________________
દ્રવ્યોનું સાધચ્ચે
125
(.) fસત્યાવીનાં નવાનાં સુત્રવ્યવં પુછાયોગિતા ર૪
क्षितिर्जलं तथा तेजः पवनो मन एव च ।
परापरत्वमूर्तत्वक्रियावेगाश्रया अमी ॥२५॥ (मु.) इदानीं द्रव्यस्यैव विशिष्य साधर्म्य वक्तुमारभते क्षित्यादीनामिति । स्पष्टम् ॥२५॥
क्षितिरिति । पृथिव्यप्तेजोवायुमनसां परत्वापरत्ववत्त्वं, मूर्तत्वं, कर्मवत्त्वं च साधर्म्यम् । न च यत्र घटादौ परत्वमपरत्वंवा नोत्पन्नं तत्राव्याप्तिरिति वाच्यम्, परत्वादिसमानाधिकरण-द्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात्।
(નવૈદ્રવ્યોનું સાધમ્ય) (ક.) ક્ષિતિ વગેરે નવનું દ્રવ્યત્વ અને ગુણયોગિતા (=ગુણવત્ત્વ) એ સાધર્મ છે. ક્ષિતિ, જળ, તેજ, વાયુ અને મન આ પાંચ દ્રવ્યો પરત્વ, અપરત્વ, મૂર્તત્વ, ક્રિયા અને વેગના આશ્રય છે.
(મુ.) હવે દ્રવ્યનું જ વિશેષ પ્રકારે સાધમ્ય કહેવાનો પ્રારંભ કરે છે. સ્પષ્ટ છે. ૨૪ પૃથ્વી, પાણી, તેજ વાયુ અને મનનું પરત્વવત્ત્વ, અપરત્વવત્ત્વ, મૂર્તત્વ, વેગવત્ત્વ અને કર્મવત્ત સાધર્મ છે. શંકાઃ જે ઘટાદિમાં પરત્વ કે અપરત્વ ઉત્પન્ન થયા નથી એમાં અવ્યાતિ આવશે.
સમાધાનઃ આવું ન કહેવું, કારણ કે પરત્વને સમાનાધિકરણ જે દ્રવ્યત્વવ્યાપ્યજાતિ, તદ્વત્ત્વની અહીંસાધર્પતરીકે વિવક્ષા કરી છે. (આવી પૃથ્વીત્વાદિ જાતિ ઘટાદિમાં પણ હોવાથી અવ્યાપ્તિ નથી.)
(વિ.) (૧) દ્રવ્યત્વ અને (૨) ગુણયોગિત્વ. આ બન્ને નવે દ્રવ્યોનું સાધમ્ય છે. ક્ષિતિ-જળ-તેજી-વાયુ-મન... આપાંચદ્રવ્યોનુંસાધર્મ્સ-પરત્વવત્વ, અપરત્વવત્વ, મૂર્તત્વ, વેગવત્વ, કર્મવ7. પરત્વ, અપરત્વે બે પ્રકારના છે. દૈશિકયા ને દિફત... અને કાલિક યા ને કાળકૃત. શિકપરત્વ=Kરત્વ કાલિકપરત્વ=પ્રાચીનત્વ દૈશિકઅપરત્વ=સન્નિહિતત્વ કાલિકઅપરત્વ=અર્વાચીનત્વ... આ “પરત્વ' વગેરે અપેક્ષાબુદ્ધિજન્ય છે. ‘વદુત મૂર્તયોગાન્તરિતઃ મય’ આવી અપેક્ષાબુદ્ધિથી એના વિષયમાં દૈશિકપરત્વ ઉત્પન્ન થાય છે. વહુતાસૂર્યક્રિયાશ્રયો મેં એવી અપેક્ષાબુદ્ધિથી એના વિષયમાં કાલિકપરત્વ ઉત્પન્ન થાય છે.
એમાં પણ આ વિવેક જાણવો કે કાલિકપરત્વપૃથ્વી વગેરેના પરમાણુ, મન તથા આદ્યક્ષણાવચ્છિન્ન ઘટ વગેરેમાં રહેતું નથી. તેથી અવ્યાપ્તિ ન થાય એ માટે જાતિઘટિત લક્ષણ કરવું જોઈએ. અર્થાત્ કાલિકપરત્વસમાનાધિકરણ દ્રવ્યત્વવ્યાપ્યજાતિમત્ત્વમ્
પરમાણુ તથા આધક્ષણાવચ્છિન્ન ઘટમાં પૃથ્વીત્યાદિ રહ્યા હોવાથી અવ્યાપ્તિ નહીં આવે. છતાં મનમાં તો અવ્યામિ રહેશે જ. તો પણ, મનમાં દૈશિક પરત્વ તો રહ્યું જ છે.
તેથી પૃથ્વી વગેરે પાંચનું સામાન્યથી પરત્વવત્વ વગેરે સામ્ય કહ્યું. એટલે, પરત્વસમાનાધિકરણ દ્રવ્યત્વવ્યાપ્યજાતિમત્ત્વ એ સાધર્મ્સ જાણવું.
આમાં. “પરસ્વસમાનાધિકરણ' આટલું ન લખે તો દ્રવ્યત્વવ્યાપ્યજાતિ “આત્મત્વ', એ આત્મામાં હોવાથી અતિવ્યાતિ. દ્રવ્યત્વવ્યાપ્ય ન લખે તો પરત્વસમાનાધિકરણ જાતિ “સત્તા'... તવત્વ આકાશાદિમાં હોવાથી અતિવ્યાયિ.