપાલ-હસ્તાદિમાં પણ રહેલ છે.
(૪) નૃસિંહશરીરમાં આવી કઈ જાતિ મળે ? શરીરત્વ જાતિ નથી. પૃથ્વીત્વ વગેરે અન્ત્યાવયવીમાત્રવૃત્તિ નથી, નૃસિંહત્વ એક વ્યક્તિવૃત્તિ હોવાથી જાતિ નથી. ને દેવત્વ સાંકર્ય હોવાથી જાતિ નથી. (કરામાં જલત્વ છે, દેવત્વ નથી. સૂર્યલોકાદિના દેવોમાં દેવત્વ છે, જલત્વ નથી. વરુણ દેવોમાં જલત્વ ને દેવત્વ બંને છે. એટલે સાંકર્ય.) છતાં,