________________
અન્યથાસિદ્ધિ નિરૂપણ
115
(मु.) इदानीमन्यथासिद्धत्वमेव कियतामत आह-येनेति । 'यत्कार्यं प्रति कारणस्य पूर्ववृत्तिता येन रूपेण गृह्यते तत्कार्यं प्रति तद्रूपमन्यथासिद्धमित्यर्थः । यथा घटं प्रति दण्डत्वमिति । द्वितीयमन्यथासिद्धमाह-कारणमिति। यस्य स्वातन्त्र्येणान्वयव्यतिरेकौ न स्तः, किन्तु कारणमादायैवाऽन्वयव्यतिरेको गृह्येते, तदन्यथासिद्धम्, यथा दण्डरूपम्।
(અન્યથાસિદ્ધિ નિરૂપણ) (ક.) યેન = જે રૂપે (કારણનો કાર્યની) સાથે પૂર્વભાવ (જણાય તે રૂ૫), અથવા જેના (અન્વયવ્યતિરેક) કારણ દ્વારા જ (નિશ્ચિત થાય તે), તથા જેનું પૂર્વભાવવિજ્ઞાન (=પૂર્વવૃત્તિતાનું જ્ઞાન) અન્ય પ્રત્યે પૂર્વવૃત્તિતા જણાવાથી જણાય... (આ બધા અન્યથાસિદ્ધ જાણવા.)
(મુ.) હવે કેટલા પદાર્થો અન્યથાસિદ્ધ છે એ કહે છે-જે કાર્ય પ્રત્યે કારણની પૂર્વવૃત્તિતા જે રૂપે નિશ્ચિત થાય તે કાર્ય પ્રત્યે તે રૂપ અન્યથાસિદ્ધ જાણવું. જેમ કે ઘડા પ્રત્યે દંડત્વ.બીજા અન્યથાસિદ્ધ પદાર્થને જણાવે છે જેના સ્વતંત્ર રીતે અન્વયવ્યતિરેક ન હોય, પણ કારણના અન્વયવ્યતિરેક દ્વારા જ અન્વયવ્યતિરેક નિશ્ચિત થતા હોય તે અન્યથા સિદ્ધ. જેમ કે (ઘડા પ્રત્યે) દંડરૂપ. * (વિ.) તમે કારણની વ્યાખ્યામાં “અન્યથાસિદ્ધિશૂન્યત્વ' એવું વિશેષણ મૂકેલું. તો આ અન્યથાસિદ્ધત્વ કેટલા પદાર્થોમાં રહેલું છે તે જણાવો આવી જિજ્ઞાસા સંતોષવા માટે પાંચ અન્યથાસિદ્ધિની પ્રરૂપણા કરવામાં આવે છે.
((૧) જે કાર્ય પ્રત્યે કારણની પૂર્વવૃત્તિતા જે રૂપે નિશ્ચિત થાય છે તે કાર્ય પ્રત્યે તે રૂપ અન્યથાસિદ્ધ હોય છે, જેમ કે ઘડા પ્રત્યે દંડત્વ.
જ્યાં જ્યાં ઘડો ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં દંડ સ્વજન્યભ્રમિવત્વસંબંધથી જેમ અવશ્ય હોય છે, તેમ દંડત્વ પણસ્વાશ્રયજન્યભ્રમિવત્વસંબંધથી અવશ્ય પૂર્વવર્તી હોય છે. તેથી દંડની જેમ દંડત્વને પણ ઘડાનું કારણ માનવાની આપત્તિ આવે છે. એનું વારણ આ અન્યથાસિદ્ધિથી થાય છે.
તાત્પર્ય -યવચ્છિન્નવાર્યતાનિરૂપિતા રતા યદ્ધવચ્છિન્ના ઘર્ષ અન્યથાસિદ્ધા, વટવૈવિચ્છિન્નकार्यतानिरूपिता कारणता दंडत्वावच्छिन्ना, अतः दंडत्वमन्यथासिद्धम् ।
ટૂંકમાં બતાવછેરવં પ્રથમન્યથાસિદ્ધિ
(૨) જેના અન્વયવ્યતિરેક સ્વતંત્રપણે ન હોય. કિન્તુ કારણના અન્વય-વ્યતિરેક હોવાના કારણે જ જણાતા હોય તે બીજો અન્યથાસિદ્ધ જાણવો. - જેમકે-જ્યાં જ્યાં ઘડો ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં દંડ તો અવશ્ય હોય જ છે. હવે દંડ જો હોય તો “દંડરૂપ પણ અવશ્ય હોવાનું જ. માટે ઘડા સાથે “દંડરૂપ” પણ અન્વયવ્યતિરેક ધરાવે છે એવો નિર્ણય થાય છે. પણ આ નિર્ણય ઘટના કારણભૂત દંડ' ના અન્વયવ્યતિરેકને આભારી છે. માટે અન્વયવ્યતિરેક મળતા હોવા છતાં, દંડરૂપ” ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ છે. ).
શંકાઃ આ અન્યથાસિદ્ધિનું લક્ષણ જણાવવા માટે મૂળમાં રમતાય ના ’ એમ જણાવ્યું છે જેમાં “કારણ’ શબ્દ રહ્યો છે. તેથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. કારણ કે આ રીતે અન્યથાસિદ્ધિના લક્ષણમાં “કારણ' નો પ્રવેશ છે ને “કારણ' ના લક્ષણમાં અન્યથાસિદ્ધિશૂન્યત્વ' વિશેષણમાં “અન્યથાસિદ્ધિ' નો પ્રવેશ છે.
સમાધાનઃ તેથી જ મુળમાં (કારિકાવલીમાં) જે કારણ” શબ્દ રહેલો છે એનો “અન્યથાસિદ્ધિશખ્યત્વે સતિ..' વગેરે અર્થ ન કરતાં “અન્વયવ્યતિરેકશાલી' એવો અર્થ કરવો.
(રંતસત્વે પટHસ્ત્રમ્ (અન્વય) “હમને પટામવિ.)(વ્યતિરેક) આવા અન્વયવ્યતિરેક સ્વતંત્ર મળે છે.
-