________________
153
અનિત્યપૃથ્વીના ૩ પ્રકાર
ન આવે તો ઋણુકમાં અપકૃષ્ટમહત્ત્વ જ આવી ન શકે. આમ અનુકૂલતર્ક હોવાથી અમારો હેતુ અપ્રયોજક નથી. આમાં અનેકદ્રવ્યવત્ત્વ=સમવેતસમવેતત્વ. એટલે ચણુક જો સાવયવ હોય તો જ પ્રથમ ‘સમવેત’ પદથી પકડી શકાય. ને એવા દ્રચણુકો જો ઋણુકના અવયવરૂપ હોય તો જ બીજા ‘સમવેત’ પદથી ઋણુક પકડી શકાય. અને તો આવું સમવેતસમવેતત્વ રૂપ અનેકદ્રવ્યવત્ત્વ ઋણુકમાં આવી શકે. તેથી ઋણુકના અવયવો (ચણૂક) તથા એ અવયવોના પણ અવયવો તરીકે પરમાણુની સિદ્ધિ થાય છે.
શંકા - જેમ ઋણુકને સમવેતસમવેત કહી પરમાણુ સુધી પહોંચ્યા, તેમ ઊઁચણુકને પણ સમવેતસમવેત કહી પરમાણુના પણ અવયવ સિદ્ધ કરો ને !
સમાધાન - એ રીતે માન્યા કરવામાં અનવસ્થા ચાલવાનો ભય હોવાથી એ સિદ્ધ થતા નથી.
(l.) सा च त्रिधा भवेद्देहमिन्द्रियं विषयस्तथा ॥ ३७ ॥ योनिजादिर्भवेद्देह इन्द्रियं घ्राणलक्षणम् ।
=
I
(મુ.) મા ચેતિ । સા = વાર્યરૂપા પૃથિવી ત્રિવિધા, શરીરેન્દ્રિયવિષયમેવાવિત્યર્થ: ।।રૂ૭।। તત્ર વેદનુવાદરતિयोनिजादिरिति । योनिजमयोनिजं चेत्यर्थः । योनिजमपि द्विविधं जरायुजमण्डजं चेति । जरायुजं मानुषादीनां, अण्डजं सर्पादीनाम् । अयोनिजं स्वेदजोद्भिज्जादिकम् । स्वेदजाः कृमिदंशाद्याः । उद्भिज्जाः - तरुगुल्माद्याः । नारकिणां शरीरमप्योनिजम् ।
(અનિત્ય પૃથ્વીના ૩ પ્રકાર)
(કા.) તે (અનિત્ય પૃથ્વી) ત્રણ પ્રકારે છે - દેહ, ઇન્દ્રિય તથા વિષય. યોનિજ વગેરે પ્રકારે દેહ છે, ને પ્રાણ સ્વરૂપ ઇન્દ્રિય છે.
(મુ.) તે કાર્યરૂપપૃથ્વી શરીર, ઇન્દ્રિય અને વિષયભેદે ત્રણ પ્રકારની છે. તેમાં દેહનું ઉદાહરણ આપે છે. પાર્થિવદેહ બે પ્રકારે છે. યોનિજ અને અયોનિજ... યોનિજ દેહના પણ બે પ્રકાર છે. જરાયુજ અને અંડજ. મનુષ્યાદિનું જરાયુજ ને સર્પાદિનું અંડજ શરીર હોય છે. અયોનિજના સ્વેદજ-ઉદ્ભિજ્જ વગેરે પ્રકાર છે. કૃમિદંશ વગેરે સ્વેદજ શરીરના ઉદાહરણ છે ને તરુ-ગુલ્માદિ ઉદ્ભિજ્જ શરીરના ઉદાહરણ છે. નારકીઓનું શરીર પણ અયોનિજ હોય છે.
(मु.) न च मानुषादिशरीराणां पार्थिवत्वे किं मानमिति वाच्यम्, 'गन्धादिमत्त्वस्यैव प्रमाणत्वात् । न च 'क्लेदोष्मादेरुपलम्भादाप्यत्वादिकमपि स्यादिति वाच्यम्, तथा सति जलत्वपृथिवीत्वादिना संकरप्रसङ्गात् । न च तर्हि जलीयत्वादिकमेवास्तु, न तु पार्थिवत्वमिति वाच्यम्, क्लेदादीनां विनाशेऽपि शरीरत्वेन प्रत्यभिज्ञानात्, गन्धाद्युपलब्धेश्च पृथिवीत्वसिद्धेः, तेन पार्थिवादिशरीरे जलादीनां निमित्तत्वमात्रं बोध्यम् ।
(મુ.) શંકા - મનુષ્યાદિનું શરીર પાર્થિવ હોય છે એમાં શું પ્રમાણ છે ?
સમાઘાન - કેમ ? ગંધાદિમત્ત્વ જ એમાં પ્રમાણ છે.
શંકા - એમ તો એ શરીરમાં ભીનાશ, ઉષ્મા વગેરે પણ જણાતા હોવાથી આપ્યત્વાદિ (જલીયત્વાદિ) પણ માનવા પડશે. સમાધાન - તો પછી જલત્વ-પૃથ્વીત્વ વગેરેનું સાંકર્ય થવાની આપત્તિ આવે.
૪શંકા – તો પછી જલીયત્વાદિ જ માનો, નહીં કે પાર્થિવત્વ...
સમાધાન – ના, કેમ કે ક્લેદાદિનો નાશ થયા પછી પણ શરીર તરીકે પ્રત્યભિજ્ઞાન થાય છે તથા એ વખતે પણ ગંધાદિની ઉપલબ્ધિ હોવાથી પૃથ્વીત્વ સિદ્ધ થાય છે. તેથી પાર્થિવાદિ શરીરમાં જલાદિ માત્ર નિમિત્તકારણ છે એમ જાણવું.