________________
148
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(મુ.) મધુર વગેરે પ્રકારે જે ષવિધ રસ પ્રસિદ્ધ છે તે પૃથ્વીમાં જ છે, જળમાં માત્ર મધુર રસ જ હોય છે. અહીં પણ પૂર્વવરૂપની જેમ રસદ્વયવદ્યુત્તિ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ, તદ્વત્ત્વ એવું લક્ષણ જાણવું. (દ્વિવિદ્યગન્ધવત્વ એવું જે કહ્યું તેમાં) દ્વિવિદ્ય એ (પૃથ્વીમાં બે પ્રકારની ગબ્ધ હોય છે એવી) વસ્તુસ્થિતિને જણાવવા માટે જ છે, નહીં કે દ્વિવિધગન્ધવત્ત્વ એવું લક્ષણ છે, કારણકે ‘દ્વિવિધત્વ' વ્યર્થ છે. ગન્ધમાં રહેલુંટૈવિધ્ય સૌરભ-અસૌરભ એવા પ્રકારે જાણવું પૃથ્વીનો સ્પર્શ પાકજ અનુણાશીત હોય છે. અનુષ્માશીતસ્પર્શવત્વ વાયુમાં પણ હોય છે. માટે ‘પાકજ એમ ભેગું કહ્યું છે. ‘પાકજ' કહ્યું એટલે, (અનુણ્યાશીતસ્પર્શ જે કહ્યો છે તે) પૃથ્વીનો સ્પર્શઅનુષ્કાશીત હોય છે એમ જણાવવા માટે જ. લક્ષણ તો ખાલી પાકજસ્પર્શવત્વ' એટલું જ જાણવું, કારણકે અધિક ભાગ વ્યર્થ છે. જોકે પાકજ સ્પર્શ પટાદિમાં નથી, તો પણ પાકજસ્પર્શવવૃત્તિ - દ્રવ્યત્વવ્યાપ્ય-જાતિમત્તે એવો લક્ષણવાક્યનો અર્થ જાણવો.
(વિ.) (૧) મધુર, આમ્સ, લવણ, કર્ક, કષાય, તિક્ત આ છ પ્રકારનો રસ પ્રસિદ્ધ છે. અહીં પણ, જેમાં અનેક રસની ઉત્પત્તિ ન થઈ હોય એમાં આવતી અવ્યાપ્તિના વારણ માટે રસદ્ધયવાનમાં (અથવા રસનાશવામાં) રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ તદ્ધત્ત્વ એવું લક્ષણ જાણવું. આવા દરેક લક્ષણોમાંપૂર્વેકહીગયામુજબદ્રવ્યત્વવ્યાપ્ય= દ્રવ્યત્વચૂનવૃત્તિ એવો અર્થ સમજવો. અહીંરસવવ્રુત્તિ-જલાવૃત્તિ-જાતિમત્વે આવું લક્ષણ પણ થઈ શકે એ જાણવું.
(૨) ગન્ધ પૃથ્વી સિવાય અન્યત્ર ક્યાંય હોતી નથી. તેથી “ગન્ધવન્દ્ર' લક્ષણમાં પણ કોઈ દોષ રહેતો ન હોવાથી એ જ લક્ષણ છે. “દ્વિવિદ્ય' જે કહ્યું છે તે માત્ર સ્વરૂપ જણાવવા માટે છે. અતિવ્યાપ્તિના વારણ માટે વિશેષણ મૂકાતું હોય છે. અહીં કિવિધ એવું વિશેષણ ન મૂકીએ તો પણ અતિવ્યાતિ આવતી નથી. માટે એ વ્યર્થ છે.
(૩) પાકજ સ્પર્શ માત્ર પૃથ્વીમાં જ હોય છે. તેથી પાકજ સ્પર્શવત્વ' આટલું જ લક્ષણ આવશ્યક છે. માત્ર અનુષ્માશીતસ્પર્શલખે તો એ તો વાયુમાં પણ છે. તેથી ‘પાકજ' તો લખવું જ પડે છે. ને એલખવાથી “અનુષ્માશીત' લખવાની જરૂર રહેતી નથી. માટે એ ભાગ વ્યર્થ છે, લક્ષણઘટક નથી, માત્ર સ્વરૂપદર્શક છે.
ક્યાંક શીતસ્પર્શ અનુભવાય તો સમજવું કે એમાં સમાવિષ્ટ જલભાગનો છે. ક્યાંક ઉષ્ણ સ્પર્શ અનુભવાય તો સમજવું કે એમાં સમાવિષ્ટ તેજ ભાગનો છે.
એટલે પૃથ્વીનો સ્પર્શ તો અનુષ્ણાશીત જ હોય છે એમ સ્વરૂપ જાણવું. માત્ર સ્વરૂપદર્શક (વ્યભિચારાવારક) એવા પણ આ વિશેષણને જો લક્ષણમાં પ્રવિષ્ટ કરીએ, તો લક્ષણના પ્રયોજનરૂપ જે ઇતરભેદનુમિતિ છે તેમાં હેતુ હેત્વાભાસ બની જાય. તે આ રીતે - અનુમાન પ્રયોગ આવો થશે કે
पृथिवी स्वेतरभेदवती अनुष्णाशीतपाकजस्पर्शवत्त्वात्..... હવે આ અનુમિતિ તો,
થવી વેતરખેવતી વનસ્પર્વત આટલા જ હેતુથી થઈ શકતી હતી. એટલે મનુતિ - વનસ્પત્તિ આવો જે હેતુ હતો તે વ્યર્થ વિશેષણ ઘટિત થવાથી વ્યાપ્યત્વાસિદ્ધ - દુષ્ટ બનશે. એટલે લક્ષણ તો માત્ર પાકજસ્પર્શવત્વ' આટલું જ જાણવું
આમાં “સ્પર્શ' ન લખતાં માત્ર “ગુણ' લખે, તો “પાકજગુણવત્ત્વ” લક્ષણ થાય જેની તેજમાં અતિવ્યાપ્તિ થાય છે. પાક = અગ્નિસંયોગ. તન્યદ્રવત્વગુણ તેજમાં (=વ્રુતસુવર્ણાદિમાં) હોય છે. (ા.) નિત્યાડનિત્યા ર સા દેથા નિત્ય ચલિષ્ણુન્નક્ષI રૂદ્દા
अनित्या तु तदन्या स्यात्सैवावयवयोगिनी । (मु.) नित्येति ।सा पृथिवी द्विविधा, नित्याऽनित्या चेत्यर्थः । अणुलक्षणा-परमाणुरूपा पृथिवी नित्या ॥३६ ।।