________________
ચોથી અન્યથાસિદ્ધિ
119
(ચોથી અન્યથાસિદ્ધિ) (ક.) કારણ પ્રત્યેની પૂર્વવૃત્તિતાને જાણ્યા વગર જેની પૂર્વવૃત્તિતા ન જણાય તે અન્યથાસિદ્ધ. નિયતાવશ્યક પૂર્વભાવથી જે કાંઈ ભિન્ન હોય તે બધું પણ અન્યથાસિદ્ધ.
(મુ) ચોથા અન્યથાસિદ્ધને કહે છે -વિવક્ષિત જે કાર્યના કારણ પ્રત્યેની પૂર્વવૃત્તિતાનો નિર્ણય કરીને જ જેની જે કાર્ય પ્રત્યે પૂર્વવૃત્તિતા ગૃહીત થાય તે પદાર્થ તે કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ જાણવો. જેમ કે કુલાલપિતા ઘટ પ્રત્યે. તે (કુલાલપિતા) કુલાલના પિતા તરીકે ઘટ પત્ય કારણ બનવા માગતો હોય તો અન્યથાસિદ્ધ જાણવો. કુલાલરૂપે એ ઘટનું કારણ બનતો હોય તો અમારે ઇષ્ટાપતિ જ છે. કારણ કે જે કોઈ કુંભાર હોય તે જ્યા ઘડા પ્રત્યે કારણ છે જ.
(વિ.) કાર્યના જનક (કારણ) પ્રત્યેની પૂર્વવૃત્તિતાનો નિર્ણય થવા પર જેની કાર્ય પ્રત્યેની પૂર્વવૃત્તિતા જ્ઞાત થાય તે ચોથો અન્યથાસિદ્ધ જાણવો. જેમ કે કુલાલપિતા. કુંભારના પિતા વગર તો કુંભાર જ જન્મે નહીં, એટલે કુંભારના પિતા કુંભાર પૂર્વે હોય જ. અને તેથી એ ઘટોત્પત્તિ પૂર્વે પણ હોવાના જ. તો એ પણ ઘટ પ્રત્યે કારણ કેમ નહીં? આવી શંકા થઈ શકે છે. એના સમાધાનરૂપે આ ચોથી અન્યથાસિદ્ધિ હોવાથી એ કારણ નથી એમ જાણવું. કુંભારના પિતાની ઘટપૂર્વવૃત્તિતાનો નિર્ણય, ઘટકારણીભૂત કુંભારને એ પૂર્વવૃત્તિ છે, તો ઘટને પૂર્વવૃત્તિ હોય જ આ રીતે થતો હોવાથી એ અન્યથાસિદ્ધ જાણવા.
શંકા પણ જો કુંભારપિતા પણ કુંભાર હોય ને ઘડા બનાવતા હોય તો?
સમાધાન કુંભાર તરીકે (કુલાલત્વેન) તે ઘટનું કારણ બને એ અમને ઇષ્ટ જ છે, કારણ કે કુંભાર માત્ર ઘટજનક હોય છે. (અર્થાત્ કુલાલવાવચ્છિનકારણતાનિરૂપિત ઘટવાવચ્છિન્નકાર્યતા - આવો કાર્યકારણભાવ અમને ઈષ્ટ જ છે. કુલાલપિતૃત્વેન એમાં કારણતા માનવી એ જ ઇષ્ટ નથી, અને તેથી એ રૂપે એ ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ છે.)
ચોથી અન્યથાસિદ્ધિનું ટૂંકમાં લક્ષણ : द्वारभिन्नकारणकारणत्वं चतुर्थी अन्यथासिद्धिः જે દ્વારભિન્ન કારણનું કારણ હોય તે ચોથો અન્યથાસિદ્ધ
અપૂર્વસ્વર્ગનું કારણ છે, ને યાગ અપૂર્વનું... તેથી યાગ પણ અન્યથાસિદ્ધ ન થઈ જાય એ માટે ‘દ્વારભિન્નત્વ એ કારણનું વિશેષણ છે. અપૂર્વ એ દ્વાર છે, કાર ભિન્ન નહીં. તેથી, એના કારણભૂત યાગ આન્યથાસિદ્ધ નથી.
દ્વારભિન્નકારણવં' આટલું જ લખીએ તો દ્વારભિન્ન શબ્દ, એનું કારણત્વ આકાશમાં છે જે ત્રીજો અન્યથાસિદ્ધ છે, ચોથો નહીં, માટે અતિવ્યાપ્તિ થાય. એનું વારણ કરવા માટે વચ્ચે “કારણ' શબ્દ મૂકયો છે.
“શબ્દ” એ ઘટનું કારણ ન હોવાથી આકાશમાં દ્વારભિન્નકારણત્વ હોવા છતાં કારભિન્નકારણકારણત્વન હોવાથી ચોથી અન્યથાસિદ્ધિ નહીં.
બીજો કારણ’ શબ્દનલખીએતો દ્વારભિત્રકારણત્વ” આટલું જ લક્ષણ થાય જે ચક્રભ્રમણાત્મક દ્વાર સિવાયના દંડ, ચક્ર વગેરે દરેક કારણમાં હોવાથી એ બધા અન્યથાસિદ્ધ થવાની આપત્તિ આવે. __(मु.) पञ्चमान्यथासिद्धमाह - अतिरिक्तमिति । अवश्यक्तृप्तनियतपूर्ववर्तिन एव कार्यसम्भवे तद्भिन्नमन्यथासिद्धमित्यर्थः । अत एव प्रत्यक्षे महत्त्वं कारणम्, अनेकद्रव्यवत्त्वमन्यथासिद्धम् । तत्र हि महत्त्वमवश्यक्तृप्तं,