________________
132
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
ચૂનવૃત્તિનાતિમત્વમ્ આવું લક્ષણ કરવું. જો કે આમાં “સમવાયિકારણ' કહેવામાં કારણતાનો સમાવેશ હોવાથી ગૌરવ થાય છે, તેથી, સમવાયેન દ્રવ્યવૃત્તિ - મનોવૃત્તિ-દ્રવ્યત્વચૂનવૃત્તિનાતિમત્ત્વનું એવું લક્ષણ જાણવું. જો કે મનોવૃત્તિ લખવાથી સત્તા-દ્રવ્યત્વ વગેરે જાતિઓ લઈ ન શકાવાથી આકાશ વગેરેમાં અતિવ્યાપ્તિ આવવાનો પ્રશ્ન નથી. તેથી ‘દ્રવ્યત્વચૂનવૃત્તિ વિશેષણ ન મૂકીએ તો પણ ચાલે-એટલે કેસમવાયેને દ્રવ્યવૃત્તિમનોડવૃત્તિનાતિમત્ત્વમ્
(આકાશ-આત્માનું સાધમ્ય). (मु.) अथाकाशेति। आकाशात्मनामव्याप्यवृत्ति-क्षणिकविशेषगुणवत्त्वंसाधर्म्यमित्यर्थः । आकाशस्य विशेषगुणः शब्दः । स चाव्याप्यवृत्तिः, यदा किञ्चिदवच्छेदेन शब्द उत्पद्यते तदाऽन्यावच्छेदेन तदभावस्यापि सत्त्वात्।
(મ.) આકાશ અને આત્માનું અવ્યાખવૃત્તિ વિશેષ ગુણવત્ત્વ અને ક્ષણિક વિશેષ ગુણવત્ત્વ એ સાધર્યુ છે. આકાશનો વિશેષ ગુણ શબ્દછે. તે અવ્યાપ્યવૃત્તિ છે. કારણકે જ્યારે કિંચિદવિચ્છેદન (કો'ક ભાગમાં) શબ્દ ઉત્પન્ન થાય છે ત્યારે અન્યાવચ્છેદેન (અન્યભાગમાં) એનો અભાવ પણ (આકાશમાં) હોય છે.
(વિ.) આકાશ-શરીરી (જીવો)નું સાધર્મ (1) અવ્યાપ્યવૃત્તિ વિશેષ ગુણવત્ત્વમ્ (2) ક્ષણિક વિશેષ ગુણવત્ત્વમ્, (1) અવ્યાખવૃત્તિવિશેષગુણવત્ત્વમ્ -
સ્વાધિકરણવૃત્તિઅભાવપ્રતિયોગિતંઅવ્યાપ્યવૃત્તિત્વમ્. સ્વ=કપિસંયોગ, એનું અધિકરણ–વૃક્ષ, એમાં રહેલો અભાવ=કપિસંયોગાભાવ, એનો પ્રતિયોગી કપિસંયોગ છે. તેથી એ અવ્યાપ્યવૃત્તિ છે.
શબ્દ આકાશનો અવ્યાપ્યવૃત્તિગુણ છે. એટલે કે એ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જ્યાં એના ભેરી વગેરે ઉત્પાદક હોય ત્યાં જ ઉત્પન્ન થાય છે, સંપૂર્ણ આકાશમાં નહીં, અન્યથા એ સર્વત્ર સંભળાવો જોઈએ. તેથી જ્યારે એ આકાશમાં ભર્યવચ્છેદન ઉત્પન્ન થાય છે ત્યારે જ એનો આકાશમાં અચદેશાવચ્છેદન અભાવ પણ હોય છે. તેથી એ અવ્યાપ્યવૃત્તિ
ન્યાયમતે આત્મા પણ વિભુ છે. પણ એટલા માત્રથી, જ્ઞાન વગેરે કાંઈ આખા આત્મામાં પેદા થતાં નથી, કિન્તુ શરીરવચ્છેદેન જ ઉત્પન્ન થાય છે. તેથી, એ પણ અવ્યાપ્યવૃત્તિ ગુણો છે. તેથી, અવ્યાપ્યવૃત્તિ વિશેષગુણ તરીકે શબ્દ, જ્ઞાન વગેરે લઈને આકાશ, આત્મામાં લક્ષણ સમન્વય થઈ જાય છે.
(मु.) क्षणिकत्वं च तृतीयक्षणवृत्तिध्वंसप्रतियोगित्वम् । योग्यविभुविशेषगुणानांस्वोत्तरवृत्तिविशेषगुणनाश्यत्वात् प्रथमशब्दस्य द्वितीयशब्देन नाशः । एवं ज्ञानादीनामपि । ज्ञानादिकं यदाऽऽत्मनि विभौ शरीरावच्छेदेनोत्पद्यते तदा घटाद्यवच्छेदेन तदभावोऽस्त्येव । एवं ज्ञानादिकमपि क्षणद्वयावस्थायि । इत्थं चाऽव्याप्यवृत्तिविशेषगुणवत्त्वं, क्षणिकविशेषगुणवत्त्वंचार्थः । पृथिव्यादौ रूपादिविशेषगुणोऽस्तीत्यतोऽव्याप्यवृत्तीत्युक्तम् । पृथिव्यादावव्याप्यवृत्तिः संयोगादिरस्तीति विशेषगुणेत्युक्तम् ।।
(મુ.) (ક્ષણિકવિશેષગુણવત્ત્વજે કહ્યું તેમાં) ક્ષણિકત્વ એટલેતૃતીય ક્ષણમાં રહેલા ધ્વંસનું પ્રતિયોગિત્વ, યોગ્યવિભૂવિશેષગુણો (વિભુદ્રવ્યના યોગ્યવિશેષગુણો) સ્વોત્તરવર્તી વિશેષગુણથી નાશ્ય હોવાના કારણે પ્રથમ શબ્દનો દ્વિતીય શબ્દથી નાશ થાય છે. એ જ રીતે જ્ઞાનાદિમાં પણ (અવ્યાપ્યવૃત્તિવિશેષગુણત્વ ને ક્ષણિકવિશેષગુણત્વ છે.) જ્ઞાનાદિ જ્યારે વિભુ એવા આત્મામાં