________________
અસમવાચિકારણત્વ
113
શંકા જ્ઞાનને ઇચ્છાનું અસમવાયિકારણ માની જ લો ને ! જેથી અતિવ્યાપ્તિ ન કહેવાય.
સમાધાન આત્માના કોઈપણ વિશેષ ગુણ પ્રત્યે લાઘવથી આત્મમનઃસંયોગને અસમવાયિકારણ માન્યું છે. એટલે દરેક પ્રત્યે કારણતાવચ્છેદક લાઘવથી એક જ આત્મમનઃસંયોગત્વ છે. હવે જ્ઞાનને પણ જો ઇચ્છાનું અસમવાધિકારણ માનીએ, તો જ્ઞાનત્વ પણ કારણતાવચ્છેદક બનવાથી ગૌરવ થાય.
આમ અસમવાયિકારણના આ લક્ષણમાં આવાં સ્થળોએ અતિવ્યાપ્તિ આવે છે. એના વારણ માટે પરિષ્કાર કરવો જોઈએ.
કપાલસંયોગમાં કાર્ય (ઘટ) ની કારણતાને સમવાયિકારણમાં (પાલમાં) સંબદ્ધતા પણ છે. છતાં એમાં પટની અસમવાયિકારણતાતો નથી જ. એટલે જેમ અસમવાયિકારણનું સામાન્યલક્ષણ બનાવવામાં આવે છે, તેમ વિશિષ્ય તે તે ઘટ-પટ વગેરે વિશેષ કાર્યમાટે વિશેષરૂપે પણ એ લક્ષણ બનાવવું આવશ્યક બને છે.
(૪) તેથી પટના અસમાયિકારણના લક્ષણમાં “તુરીતંતુસંયોગભિન્નત્વ’એટલું વિશેષણ મૂકી દેવાથી એમાં અતિવ્યાપ્તિ થશે નહીં. તેથી એ લક્ષણ આવું થશે
तंतुसमवेतत्वे सति तुरीतंतुसंयोगभिन्नत्वे सति पटकारणत्वं पटासमवायिकारणत्वम् । શંકાઃ ‘તુરીતંતુસંયોગભિન્નત્વ' આવું વિશેષણ અસમાયિકારણના સામાન્ય લક્ષણમાં જ મૂકી દો ને?
(૫) સમાધાનઃ જો એમ મૂકવામાં આવે તો એ કોઈના પ્રત્યે અસમવાયિકારણ ન રહે, જે ઈષ્ટ નથી, કારણ કે તુરીપટસંયોગ પ્રત્યે તો એ અસમવાય કારણ છે જ. (તુરીપસંયોગના સમવાધિકારણ તુરીમાં, કારણભૂત તુરીતંતુસંયોગ રહ્યો છે, માટે એ એનું અસમવાયિકારણ છે.)
એ જ રીતે અભિઘાતસંયોગના અસમાયિકારણના લક્ષણમાં ‘વેગભિન્નત્વ' એવું વિશેષણ મૂકવું. એટલે કે એનું લક્ષણ આવું થશે. મિથાતસમવાયરસંવદ્ધત્વે સતિ વે મિત્રત્વે સતિ અમિષાતનનત્વમ્ |
(૬) વેગથી નેતરની સોટી વીંઝવામાં આવે તો એમાં સ્પંદન થાય છે જેનું સમવાય કારણ એ સોટી છે ને એમાં વેગ રહેલો છે. તેથી વેગ પંદન પ્રત્યે તો અસમવાયિકરણ છે જ. (વેગજ ક્રિયા સ્પંદન કહેવાય છે.) એટલે વેગ કોઈ જ કાર્ય પ્રત્યે અસમાયિકારણ નથી એવું નથી. તેથી “વેગભિન્નત્વ એવું વિશેષણ અસમવાયિકારણના સામાન્ય લક્ષણમાં મૂકવામાં આવતું નથી.
(૭) પણ જ્ઞાનાદિ આત્મવિશેષગુણો તો કોઈ જ કાર્ય પ્રત્યે અસમાયિકારણ નથી. તેથી “આત્મવિશેષગુણભિન્નત્વ' આવું વિશેષણ સામાન્ય લક્ષણમાં જ મૂકવામાં આવે છે. માટે, અસમવાયિકારણનું સામાન્ય લક્ષણ આવું બનશે.
समवायिकारणसंबद्धत्वे सति आत्मविशेषगुणभिन्नत्वे सति कारणत्वं असमवायिकारणत्वम् ।
અને જ્યારે વિશેષરૂપે કાર્યકારણ ભાવ કહેવાનો હોય ત્યારે તે તે કાર્ય પ્રત્યે જે અસમવાયિકારણ પ્રસિદ્ધ હોય એ સિવાયના જે પદાર્થમાં સામાન્યલક્ષણ ચાલ્યું જતું હોય ‘તભિન્નત્વ' વિશેષણ મૂકવું.
(मु.) अत्र समवायिकारणे प्रत्यासन्नं द्विविधं, कार्यैकार्थप्रत्यासत्त्या कारणैकार्थप्रत्यासत्त्या च । आद्यं यथाघटादिकं प्रति कपालसंयोगादिकमसमवायिकारणम् । तत्र कार्येण घटेन सह कारणस्य कपालसंयोगस्य एकस्मिन् कपाले प्रत्यासत्तिरस्ति । द्वितीयं यथा-घटरूपंप्रति कपालरूपमसमवायिकारणम् । स्वगतरूपादिकं प्रति समवायिकारणं घटः, तेन सह कपालरूपस्यैकस्मिन् कपाले प्रत्यासत्तिरस्ति । तथा च क्वचित् समवायसम्बन्धेन क्वचित् स्वसमवायिसमवेतत्व