________________
138
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(ા.) રૂપ-દ્રવત્વ-પ્રત્યક્ષયશિનઃ પ્રથમઢાયઃ |
(मु.) पृथिव्यप्तेजसां रूपवत्त्वं, द्रवत्ववत्त्वं, प्रत्यक्षविषयत्वं चेत्यर्थः । न च चक्षुरादीनां भर्जनकपालस्थवढे उष्मणश्च रूपवत्त्वे किं मानमिति वाच्यम्, तत्रापि तेजस्त्वेन रूपानुमानात् । एवं वाय्वानीतपृथिवीजलतेजोभागानामपि पृथिवीत्वादिना रूपानुमानं बोध्यम् ।
(પ્રથમ ત્રણ દ્રવ્યોનું સાધમ્ય) (ક) પહેલાં ત્રણ દ્રવ્યો રૂપ-દ્રવ્યત્વ અને પ્રત્યક્ષ યુક્ત છે. (મુ) પૃથ્વી-જળ-તેજનું સાધર્મ રૂપવત્ત્વ, દ્રવત્વવત્ત્વ અને પ્રત્યક્ષવિષયત્વ છે.
શંકા - ચક્ષુ વગેરે ઇન્દ્રિયો, ભર્જનકપાલસ્થ વહ્નિ (ભાડભુંજાની મુંજવાની રેતીમાંનો અગ્નિ) તથા ઉષ્મા (નું રૂપ દેખાતું નથી... તો) આ બધા રૂપવાનું છે એવું માનવામાં શું પ્રમાણ છે?
સમાઘાન - આ બધામાં તેજસ્વ હેતુ દ્વારા રૂપનું અનુમાન કરવું એ જ પ્રમાણ છે. એમ પવનથી આવતા પૃથ્વી-જળતેજના અંશોમાં પણ પૃથ્વીત્વ વગેરે હેતુ દ્વારા રૂપનું અનુમાન જાણવું.
(વિ.) અનુમાન પ્રયોગો આવા જાણવા - भर्जनकपालस्थवह्निः रूपवान् तेजस्त्वात् विद्युद्वद् घ्राणं रूपवत् पृथिवीत्वात् घटवद् रसना रूपवती जलत्वात् करकावत्
બગીચામાંથી આવતા વાયુમાં સુગંધ, સરોવર પરથી લહેરાતા પવનમાં શીતસ્પર્શ અને ઉનાળામાં વાતી લૂમાં ઉષ્ણસ્પર્શ અનુભવાય છે. આ સુગંધાદિ કાંઈ વાયુના ગુણો નથી. પણ ક્રમશઃ પૃથ્વી-જળ-તેજ દ્રવ્યના છે. વળી ગુણો ગુણી વગર તો રહેતા નથી. એટલે આ વાયુ સાથે પાર્થિવ વગેરે અંશો ખેંચાઈ આવ્યા હોય છે એવું માનવું આવશ્યક થઈ જાય છે. પણ એ પાર્થિવ વગેરે અંશો દેખાતા તો નથી. એટલે એના રૂપનું પણ અનુમાન કરાય છે.
વાગ્ગાનીતપાર્થિવમા રૂપવાન, પૃથિવીત્વાત, વટવલ્... આ જ રીતે જલીય અને તૈજસ ભાગોનાં રૂપનાં અનુમાનો જલત્વ-તેજસ્વ હેતુ દ્વારા જાણવા.
(અહીં કિરણાલીકારે જે લખ્યું છે કે - નનું વાયુના મા સમન્તન નયનાના યે થા: નચ તેનHશ HI: પરમાણુવ્યપુસ્તફામપ્રત્યક્ષત્ તત્ર વત્તે જિં માનમ્ - ઇત્યાદિ તે અયોગ્ય જાણવું. પ્રસ્તુત વામ્બાનીત જે પાર્થિવાદિ ભાગો છે તે પરમાણુ કે કચણુક નથી પણ મહત્પરિમાણ ઘરાવનારા ભાગો છે. નહીંતર તો એમના સુગંધ-શીત સ્પર્શ-ઉષ્ણસ્પર્શનું પણ પ્રત્યક્ષ થઈ શકે નહીં.(વળી પાર્થિવાદિ પરમાણુ-કવણુકના જ રૂપાદિમાં પ્રમાણ આપવાર્નો અભિપ્રાય હોત તો તો વાÖાનીતપાર્થિવભાગ વગેરે કહેવાની જરૂર જ નએ, કારણકે કોઈપણ પાર્થિવાદિ પરમાણુ-ચણકનું રૂપ પ્રત્યક્ષ હોતું જ નથી. એટલે એ બધામાં જ પૃથ્વીત્યાદિ હેતુથી રૂપનું અનુમાન જ કરવાનું હોય છે ).
(मु.) न च घटादौ द्रुतसुवर्णादिभिन्ने तेजसि च द्रवत्ववत्त्वमव्याप्तमिति वाच्यम्, द्रवत्वववृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् । घृतजतुप्रभृतिषु पृथिवीषु जलेषु द्रुतसुवर्णादौ तेजसि च द्रवत्वसत्त्वात्तत्र च पृथिवीत्वादिसत्त्वात्तदादाय सर्वत्र लक्षणसमन्वयः ।।
(મુ) (દ્રવત્વવત્ સાધર્મ્સ અંગે-) શંકા - ઘટાદિમાં અને પીગળેલા સુવર્ણ સિવાયના તેજસ્ દ્રવ્યમાં (અગ્નિ વગેરેમાં) દ્રવત્વવત્ત્વ (ન હોવાથી) અવ્યાપ્ત છે.
સમાધાન - (જાતિઘટિતલક્ષણ કરી એ અવ્યાપ્તિનો પરિહાર જણાવે છે-) (અહીંદ્રવત્વવત્ત એવું જે સાધમ્ય કહ્યું છે એના