________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
124
હોવાથી અતિવ્યાપ્તિ આવે.
‘સત્તાભિન્ન’ ન લખે તો અસમવાયિકારણવૃત્તિજાતિ તરીકે સત્તા લેવાશે, જે ઘટાદિમાં હોવાથી પાછી અતિવ્યાપ્તિ
આવે.
‘જાતિ’ ન લખતાં ‘ધર્મ' લખે તો અસમવાયિકારણ જે કપાલસંયોગ, એમાં ઘટ-કપાલસંયોગાન્યતરત્વ ધર્મ રહેલો છે. જે સત્તાભિન્ન પણ છે. તેથી એ ધર્મ લઈ ઘટમાં અતિવ્યાપ્તિ આવે.
શંકા ઃ છતાં અસમવાયિકારણ કપાલસંયોગમાં કાલિક સંબંધથી દ્રવ્યત્વ રહ્યું હોવાથી અતિવ્યાપ્તિ રહેશે જ. કોઈપણ પદાર્થ સ્વસમાનકાલીન જન્ય પદાર્થમાં કાલિક સંબંધથી રહે છે તે જાણવું.
તેથી કપાલસંયોગવૃત્તિ સત્તાભિન્ન જાતિ તરકે દ્રવ્યત્વ લઈ શકાશે જે ઘટાદિમાં રહ્યું હોવાથી અતિવ્યાપ્તિ. સાંધાન : ‘અસમવાયિકારણવૃત્તિ’ એમ જે કહ્યું તેમાં વૃત્તિતા સમવાય સંબંધથી કહેવાથી દ્રવ્યત્વ લઈ નહીં શકાય, અતિવ્યાપ્તિનું વારણ થશે.
શંકા ઃ તો પણ, એવી જાતિ તરીકે ગુણત્વ લઈ શકાશે જે કાલિક સંબંધથી ઘટાદિમાં રહી હોવાથી અતિવ્યાપ્તિ તદવસ્થ જ છે.
સમાધાન ઃ જાતિમત્ત્વ જે કહ્યું છે તે પણ સમવાયસંબંધથી જાણવું. તેથી અતિવ્યાપ્તિ નહીં આવે.
( का . ) अन्यत्र नित्यद्रव्येभ्य आश्रितत्वमिहोच्यते ।
(मु.) अन्यत्रेति । नित्यद्रव्याणि=परमाण्वाकाशादीनि विहायाश्रितत्वं साधर्म्यमित्यर्थः । आश्रितत्वं समवायादिसम्बन्धेन वृत्तिमत्त्वं, विशेषणतया नित्यानामपि कालादौ वृत्तेः ।
(કા.) ઇહ=ન્યાયદર્શનમાં નિત્યદ્રવ્ય સિવાયના પદાર્થોનું સાધર્મ્સ આશ્રિતત્વ કહેવાય છે.
(મુ.) પરમાણુ, આકાશ વગેરે નિત્ય દ્રવ્યોને છોડીને શેષ પદાર્થોનું આશ્રિતત્વ એ સાધર્મ્સ છે એમ અર્થ જાણવો. આશ્રિતત્વ એટલે સમવાયાદિસંબંધથી વૃત્તિમત્તા (=રહેવાપણું). (જો આવો અર્થન કરીએ તો) વિશેષણતા સંબંધથી નિત્ય દ્રવ્યો પણ કાલાદિમાં રહ્યા હોવાથી (અતિવ્યાપ્તિ આવે.)
(વિ.) નિત્ય દ્રવ્ય સિવાયના પદાર્થોનું સાધર્મ્સ - ‘આશ્રિતત્વ’ (=ક્યાંક રહેવાપણું)
શંકા : નિત્યદ્રવ્ય સિવાયનો પદાર્થ નિત્યજ્ઞાન છે જે વેદાન્તસિદ્ધાન્ત મુજબ અનાશ્રિત મનાયું હોવાથી એમાં અવ્યાપ્તિ.
સમાધાન ઃ એનું વારણ કરવા જ મૂળમાં ઇહ શબ્દ મૂક્યો છે. જેનો અર્થ ઇહ = ન્યાયસિદ્ધાંતમાં કરવાથી અવ્યાપ્તિ નહીં આવે.
શંકા પરમાણુ વગેરે નિત્યદ્રવ્ય પણ કાલિકસંબંધથી કાલમાં તથા ઘટાદિ જન્મપદાર્થમાં રહ્યા હોવાથી અતિવ્યાપ્તિ. સમાધાન : અહીં આશ્રિતત્વ = માત્ર રહેવાપણું (વૃત્તિમત્ત્વ) નહીં પણ સમવાયાદિસંબંધેન વૃત્તિમત્ત્વ એવો અર્થ હોવાથી અતિવ્યાપ્તિ નથી. પરમાણુ વગેરે વૃત્તિનિયામક સમવાયાદિસંબંધથી ક્યાંય રહ્યા નથી.
અહીં સમવાયાદિસંબંધ-દૈશિક-કાલિક સંબંધભિન્નવૃત્તિનિયામક સંબંધ.
તેથી પરમાણુનો અન્ય પરમાણુમાં સંયોગ હોવા છતાં અતિવ્યાપ્તિ નથી, કારણ કે પરમાણુસંયોગ વૃત્તિનિયામક
નથી.