________________
130
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
તે આ રીતે જ્ઞાન સાથે ચક્ષુસજ્ઞિકર્ષ શક્ય નથી. અને છતાં એ પ્રત્યક્ષનો (અનુવ્યવસાયાત્મકજ્ઞાનનો) વિશેષણવિધયા વિષય તો બને જ છે. ને સંનિકર્ષ વિના પ્રત્યક્ષ તો થાય જ નહીં. તો અહીં કયો સંનિકર્ષ હોય?
તો કે જ્ઞાનલક્ષણાસંનિકર્ષ
જેમ, એક ધૂમને જોઈને સામાન્યલક્ષણાસંનિકર્ષથી સલધૂમની ઉપસ્થિતિ થવામાં સામાન્યલક્ષણા સંનિકર્ષ મનાયો છે એમ “સુરભિચન્દનમ્' એવું ચાક્ષુષ પ્રત્યક્ષ થવામાં “સુરભિ' અંશે ને શુક્તિમાં થતા ભ્રમાત્મક છંદ રજતમ્' જ્ઞાનમાં રજતાંશે જ્ઞાનલક્ષણાસંનિકર્ષ મનાયો છે. ચંદનને જોઈ “સુરભિ'નું સ્મરણ થાયછેને એના વિષયભૂત
સુરભિ' ચન્દનના પ્રત્યક્ષમાં સાથે ભાસે છે. ઈદનું પ્રત્યક્ષ થાય - ચાકચીઠ્યાદિ દેખાય એટલે રજતનું સ્મરણ થાય છે. એના વિષયભૂત રજતનું આ પ્રત્યક્ષમાં ભાન થવાથી ઈદે રજતમ્” એવો બોધ થાય છે. આમ સુરભિ કે રજત સાથે ચક્ષ સંનિકર્ષ થવામાં એનું સ્મરણાત્મક જ્ઞાન ભાગ ભજવે છે, માટે આ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ કહેવાય છે. (આને વૈજ્ઞાનિક સંનિકર્ષ પણ કહે છે.)
એ જ રીતે, આત્મામાં ઉત્પન્ન થયેલ ઘટજ્ઞાનના અનુવ્યવસાયનું વિષયભૂત જ્ઞાન બાધઘટમાં ભાસે છે. (જેમ રજતના સ્મરણ પછી એના વિષયભૂત રજતને ઉપાડી બહાર પૂર્વવર્તી પદાર્થમાં ગોઠવી ‘વં નતમ્” બોધ થાય છે એમ) 'ઘટજ્ઞાનવાનું બહં એવા અનુવ્યવસાયના વિષયભૂત ઘટજ્ઞાનને બાહ્ય ઘટમાં ગોઠવી જ્ઞાતોä પટઃ' એવો બોધ થાય છે.
એટલે આ ચક્ષુજન્ય પ્રત્યક્ષનો વિષય જ્ઞાન બન્યું, તદ્વત્તા આત્મામાં હોવાથી અતિવ્યાપ્તિ થઈ.
છતાં, આ ચક્ષુજન્ય પ્રત્યક્ષમાં ભાસતા જ્ઞાનાંશમાં જ્ઞાનલક્ષણા (અલૌકિક) સત્રિકર્ષપ્રયોજ્ય વિષયતા છે. માત્ર લૌકિક સંનિકર્ષ પ્રયોજ્ય વિષયતા નથી. તેથી અતિવ્યાપ્તિ નહીં આવે.
[અલૌકિકસંનિકર્ષજ સાક્ષાત્કારએ ઉપનીતભાન કહેવાય છે. તેથી, પ્રસ્તુતમાં જ્ઞાતોથંઘટ:” એ ઉપનીતભાન છે, અને એ જ્ઞાન એના વિષયભૂત છે. માટે મુક્તાવલીમાં ‘જ્ઞાનસ્થાપ્યપનીતભાનવિષયત્વા એમ જણાવ્યું છે.]
શંકા છતાં પાર્થિવ પરમાણુ વગેરેના રૂપ વગેરેનું પ્રત્યક્ષ થતું ન હોવાથી એ પરમાણુમાં અવ્યાપ્તિ આવશે.
સમાધાન : અહીં બહિરિન્દ્રિયગ્રાહ્ય એટલે બહિરિન્દ્રિયજન્ય પ્રત્યક્ષ વિષયત્વ એટલો જ અર્થ નથી, કિન્તુ તેવા પ્રત્યક્ષનું સ્વરૂપયોગ્યત્વ એવો અર્થ છે.
પરમાણુના વિશેષગુણ પ્રત્યક્ષ નથી થતા તે પોતે સ્વરૂપયોગ્ય નથી એ કારણે નહીં, પણ પ્રત્યક્ષ માટે અપેક્ષિત અન્ય નિમિત્ત કારણ જે મહત્પરિમાણ, તે ન હોવાના કારણે. એટલે એ રૂપ વગેરેમાં સ્વરૂપયોગ્યતા તો છે જ. માટે અવ્યાપ્તિ નહીં.
પ્રશ્નઃ આ સ્વરૂપયોગ્યતા શું છે?
ઉત્તરઃ કારણતાવચ્છેદકધર્મવત્ત્વ એ સ્વરૂપયોગ્યતા છે. જેમ કે, અરણ્યસ્થ જે દંડથી ક્યારેય ઘટોત્પત્તિ નથી થઈ, એમાં પણ ઘટકારણતાવચ્છેદક દંડત્વ જે છે તે જ એમાં રહેલી ઘટની સ્વરૂપયોગ્યતા છે. ને તેથી એ દંડ પણ
સ્વરૂપયોગ્ય કારણ તો કહેવાય જ છે. (અને કુંભાર વગેરે અન્ય કારણ સામગ્રીનો સહકાર નથી મળ્યો, માટે ઘટોત્પત્તિ નથી કરી.)
આ જ રીતે પરમાણુના રૂપ વગેરેમાં પણ પ્રત્યક્ષકારણતાવચ્છેદક રૂપ– વગેરે ધર્મ રહેલા જ છે. તેથી એ સ્વરૂપયોગ્ય છે જ. માટે આવ્યાપ્તિ નહીં.