________________
ક્ષuિત્વ
133
શરીરવચ્છેદન ઉત્પન્ન થાય છે ત્યારે ઘટાઘવચ્છેદેન એનો અભાવ (આત્મામાં) હોય જ છે. માટે જ્ઞાનાદિ અવ્યાપ્યવૃત્તિવિશેષગુણ છે.) એમ જ્ઞાનાદિ પણ ક્ષણદ્ભય રહેનારાં છે. આમ (આકાશ અને આત્માનું સાધમ્ય) અવ્યાપ્યવૃત્તિવિશેષગુણવત્ત્વ અને ક્ષણિક વિશેષગુણવત્ત્વ છે. (આ બેમાંના પ્રથમ સાધમ્પનું પદકૃત્ય) પૃથ્વી વગેરેમાં રૂપ વગેરે વિશેષગુણ છે. તેથી (એમાં અતિના વારણ માટે) “અવ્યાપ્યવૃત્તિ' એમ વિશેષણ વાપર્યું છે. પૃથ્વી વગેરેમાં અવ્યાપ્યવૃત્તિ એવા સંયોગ વગેરે ગુણ છે. તેથી ‘વિશેષગુણ' એવું વિશેષણ જોડ્યું છે. (રૂપ વગેરે અવ્યાપ્યવૃત્તિ નથી ને સંયોગાદિ વિશેષગુણ નથી.)
(વિ.) (2) ક્ષણિકવિશેષગુણવત્ત્વમ્ શબ્દ અને જ્ઞાન-સુખાદિક્ષણિક વિશેષ ગુણો છે, માટે આ, આકાશઆત્માનું સાધર્મે છે. પૃથ્વી વગેરેના રૂપાદિગુણો અક્ષણિક (=અધિકક્ષણસ્થાયી) છે.
શંકાઃ શબ્દાદિને પણ અક્ષણિક માનો ને?
સમાધાનઃ જો એવું હોય તો એકવાર શબ્દ ઉત્પન્ન થાય પછી એનો નાશક કોણ? એમ જ્ઞાન પ્રગટ્યા પછી એનો નાશક કોણ? ઘટના રૂપાદિગુણોના નાશમાં તો “ઘટનાશ' કારણ બની શકે છે, પણ શબ્દાદિના નાશમાં એના આશ્રયના નાશને નાશક માની શકાતો નથી, કારણકે એના આશ્રયભૂત આકાશ-આત્મા નિત્ય હોવાથી નાશ પામતા જ નથી.
વળી, એક શબ્દ સાંભળ્યા બાદ બીજો શબ્દ સંભળાય ત્યારે પણ જો પૂર્વશબ્દ વિદ્યમાન હોય તો એ વખતે એકી સાથે બન્ને શબ્દો સંભળાવા જોઈએ. જેમ એક ઘડો વિદ્યમાન છે ને બીજો ઘડો લાવવામાં આવે ત્યારે બન્ને ઘડા દેખાય છે તેમ. આ જ રીતે ઘટનું જ્ઞાન થયા પછી પટજ્ઞાન થતી વખતે ચિરસ્થાયી હોવાના કારણે ઘટનું જ્ઞાન પણ જો હાજર હોય તો એકી સાથે એ બન્ને જ્ઞાન અનુભવાવા જોઈએ. પણ આવો અનુભવ ક્યારેય થતો નથી.
તેથી, શબ્દ-જ્ઞાન વગેરે ક્ષણિક ગુણો છે. પ્રશ્નઃ આમાં ક્ષણિકત્વ શું છે ? એકક્ષણસ્થાયિત્વ? ઉત્તરઃ જો એકક્ષણસ્થાયિત્વ માનીએ તો ક્ષણમાત્રસ્થાયી ઘટની જેમ શબ્દનું પણ ક્યારેય પ્રત્યક્ષ નહીં થાય. શંકાઃ આવી આપત્તિ આપવી યોગ્ય નથી, કારણ કે શબ્દ અને ઘટમાં તફાવત છે.
ઘટનું પ્રત્યક્ષ કરવા માટે સંયોગ એ સંનિકર્ષ છે. પ્રથમ ક્ષણે ઘટ ઉત્પન્ન થાય, બીજી ક્ષણે સંનિકર્ષ (સંયોગ) થાય ને ત્રીજી ક્ષણે પ્રત્યક્ષ થાય. એટલે બીજી ક્ષણે ઘટ નાશ પામી જતો હોય તો તો એની સાથે સંનિકર્ષ જ ન થવાથી પ્રત્યક્ષ શી રીતે થાય?
પણ શબ્દનું પ્રત્યક્ષ કરવા માટેનો સંનિકર્ષ તો સમવાય છે જે નિત્ય હોવાથી જેવો શબ્દ ઉત્પન્ન થાય કે એ જ ક્ષણે એ લાગુ પડી જ જાય છે. (જેમ આધક્ષણાવચ્છિન્ન ઘટમાં સંયોગાદિગુણો ન હોવા છતાં, ઘટતાદિ જાતિઓ તો લાગુ પડી જ જાય છે તેમ.)
તેથી, પ્રથમણે શબ્દોત્પત્તિ થવા સાથે જ સમવાયસંનિકર્ષ પણ થઈ જવાથી દ્વિતીયક્ષણે એનું પ્રત્યક્ષ થઈ જશે જ. ભલે ને એ બીજી ક્ષણે, પ્રત્યક્ષનું ‘શબ્દ' રૂપ કારણ નાશ પામી જાય – જેમ પ્રથમ ક્ષણે વિદ્યમાન અને બીજી ક્ષણે નાશ પામી જતો “ઘટપ્રાગભાવ', બીજી ક્ષણે ઘટોત્પત્તિ કરે છે તેમ શબ્દ પણ સ્વપ્રત્યક્ષાત્મક કાર્ય કરી શકવામાં કશો વાંધો નથી.
સમાધાનઃ કેટલાંક કારણો એવા હોય છે કે જે પૂર્વકાલવૃત્તિત્વેન કારણ હોય છે, જ્યારે કેટલાંક કારણો એવા હોય છે કે જે પુર્વકાલવરિત્વેન તો કારણ હોય છે જ, પણ સમકાલવૃત્તિત્વેન પણ કારણ હોય છે. અર્થાત્ કાર્યની પૂર્વેક્ષણે તો એ હાજર જોઈએ જ, પણ જે ક્ષણે કાર્ય થાય એ ક્ષણે પણ એ હાજર જોઈએ જ. પ્રત્યક્ષાત્મક કાર્ય પ્રત્યે વિષય પણ આવું જ કારણ છે.
શંકાઃ વિષયને પ્રત્યક્ષકાળે પણ હાજર માનવાની શી જરૂર છે ?
સમાધાનઃ વિનશ્યવિસ્થ ઘટ સાથે પૂર્વેક્ષણે (કે જે ઘટની અંતિમ ક્ષણ છે ત્યારે) સંનિકર્ષ તો થઈ જ ગયેલો છે. એટલે એ ઘટની નાશક્ષણ પણ એનું પ્રત્યક્ષ થવું જોઈએ. પણ થતું હોય એવો અનુભવ નથી. તેથી જણાય છે કે ઘટનું પ્રત્યક્ષ થવા માટે પ્રત્યક્ષ કાળે પણ ઘટ વિદ્યમાન હોવો જોઈએ.