________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(૧) પણ, તુરીતંતુસંયોગ પટનું કારણ છે, વળી પટના સમવાયિકારણ તંતુમાં રહેલ છે, કારણ કે સંયોગ દ્વિષ્ઠ હોય છે. તેથી તુરીતંતુસંયોગમાં પણ આ લક્ષણ જાય છે. જે અતિવ્યાપ્તિ દોષ છે.
112
શંકા : તુરીતંતુસંયોગને પણ પટનું અસમવાયિકારણ માની લો ને ! જેથી એ અતિવ્યાસિ ન કહેવાય... સમાધાન ઃ એવો નિયમ છે કે અસમવાયિકારણનાશે દ્રવ્યનાશ થાય. તેથી જો તુરીતંતુસંયોગને પટનું અસમવાયિકારણ માનીએ તો એ સંયોગનાશે પટનાશ થઈ જવો જોઈએ. જે થતો નથી.
શંકા ઃ એવો નિયમ માનવાની શી જરૂર છે ?
સમાધાન ઃ એવો નિયમ ન માનીએ તો દ્રવ્યનાશનું કારણ કોને માનવું ?
ન
શંકા : કેમ ? સમવાયિકારણનાશને માની શકાય ને ? કપાલનો નાશ થાય એટલે ઘટનાશ થઈ જાય.
સમાધાન ઃ પણ ક્ર્મણુકનાશ પ્રત્યે કોને કારણ માનશો ? કારણ કે એના સમવાયિકારણભૂત પરમાણુઓ નિત્ય હોવાથી નાશ પામતા નથી. એટલે દ્યણુક નાશ માટે તો બે પરમાણુના સંયોગના નાશને જ કારણ માનવું પડે છે. તેથી સર્વત્ર સમાન રીતે અવયવસંયોગાત્મક અસમવાયિકારણના નાશને જ દ્રવ્યનાશનું કારણ માનવું ઉચિત
છે.
શંકા : પણ તો પછી સમવાયિકારણ વિના પણ અવયવીની ક્ષષ્ક્રય સ્થિતિ માનવાની આપત્તિ આવશે, તે આ રીતે-પ્રથમક્ષણે તંતુનાશ, બીજી ક્ષણે તંતુસંયોગનાશ ને ત્રીજી ક્ષણે પટનાશ. એટલે પ્રથમ અને દ્વિતીય ક્ષણે તન્તુ ન હોવા છતાં પટ હોવો માનવાની આપત્તિ આવશે.
સમાધાન : આ અમારે ઇષ્ટાપત્તિ જ છે. તેથી જો તુરીતન્તુસંયોગને પટનું અસમવાયિકારણ માનીએ તો એ સંયોગનાશે અવશ્ય પટનાશ થવો જોઈએ. જે થતો નથી. માટે તુરીતંતુસંયોગ પટનું અસમવાયિકારણ નથી. છતાં એમાં લક્ષણ જાય છે. માટે અતિવ્યાપ્તિ.
(૨) એમ, વેગમાં અભિઘાતસંયોગ (જે સંયોગ થતાં અવાજ પેદા થાય તે અભિઘાતસંયોગ)નું અસમવાયિકારણત્વ છે નહીં અને છતાં લક્ષણ જાય છે. જેમ કે- હાથને જોરથી ટેબલ પર પછાડવામાં આવે ત્યારે અભિઘાતસંયોગ થાય છે. એનું સમવાયિકારણ હાથ છે જેમાં અભિઘાતસંયોગના કારણભૂત વેગ રહ્યો છે.
શંકા : તો વેગ ભલે ને અસમવાયિકારણ બને, શું વાંધો છે ?
સમાધાન ઃ આંગળીનો (=અવયવનો) ટેબલને સંયોગ થવાના કારણે હાથનો (=અવયવીનો) પણ જે સંયોગ (થાય છે એ સંયોગજન્યસંયોગ કહેવાય છે. આ સિવાયના કોઈપણ સંયોગ પ્રત્યે લાઘવથી કર્મને જ અસમવાયિકારણ માન્યું છે. વેગ વગર હાથને ટેબલ પર અડાડવામાં આવે ત્યારે અવાજ વગર જે સંયોગ થાય છે તે નોદનસંયોગ કહેવાય છે. આમાં વેગ તો વિદ્યમાન જ ન હોવાથી કારણ માની શકાતો નથી, માટે હાથમાં રહેલ કર્મને જ અસમવાયિકારણ માનવું પડે છે. અભિઘાત સંયોગ વખતે પણ કર્મ તો હોય જ છે. એટલે એને જ અસમવાયિકારણ માનવામાં બન્ને પ્રકારના સંયોગ માટે એક સરખો કાર્ય-કારણ ભાવ થવાથી લાઘવ થાય છે. વેગને પણ જો કારણ માનવામાં આવે તો બે અસમવાયિકારણ માનવાનું ગૌરવ થાય છે, માટે એ અભિઘાતસંયોગનું અસમવાયિકરણ નથી.
(૩) એમ ઇચ્છા વગેરે પ્રત્યે જ્ઞાન વગેરે અસમવાયિકારણ બનવાની આપત્તિ આવે છે.
દુનિયામાં બનતી જે ચીજોની જાણકારી નથી હોતી એની ઇચ્છા પણ થતી નથી. માટે ઇચ્છાનું કારણ જ્ઞાન છે. વળી એ, ઇચ્છાના સમવાયિકારણ આત્મામાં રહેલું છે. તેથી લક્ષણ ગયું... અતિવ્યાપ્તિ...