________________
ક્ષિતિવગેરેઇનુંસાધર્મ્યુ
એટલે લક્ષણ આવું થયું - વિિરન્દ્રિયજ્ઞન્યતાૌપ્રિત્યક્ષસ્વરૂપયોગ્યવિશેષનુળવધ્વં ભૂતત્વમ્ । શંકા : ચક્ષુ વગેરે ઇન્દ્રિયો કે જે તેજસ્ વગેરે દ્રવ્યમય છે એમાં મહત્પરિમાણ હોવા છતાં એનું પ્રત્યક્ષ કેમ નથી થતું ?
131
સમાધાન : જેમાં ઉદ્ધૃતરૂપ હોય ને સાથે મહત્પરિમાણ હોય એનું પ્રત્યક્ષ થાય છે. પરમાણુમાં ઉદ્ધૃતરૂપ છે, પણ મહત્ત્વ નથી, માટે પ્રત્યક્ષ નહીં. ચક્ષુ વગેરેમાં મહત્ત્વ છે, પણ ઉદ્ધૃતરૂપ નથી, માટે પ્રત્યક્ષ નથી. (ચક્ષુ વગેરેમાં અનુભૂત રૂપ છે તે જાણવું.)
શંકા : આનો અર્થ એ થયો કે પ્રત્યક્ષકારણતાવચ્છેદક ઉદ્ભૂતરૂપત્વ છે, ‘રૂપત્વ’ નહીં, કારણ કે રૂપત્વ તો અનુભૂતરૂપમાં પણ છે. તેથી ચક્ષુ વગેરેના રૂપ વગેરેમાં પ્રત્યક્ષસ્વરૂપયોગ્યત્વ ન આવવાથી ચક્ષુ વગેરેમાં અવ્યાપ્તિ આવશે.
સમાધાન : તેથી, મુક્તાવલીમાં ભૂતત્વનું બીજું લક્ષણ આપ્યું કે આત્માવૃત્તિવિશેષમુળવત્ત્વ ભૂતત્વમ્.... આમાં લાઘવ પણ છે. જ્ઞાનને લઈને આત્મામાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે ‘આત્માવૃત્તિ’ લખ્યુ છે. તથા દૈશિક પરત્વ લઈને મનમાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે ‘વિશેષ’ પદ મૂક્યું છે. વસ્તુતઃ શત્વસ્વર્ણાન્યતાવત્તું મૂતત્વમ્ એવું લક્ષણ જાણવું.
(l.
द्रव्यारम्भश्चतुर्षु स्यादथाऽऽकाशशरीरिणाम् । अव्याप्यवृत्तिक्षणिको विशेषगुण इष्यते ॥ २७ ॥
(मु.) चत्वारीति । पृथिव्यप्तेजोवायूनां स्पर्शवत्त्वम् । द्रव्यारम्भ इति । पृथिव्यप्तेजोवायुषु चतुर्षु द्रव्यारम्भकत्वम् । न च द्रव्यानारम्भके घटादावव्याप्तिः । द्रव्यसमवायिकारणवृत्ति- द्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् ।
(ક્ષિત્યાદિ ૪નું સાધર્મ્સ)
(કા.) દ્રવ્યારંભ ચારમાં થાય છે. હવે આકાશ અને શરીરી (આત્મા) નું (સાધર્મ્સ) અવ્યાપ્યવૃત્તિ-ક્ષણિક વિશેષગુણ મનાયો છે.
(મુ.) પૃથ્વી-અપ્-તેજ-વાયુનું સ્પર્શવત્ત્વ (એ સાધર્મ્સ છે.) પૃથ્વી, અપ, તેજ, વાયુ આ ચારમાં દ્રવ્યારકત્વ (એ સાધર્મ્યુ છે.) દ્રવ્યના અનારંભક ઘટાદિ (અંતિમ અવયવી) માં અવ્યાપ્તિ નથી, કારણ કે દ્રવ્યના સમવાયિકારણમાં રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તત્ત્વની વિવક્ષા કરી છે.
(વિ.) પૃથ્વી, જળ, તેજ અને વાયુનું સાધર્મ્સ-સ્પર્શવત્ત્વમ્ તથા દ્રવ્યારંભકત્વમ્
શંકા ઃ દ્રવ્યારંભકત્વ લક્ષણ ઘટાદિ અંતિમ અવયવીમાં અવ્યાસ છે, કારણ કે તે ઘટાદિ, કોઈ દ્રવ્યના આરંભક
નથી.
સમાધાન : દ્રવ્યસમવાયિકારણવૃત્તિદ્રવ્યત્વવ્યાપ્ય (ન્યૂનવૃત્તિ) જાતિમત્ત્વમ્ લક્ષણ કરવાથી એ અવ્યાપ્તિ ટળી જશે.
શંકા : જેઓ મૂર્તત્વને જાતિ માને છે એમના મતે મનમાં અતિવ્યાપ્તિ થશે, કારણ કે પાર્થિવપરમાણુમાં દ્રવ્યત્વવ્યાપ્ય એવી મૂર્તત્વ જાતિ રહી છે જે મનમાં પણ છે.
ણુકના આરંભક
સમાધાન : તો પછી મનોવૃત્તિ એટલું વિશેષણ જોડવું. એટલે કે દ્રવ્યસમવાયિાવૃત્તિ-મનોવૃત્તિદ્રવ્યત્વ