________________
128
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
= શકાઃ જેમ ઘટો મહાન' વગેરે પ્રત્યક્ષ થાય છે એમ કાલો મહાન વગેરે કાંઈ પ્રત્યક્ષ થતા નથી. અર્થાત્ પરમ મહત્પરિમાણ અપ્રત્યક્ષ છે. તો પરમમહન્દુત્વની પ્રત્યક્ષથી સિદ્ધિ શી રીતે થાય ?
સમાધાનઃ કેમ? માં મહાત્ એવું માનસ પ્રત્યક્ષ થાય છે ને, જેનો આત્માનું પરમમહત્પરિમાણ એ વિષય છે.
શંકાઃ જેમ, “ઘટો મહાન” બુદ્ધિ ઘડાના પરિમાણને નજરમાં લઈને થાય છે. એમ “અહં મહાન' એવી બુદ્ધિ કાંઈ આત્માના પરમમહત્પરિમાણને નજરમાં લઈને નથી થતી, પણ આત્માના જ્ઞાનાદિગુણોને નજરમાં લઈને થાય છે. માટે પરમમહત્પરિમાણ અપ્રત્યક્ષ જ છે. ને તેથી પરમમહત્ત્વ પ્રત્યક્ષ સિદ્ધ નથી.
વળી અનુમાનથી પણ એની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ કે અનુમાનથી સિદ્ધિ કરવા માટે એને કાર્યતા, કારણતા, પ્રતિબન્ધકતા કે પ્રતિબધ્ધતા આ ચારમાંથી કોઈ પણ એકના અવચ્છેદક તરીકે સિદ્ધ કરવું પડે જે થઈ શક્યું નથી. પરમમહત્પરિમાણ નિત્ય હોવાથી કોઈના કાર્ય રૂપ નથી.
એમ એ કોઈનું પ્રતિબન્ધક નથી કે કોઈથી પ્રતિબધ્ય નથી. તેથી પરમમહન્દુત્વ કાર્યતા વગેરેના અવચ્છેદક તરીકે સિદ્ધ થઈ શકે નહીં.
પ્રતિશંકા છતાં, આત્માનું પરમમહત્પરિમાણ ‘અહં સુખી' વગેરે માનસપ્રત્યક્ષમાં કારણ છે જ ને..(માટે એને કારણતાવચ્છેદક તરીકે સિદ્ધ કરી શકાશે.)
પ્રતિસમાધાન: છતાં, કાલાદિનું પરમમહત્પરિમાણ, વિલાદિનું પ્રત્યક્ષ ન હોવાથી કારણ બનતું નથી. તેથી પરમમહન્દુત્વ અતિરિક્તવૃત્તિ હોવાથી કારણતાવચ્છેદક પણ બનતું નથી.
પ્રતિશંકાઃ છતાં, સર્વમૂર્તસંયોગ આ ચારમાં જ ઉત્પન્ન થાય છે, ઘટાદિમાં નહીં, તેથી એની કારણતાના અવચ્છેદક તરીકે પરમમહત્ત્વત્વ સિદ્ધ થઈ જશે.
પ્રતિસમાધાનઃ સર્વમૂર્તસંયોગ એ કાંઈ એક સંયોગ નથી કે જેથી પરમમહત્પરિમાણ એનું કારણ કહેવાય.
પ્રતિશંકાઃ ભલે કોઈ એક સંયોગ પ્રત્યે કારણ નહીં, પણ ઘટા-પટાદિ અનંતમૂર્ત દ્રવ્યોના જે અનંત સંયોગ રહ્યા છે એના પ્રત્યે તો કારણ ખરું ને? '
પ્રતિસમાધાનઃ ઘટ વગેરેના સંયોગ માટે કાંઈ પરમહત્પરિમાણ આવશ્યક નથી, પટ વગેરેમાં એ ન હોવા છતાં ઘટસંયોગાદિ થાય જ છે. એટલે જ વાયુમાં પરમમહત્પરિમાણ ન હોવા છતાં વાયુનો સર્વમૂર્ત સાથે સંયોગ તો છે જ, કારણ કે વાયુ સર્વત્ર રહ્યો છે. (જુદા જુદા વાયુનો જુદા જુદા મૂર્ત સાથે સંયોગ થવા દ્વારા સર્વમૂર્ત સંયોગ છે.)
સારાંશ, કાલાદિ ચારેનું પરમમહત્પરિમાણ કારણ બનતું હોય એવું કોઈ કાર્ય નથી. તેથી પરમમહન્દુત્વ કારણતાના અવક તરીકે પણ સિદ્ધ થતું નથી. તો એને જાતિ કેમ કહી શકાય?
સમાધાનઃ એટલે જ મુક્તાવલીમાં અપકર્ષાનાશ્રય... એવો બીજો વિકલ્પ દેખાડ્યો છે. અથવા પરમમહત્ત્વ = અપકર્ષાનાશ્રયપરિમાણવત્ત્વમ્
અણુ પરિમાણમાં પરમાણુનું પરિમાણ અપકર્ષનો અનાશ્રય છે. તેથી એમાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે અપકર્ષાનાશ્રયમહત્પરિમાણવત્ત્વ એવો અર્થ જાણવો. અર્થાત્ જે અપકર્ષનો અનાશ્રય હોય એવું મહત્પરિમાણ એ પરમમહત્પરિમાણ (પરમમહત્ત્વ).
(વા.) fક્ષત્યાદ્રિ પગ મૂતાનિ વવાર રદ્દ
(मु.) क्षित्यादीति । पृथिव्यप्तेजोवाय्वाकाशानां भूतत्वम् । तच्च बहिरिन्द्रियग्राह्यविशेषगुणवत्त्वम् । अत्र ग्राह्यत्वं लौकिकप्रत्यक्षस्वरूपयोग्यत्वं बोध्यम् । तेन ‘ज्ञातो घटः' इति प्रत्यक्ष ज्ञानस्याप्युपनीतभानविषयत्वात्तद्वत्यात्मनि