________________
102
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
_(मु.) 'समवायित्वं च समवायसंबंधेन सम्बन्धित्वं, न तु समवायवत्त्वं, सामान्यादावभावात् । तथा च समवेतवृत्तिपदार्थविभाजकोपाधिमत्त्वमिति फलितोऽर्थः । तेन नित्यद्रव्येषु नाव्याप्तिः ।
(મુ.) (દ્રવ્યાદિ પાંચનું સમવાયિત્વ એવું બીજું સાધર્મ્સ આપ્યું છે તેમાં) સમવાયિત્વ એટલે સમવાયસંબંધથી સંબંધી હોવું તે, નહીં કે સમવાયવન્ત. [એટલે કે સમવાયસંબંધથી રહેનાર (પ્રતિયોગી) કે રાખનાર (અનુયોગી) જે હોય તે બધા “સમવાયી’ બને એવો અર્થ જાણવો. પણ સમવાયસંબંધનો જે અનુયોગી હોય તે જ સમવાયી કહેવાય એવો અર્થ ન લેવો.] (જો એવો અર્થ લેવામાં આવે તો સામાન્યાદિ પોતે સમવાય સંબંધથી દ્રવ્યાદિમાં રહ્યા હોવા છતાં પોતાનામાં કોઈને સમવાય સંબંધથી રાખતા ન હોવાથી સમવાયવન્દ્ર સ્વરૂપ સમવાયિત્વનો) સામાન્યાદિમાં અભાવ થાય. (ને તેથી આ સાધર્મ્સની એમાં અવ્યાપ્તિ થવાનો દોષ આવે.) વળી આ સમવાયિત્વનો સમાવેતવૃત્તિ જે પદાર્થવિભાજક ઉપાધિ તદ્વત્ત્વ એવો ફલિત થયેલો અર્થ જાણવો. તેથી (પરમાણુ વગેરે) નિત્યદ્રવ્યોમાં અવ્યાપ્તિ નહીં થાય. નહીંતર જો “સમવાય સંબંધથી રહે તે સમવાયી’ એવો અર્થ કરવામાં આવે તો પરમાણુ વગેરે એવા ન હોવાથી એમાં અવ્યાપ્તિ આવે. પણ હવે, સમવેત તરીકે નિત્યદ્રવ્ય ન પકડાવા છતાં ઘટાદિ પકડાશે જેમાં રહેલ પદાર્થ વિભાજક ઉપાધિ-દ્રવ્યત્વ પરમાણુ વગેરે નિત્યદ્રવ્યમાં પણ રહેલ છે.
(વિ.) (૧) દ્રવ્યાદિ પાંચનું બીજું સાધર્મ્સ છે સમયાયિત્વઃ
સમવાયસંબંધથી રહેનારને (=પ્રતિયોગીને) સમવેત કહે છે ને રાખનારને (=અનુયોગીને) સમવાયી કહે છે. સામાન્ય અને વિશેષ સમવાય સંબંધથી દ્રવ્યાદિમાં રહે છે, પણ કોઈને પોતાનામાં રાખતા નથી. તેથી તે બેમાં સમવાયિત્વ ન હોવાથી અવ્યાપ્તિ આવે.
માટે અહીંસમવાયિત્વનો અર્થ સમવાયવાળાપણું એવોન કરતા સમવાયસંબંધથી સંબંધી હોવાપણું (સંબંધિત્વ) એવો જાણવો. રાખનારમાં જ રહેનારનો સમવાય રહેતો હોવાથી રાખનાર જ સમવાયી હોવા છતાં, સમવાયના સંબંધી તો રહેનાર-રાખનાર બન્ને કહેવાય જ છે. તેથી આ સંબંધિત્વ સામાન્ય-વિશેષ બન્નેમાં પણ હોવાથી અવ્યાપ્તિ નથી.
એટલે નિષ્કર્ષ આ થયો કે સમવાયસંબંધના અનુયોગી હોવું કે પ્રતિયોગી હોવું એ પાંચનું સાધર્મ છે. અર્થાત્ સમવાયાનુયોગિપ્રતિયોગ્ય ન્યતરત્વ=સમવાયત્વ. શંકાઃ દ્રવ્યાદિ પાંચમાં પ્રતિયોગિત્વ તો રહ્યું જ છે, તો એ જ એકલું મૂકવું હતું ને?
સમાધાન: ઘટ વગેરે દ્રવ્યમાં પ્રતિયોગિત્વ રહ્યું હોવા છતાં, પરમાણ આકાશ વગેરે નિત્યદ્રવ્યોમાં તે રહ્યું ન હોવાથી અવ્યાપ્તિ આવે. પણ એમાં પણ વિશેષ વગેરે સમવાય સંબંધથી રહ્યા હોવાથી અનુયોગિતા તો છે જ. તેથી અન્યતરત્વ મૂકવાથી અવ્યાપ્તિનું વારણ થાય છે.
(૨) અથવા આ આપત્તિનું વારણ આ રીતે પણ થઈ શકે - ૧
સમવયિત્વે સમવેતવૃત્તિ વાર્થવિમાનવોપથિમવFસમવાયસંબંધથી રહેલ પદાર્થમાં જે પદાર્થવિભાજક ઉપાધિ હોય તદ્રુત્વ... આ દ્રવ્યાદિ પાંચનું સાધર્મ છે...
કપાલમાં સમત ઘટ... એમાં રહેલ પદાર્થવિભાજકોપાધિ-દ્રવ્યત્વ.. એ પરમાણુ વગેરેમાં પણ રહેલ હોવાથી અવ્યાપ્તિ આવશે નહીં.
અહીં જો સમવેતવૃત્તિધર્મવવં કહેવામાં આવે તો ઘટવૃત્તિધર્મ તરીકે જોયત્યાદિ આવે જે સમવાયાદિમાં પણ હોવાથી અતિવ્યાપ્તિ થાય. પદાર્થ વિભાજક ઉપાધિ કહેવાથી “યત્વાદિ' લઈ નહીં શકાય... દ્રવ્યત્યાદિ જ લેવા પડે જે સમવાયાદિમાંન હોવાથી અતિવ્યાપ્તિન આવે... આ જ પ્રમાણે આગળ સર્વત્ર.. જ્યાં જ્યાં પદાર્થ વિભાજકઉપાધિ કહેલ હોય ત્યાં એનું પ્રયોજન, જોયત્યાદિ ધર્મો લઈ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિ આવવાની જે સંભાવના હોય તેને દૂર કરવાનું જાણવું...માટે હવે આગળ આ “પદાર્થવિભાજકોપાધિ' નું પદકૃત્ય કરવામાં આવશે નહીં.