________________
129
ભૂતત્વ
नातिप्रसङ्गः । न वा लौकिकप्रत्यक्षाविषयरूपादिमति परमाण्वादावव्याप्तिः, तस्यापि स्वरूपयोग्यत्वात्, महत्त्वलक्षणकारणान्तरासन्निधानाच्च न प्रत्यक्षत्वम् । अथवाऽत्मावृत्तिविशेषगुणवत्त्वं तत्त्वम् ।
(ભૂતત્વ-સાધર્મ્સ)
(કા.) ક્ષિતિ વગેરે પાંચ ‘ભૂત’ છે, (ક્ષિતિ વગેરે) ચાર સ્પર્શવાન છે.
(મુ.) પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચનું સાધર્મ્સ ભૂતત્વ છે. તે (=ભૂતત્વ) બહિરિન્દ્રયગ્રાહ્ય જે વિશેષગુણ તત્ત્વ રૂપ છે. એમાં ‘ગ્રાહ્ય’ નો અર્થ લૌકિક પ્રત્યક્ષને જે સ્વરૂપયોગ્ય હોય તે એવો જાણવો. તેથી જ્ઞાતો ઘટઃ એવા પ્રત્યક્ષમાં જ્ઞાન પણ ઉપનીતભાનનો વિષય હોવાથી તાન્ આત્મામાં (આ સાધર્મ્યાની) અતિ નહીં થાય. તથા, લૌકિકપ્રત્યક્ષનો વિષય ન બનતા રૂપ વગેરે (વિશેષગુણ) ધરાવનાર પરમાણ્વાદિમાં અવ્યાપ્તિ નહીં આવે. કારણ કે તે રૂપ વગેરે પણ સ્વરૂપયોગ્ય તો છે જ. માત્ર મહત્ત્વ નામના અન્ય કારણનું સંનિધાન ન મળવાથી એનું પ્રત્યક્ષ થતું નથી. અથવા, આત્મામાં નહીં રહેલ જે વિશેષગુણ, તત્ત્વ એ ભૂતત્વ (એમ અર્થ જાણવો.)
(વિ.) આ ભૂતત્વ શું છે ? બહિરિન્દ્રિયગ્રાહ્યવિશેષગુણવત્ત્વ.
જેમાં બહિરિન્દ્રિયનો વિષય બનનાર વિશેષગુણ હોય તે ભૂત. આવા વિશેષગુણ ગન્ધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ છે.
પદકૃત્ય : ‘બહિઃ’ પદ ન મૂકે તો, ઇન્દ્રિયગ્રાહ્યવિશેષગુણવત્ત્વ લક્ષણ થાય. ઇન્દ્રિયથી મન પકડી શકાય. એના વિષયભૂત વિશેષગુણ તરીકે જ્ઞાન આવી શકે જે આત્મામાં હોવાથી અતિવ્યાપ્તિ થાય. પણ જ્ઞાન ચક્ષુ વગેરે બહિરિન્દ્રિયનો વિષય નથી, માટે અતિવ્યાપ્તિ નહીં.
‘વિશેષગુણ’ ન લખે તો, બહિરિન્દ્રિયગ્રાહ્યત્વ' આવું લક્ષણ થાય. જે આકાશમાં અવ્યાપ્ત છે અને ઘટરૂપ વગેરે ગુણોમાં અતિવ્યાપ્ત છે.
શંકા ઃ પ્રથમક્ષણે ‘અયં ઘટઃ' એવું જ્ઞાન (વ્યવસાય) થયું તે પછી, ‘ઘટજ્ઞાનવાનö’ ‘મયા જ્ઞાતોડ્યું ઘટ:’ એવું જ્ઞાન થયું જે અનુવ્યવસાય કહેવાય છે. આમાં જ્ઞાતઃ=વિષયતાસંબંધેન જ્ઞાનવિશિષ્ટઃ
તેથી જ્ઞાન ‘ઘટ’ નું વિશેષણ બને છે.
તેથી અનુવ્યવસાયાત્મક જ્ઞાનનો વિષય જેમ ઘટ છે તેમ એના વિશેષણ તરીકે (વિશેષણવિધયા) જ્ઞાન પણ વિષય છે જ.
વળી, ‘જ્ઞાતોડ્યું ઘટ:’ આ એક અખંડ પ્રત્યક્ષ છે જે ચક્ષુજન્ય છે. તેથી, એના વિષયભૂત જ્ઞાન પણ બહિરિન્દ્રિયગ્રાહ્યવિશેષગુણ બની ગયો (કારણ કે બહિરિન્દ્રિયગ્રાહ્યત્વ=બહિરિન્દ્રિયજન્યપ્રત્યક્ષવિષયત્વ). તેથી આત્મામાં અતિવ્યાપ્તિ આવશે.
સમાધાન : અહીં ‘બહિરિન્દ્રિયગ્રાહ્યત્વ' માં ગ્રાહ્યત્વનો અર્થ ‘લૌકિકપ્રત્યક્ષવિષયત્વ' કરવાથી, અર્થાત્ ‘લૌકિકસંનિકર્ષમાપ્રયોજ્યવિષયત્વ' એવો કરવાથી આ અતિવ્યાપ્તિનું વારણ થઈ જશે.
આશય એ છે કે ‘જ્ઞાતોડ્યું ઘટ:' આવું અનુવ્યવસાયાત્મક જ્ઞાન ઘટાંશમાં લૌકિકપ્રત્યક્ષ છે, જ્ઞાનાંશમાં અલૌકિકપ્રત્યક્ષ છે. તેથી જ્ઞાનાંશમાં અલૌકિકસંનિકર્ષપ્રયોજ્યવિષયતા છે, પણ લૌકિક સંનિકર્ષપ્રયોજ્યવિષયતા નથી.