________________
મૂર્તત્વ
127
દ્રવ્ય ગમે એટલું મોટું બનાવવામાં આવે તો પણ એ આકાશાદિથી નાના હોવાથી અપકૃષ્ટપરિમાણવાળા જ છે ને એમાં લક્ષણ સમન્વય થઈ જશે.
શંકાઃ અણુપરિમાણ તરીકે વ્યણુકનુંને પરમાણુનું પરિમાણ આવે છે. એમાં પણ પરમાણુનું પરિમાણ વ્યણુકના પરિમાણ કરતાં અણુતર હોવાથી અપકૃષ્ટ નથી. તેથી પાર્થિવ પરમાણુ વગેરેમાં આ સાધર્મ્સની અવ્યાપ્તિ થશે.
સમાધાનઃ મૂર્તત્વ અવિભૂપરિમાણવત્ત્વમ્ આવો અર્થ કરવાથી કોઈ દોષ રહેશે નહીં.
કિયા પ્રથ્વી વગેરે પાંચમાં જ પેદા થાય છે ને આકાશાદિ વિભુમાં પેદા થતી નથી. એટલે જણાય છે કે આકાશાદિમાં ન રહી હોય એવી કોઈ સરખાઈ આ પાંચમાં રહી છે, ને એ.સરખાઈને આગળ કરીને જ આ પાંચ ક્રિયાના સમવાયિકારણ બને છે. આ સરખાઈ એટલે જ મૂર્તત્વ.
તેથી આ પાંચમાં, ક્રિયાની જે સમવાધિકારણતા છે તેના અવચ્છેદક તરીકે મૂર્તિત્વ સિદ્ધ થાય છે, ને લાઘવતર્કથી એ એક અને નિત્ય સિદ્ધ થવાથી જાતિ રૂપે સિદ્ધ થાય છે.
આમ મૂર્તત્વ જાતિરૂપ હોવાથી એનું ‘અપકૃષ્ટ પરિમાણવત્ત્વ” એવું વિવેચન કરવાની જરૂર નથી, એવું પણ કેટલાક કહે છે.
પણ જો એને જાતિરૂપેનલેતાં, અપકૃષ્ટ પરિમાણવત્ત્વરૂપ જ લેવાનું હોયતો ‘મૂર્તત્વસમાનાધિકરણદ્રવ્યત્વ7ન્યૂનવૃત્તિજાતિમવં' એવો અર્થ જાણવો, અન્યથા આધક્ષણાવચ્છિન્ન ઘટાદિમાં અવ્યાતિ આવે.
કર્મવત્ત્વ અને વેગવત્ત્વ
પૃથ્વી વગેરે પાંચ દ્રવ્યોના આવાં બે સાધર્યો જે કહ્યા છે તેના પણ કર્મસમાનાધિકરણદ્રવ્યત્વવ્યાપ્ય (દ્રવ્યત્વચૂનવૃત્તિ) જાતિમત્વ ને વેગસમાનાધિકરણદ્રવ્યત્વવ્યાપ્ય જાતિમત્વ એવા પરિષ્કાર જાણી લેવા.
(का) कालखात्मदिशां सर्वगतत्वं परमं महत् ।
(मु.) कालेति । कालाकाशात्मदिशां सर्वगतत्वम्, सर्वगतत्वं सर्वमूर्तसंयोगित्वं, परममहत्त्वं च । परममहत्त्वत्वं जातिविशेषः, अपकर्षानाश्रयपरिमाणवत्त्वं वा ।
(ક.) કાળ, આકાશ, આત્મા અને દિશા આ૪નું સર્વગતત્વ અને પરમ મહત્પરિમાણ (એ સાધર્મ છે.)
(મુ.) સર્વગતત્વ = સર્વમૂર્તસંયોગિ7. પરમમહત્ત્વત્વ એ જાતિવિશેષ છે. અથવા તો એ અપકર્ષ (ઓછાશ) નો અનાશ્રય હોય એવું પરિમાણવત્ત્વ સ્વરૂપ છે.
(વિ.) શંકાઃ તમારું આ સાધર્મ ‘અસંભવ’ દોષ ગ્રસ્ત છે. જેમ ગ્રાસંગતઃ એટલે ગ્રામકર્મક (અતીતકાલીન) ગતિમાનું... એમ સર્વગતઃ = સર્વગતઃ = સર્વકર્મકગતિમાનું... લક્ષ્યભૂત કાલાદિમાં ગતિક્રિયા જ ન હોવાથી અસંભવદોષ.
સમાધાનઃ સર્વગતત્વ = સર્વમૂર્તસંયોગિત્વ અર્થ હોવાથી અસંભવદોષ નથી, વિભુ પદાર્થોમાં ગતિક્રિયા નથી, સંયોગ તો છે જ.
પ્રશ્નઃ પરમમહત્પરિમાણમાં ‘પરમમહત્ત્વત્વ શું છે? ઉત્તરઃ એ એક વિશેષ પ્રકારની જાતિ છે.
જેમ “ઘટો મહા, પટો મહા વગેરે બુદ્ધિ થતી હોવાથી ઘટ વગેરેના પરિમાણમાં મહત્ત્વત્વ એ જાતિ છે તેમ કાળ વગેરે પરમમહાનું છે તેથી એના પરિમાણમાં પરમમહત્ત્વત્વ એ જાતિ છે.